________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
એક પ્રવાહ બની ગયો. જેમ કે– (૧) સ્થૂલિ ભદ્રની વિશેષતા કહેવી હોય તો ૧૨ વર્ષનો દુકાળ જોડી દીધો (૨) દિગંબર-શ્વેતાંબર વચ્ચેના ભેદ બતાવવા હોય તો ૧૨ વર્ષનો દુકાળ જોડી દીધો (૩) મૂર્તિઓની સ્થાપના બતાવવી હોય તો તેમાંય બાર વર્ષના દુકાળને જોડી દેવાયો (૪) સ્કંદિલાચાર્યના સમયમાં શાસ્ત્રોદ્વાર બતાવવો હોય તો ત્યાંય બાર વર્ષના દુકાળને જોડી દીધો (૫) દેવર્દ્રિગણિના સમયમાં શાસ્ત્રલેખન થવાનું છે તોપણ બાર વર્ષના દુકાળને જોડી દીધો. તો ફરી આ જ રીતે ઇતિહાસકારોમાં કેટલાય પ્રવાહ ચાલે છે. સુદૂરવર્તી કાળનું અંતર હોવાથી તેમની શોધ પણ કોણ કરી શકે ? અને આમ તે પ્રવાહ ચાલતાં રહે છે. મહાવિદેહથી ચૂલિકા લાવવાની વાર્તા
૨૦૦
જિજ્ઞેશ :- શું સ્ફૂલિભદ્રની બહેન સાઘ્વી મહાવિદેહ ક્ષેત્રથી ચૂલિકા ઃલાવી હતી ?
જ્ઞાનચંદ :- ચૂલિકા તો સૂત્રનું એક અંગ છે. તેની રચના તો સૂત્રની સાથે જ કરવામાં આવે છે. જેમ કે– બારમું અંગ દૃષ્ટિવાદ છે, તેમાં ચૂલિકા પણ એક વિભાગ છે. જેમ મેરૂ પર્વતની ચૂલિકા તેની સાથે જ છે તેવી જ રીતે ઘણા આગમોમાં પણ તેની સાથે ચૂલિકાની રચના થઈ જાય છે.
કેટલીયે કલ્પિત વાર્તાઓ સમયે-સમયે કોઈ એકાંગી દષ્ટિકોણથી રચવામાં આવે છે. પહેલા કોઈ ગ્રંથમાં બે ચૂલિકા લાવવાની વાત કરી છે, પછીના ગ્રંથોમાં ચાર ચૂલિકા લાવવાની વાત કરવામાં આવી. આ બધી ગ્રંથ કથાઓ ઘણા સમય પછી બનેલી તથા વિકૃતિઓથી ભરપૂર છે. દશવૈકાલિક ચૂર્ણિના કર્તા આચાર્યશ્રી અગસ્ત્યસિંહસૂરિના સમય સુધી આવી કલ્પનાઓ જ નહોતી ઊઠી, એટલે તેમણે ચૂલિકાની વ્યાખ્યા કરતી વખતે સ્પષ્ટ કહ્યું છે કે દશવૈકાલિક રચનાકાર શ્રી સ્વયંભવાચાર્યે પ્રથમ ચૂલિકામાં આ વિષયનું કથન કર્યું છે. અર્થાત્ તેમની દૃષ્ટિમાં દશવૈકાલિકના તથા પહેલી-બીજી બંને ચૂલિકાના કર્તા સ્વયંભવાચાર્ય જ હતા.
મહાવિદેહથી ચૂલિકા લાવવા સંબંધી કલ્પિત કથા દશવૈકાલિક ચૂર્ણિથી ઘણાં વખત પછીના ગ્રંથોમાં ઉલ્લેખિત છે. અતઃ આવી અસત્ય કલ્પનાઓ કોઈ કોઈ યુગમાં થયા કરે છે. પરંતુ તે જાણવા યોગ્ય જ છે. માટે તેનો આગ્રહ રાખવો એ અવિવેક છે.
શાસ્ત્રોની ભાષા શૈલીની વાર્તા
જિજ્ઞેશ ઃ- ગણધરો દ્વારા રચિત આચારાંગ સૂત્ર વગેરેની ભાષામાં આટલો ફેર કેમ છે ? ભાષા વિદ્વાન અન્વેષક, ભાષાના આધારે સૂત્રનો વિભિન્ન રચના કાળ બતાવે છે. તદનુસાર પ્રથમ આચારાંગ સિવાય અનેક અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org