________________
' ૩૮T
T જીવી
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત
સંબંધી ઘટનાઓ ઈત્યાદિ વર્ણનો આ શાસ્ત્રોમાં ન આવ્યાં હોત !! કેમ કે આ બધી ઘટનાઓ દ્વાદશાંગીની રચના પછી જ ઘટિત થઈ હતી.
એટલે એવું સ્વીકારવામાં જરા પણ ખચકાટ ન હોઈ શકે કે સુધર્મા ગણધરે સૂત્રોમાં પુન:સંપાદન જરૂર કરેલું છે. એજ પુનઃસંપાદનમાં ભગવાનની દેશનારૂપ કેટલાંક વિષયોને તેમણે પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ગૂંથિત કરી દીધાં અને તે અધ્યયનનું નામ “મહાવીરભાષિત” એવું રાખ્યું. સાથે-સાથે ત્યાં “આયરિય ભાષિત” અને “ઋષિ ભાષિત” નામના અધ્યયન પણ રચવામાં આવ્યા હતા. આ નામો ઠાણાંગ સૂત્રના દસમા ઠાણામાં, પ્રશ્નવ્યાકરણ સૂત્રના અધ્યયનરૂપે ગણાવ્યા છે. તેથી પ્રશ્નવ્યાકરણ સૂત્રના વિચ્છેદ કર્યા પછી તે જ અધ્યયનોમાંથી આ ઉત્તરાધ્યયન સૂત્રની સંકલના કરવામાં આવી છે. જેમાં શ્રેષ્ઠ અધ્યયનોનું સંકલન પણ છે અને ભગવાન મહાવીર ભાષિત અધ્યયનોથી સંબંધિત હોવાથી તેમની અંતિમ દેશના સાથે એને જોડી દેવામાં આવેલા છે. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્ર પણ પરંપરાથી ગણધર રચિત જ છે. જે પ્રકારે નિશીથસૂત્ર આચારાંગ સૂત્રથી જુદું પાડેલું અધ્યયન હોવાથી ગણધર રચિત જ છે, તેવી જ રીતે ઉત્તરાધ્યયન સૂત્ર પણ પ્રશ્નવ્યાકરણ સૂત્રથી કાઢીને જૂદું વ્યવસ્થિત રચાયેલું સૂત્ર છે.
- @ @|| દશવૈકાલિક સૂત્ર વાર્તા] 6 છે ) જિજ્ઞેશ – દશવૈકાલિક સૂત્રની રચના શબ્યભવ સ્વામીએ પોતાના પુત્ર “મનક’ માટે કરી હતી? જ્ઞાનચંદ – કહેવાય છે કે પોતાના પુત્રનું છ મહિનાનું અલ્પ આયુષ્ય જાણીને શäભવાચાર્યે દશવૈકાલિક સૂત્રની રચના કરી અને તેના દિવંગત થયા પછી પુનઃ તે સૂત્રને વિલીન કરવાનો સંકલ્પ કર્યો. ત્યારે સંઘે અત્યંત આગ્રહ કર્યો કે તેઓ તેને સ્વતંત્ર સૂત્ર રૂપે રાખે અને તેને વિલીન ન કરે. સંઘ દ્વારા કરાયેલ એ આગ્રહના સ્વીકારના ફળ સ્વરૂપે આ દશવૈકાલિક સૂત્ર ઉપલબ્ધ રહ્યું છે.
આ ઘટનાક્રમમાં પણ ઐતિહાસિક કલ્પિત કલ્પનાઓનો પ્રભાવ જ વધારે જણાય છે, વાસ્તવિકતા હોવા જેવું લાગતું નથી. સૂત્ર બનાવવું અને તેને વિલીન કરવું એ તો બાળકોના ખેલ જેવું કહેવાય. રથનેમિ અને રાજમતિની ઘટનાયુક્ત વિષય તથા મધસેવન કરનારા કપટી સાધુઓનું વિસ્તૃત કથન, વગેરે વર્ણનો “ મનક માટે હોય તેવું અપ્રાસંગિક જ લાગે છે.
અતઃ આ મનક સંબંધી કથાનક તથા સ્થૂલિભદ્રની બહેનનું મહાવિદેહમાં જઈને ચૂલિકા લાવવા સંબંધી કથાનકો વગેરે સેંકડો વર્ષ પછી ઇતિહાસની કલ્પનાઓ કરનારા વિદ્વાનોની પોતાની બુદ્ધિની ઉપજ હોય તેવું જણાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org