________________
અનુભવ અર્ક ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
પરિચયમાં આશ્રવ-સંવરના વર્ણનનું કથન પણ કરવું જોઈતું હતું, જો આશ્રવસંવરનું વર્ણન હતું નહી, ને નંદી કથિત વિષય વર્ણન જ હતું તો ઋષિ ભાષિત અને ઉત્તરાધ્યયનના નામો નંદી સૂત્રમાં કેવી રીતે આવ્યા ?
આનું સમાધાન એ છે કે નંદી સૂત્રનો રચનાકાળ અને આગમ લેખનકાળમાં થોડા સમયનું જ અંતર રહ્યું હતું. અર્થાત્ દેવર્દ્રિગણિએ વાચક પદ અવસ્થામાં નંદી સૂત્રની રચના કરી હતી. ત્યારબાદ કાળાંતરે જ્યારે તેમને ગણિપદ અને ક્ષમાશ્રમણ પદથી વિભૂષિત કરવામાં આવ્યા ત્યારે તેમણે આગમ લેખન કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો હતો. લેખન પ્રસંગમાં ચમત્કારિક વર્ણનોને દૂર કરવાની જરૂરીયાત લાગવી બુદ્ધિગમ્ય પણ છે. અતઃ આગમ લેખન પ્રસંગમાં જ આચારાંગના સાતમા અધ્યયનને લિપિ બદ્ધ નથી કર્યું અને પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં વધારે પડતાં ચમત્કારિક વર્ણનો હોવાથી સંપૂર્ણ વિષય જ નવો બનાવી દીધો. જેનાથી ૧૦ અધ્યયનના ફરી ૧૦ અધ્યયન જ રહી ગયા. પ્રાચીન પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પાંચ અધ્યયન તો ઉપદેશી વિષયોથી ભરેલા હતાં તેને બે સૂત્રોમાં વિભાજન કરીને, ૧–ઉત્તરાધ્યયન સૂત્ર અને ૨–ઋષિ ભાષિત સૂત્ર કર્યું.
૩૫
આ બંને નવા સૂત્ર બન્યા એટલે એના નામો નંદી સૂત્રમાં તે સમયે લખી નાખવામાં આવ્યા પરંતુ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પરિચયમાં આવું પરિવર્તન કરવાનું રહી ગયું અને આચારાંગ સૂત્રના પરિચયમાં પણ ૨૫ અધ્યયનના સ્થાને ૨૪ અધ્યયન કરવાનું રહી ગયું.
પ્રશ્ન વ્યાકરણ સૂત્રના આ પરિવર્તન સંબંધી જાણકારી તથા આચારાંગ સૂત્રના સાતમા અધ્યયન સંબંધી મૌલિક જાણકારી આ સૂત્રોના ટીકાકારોએ પણ નથી આપી. આને કારણે આ વિષય ઉપરના નિર્ણયો ખૂબ જ સમસ્યાઓ ભર્યા રહ્યાં છે. તેમ છતાં અહીં યથાશક્ય ચિંતન સાર પ્રસ્તુત કર્યો છે. આ પણ એક કલ્પના માત્ર છે. બીજી કલ્પના એવી પણ સંભવી શકે કે શાસ્ત્ર લેખન કાળ પછી પ્રશ્ન વ્યાકરણ સંબંધી પરિવર્તન થયા હશે અને તેને કોઈએ નંદી સૂત્રમાં સ્થાન પણ આપી દીધું હશે.
આવી સ્થિતિથી એવો પણ એક નિષ્કર્ષ નીકળે છે કે વીર નિર્વાણ પછીની એ સદીઓમાં ઐતિહાસિક જાણકારીઓ લખવાનો ક્રમ ચલણમાં નહીં હોય. જેથી કરીને કેટલાંક ઐતિહાસિક તત્ત્વો સમસ્યાવાળા તથા કલ્પિત અને વિકૃત થઈને પ્રચલિત થયા છે.
Hi | જયપાહુડ: પ્રશ્નવ્યાકરણ વાર્તા
જિજ્ઞેશ :-- ઉત્તરાધ્યયન સૂત્ર અને ઋષિ ભાષિત સૂત્ર સિવાય પણ અન્ય કોઈ સૂત્ર પ્રાચીન પ્રશ્ન વ્યાકરણ સૂત્રના વિભાગરૂપમાં ઉપલબ્ધ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org