________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
તેના બનાવનાર ગમે તેટલા હોશિયાર હોય; તે જ પ્રકારે આગમ વ્યાખ્યાઓ, ગ્રંથ, સાહિત્ય બધામાં ઉક્ત દોષ સંભવ હોવાથી વિવેક રાખવો શ્રેયસ્કર છે.
૨૫
એક વાતનું અત્રે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉક્ત સંપૂર્ણ વિવેક—બુદ્ધિમાન, શાસ્ત્રોના ગહન અભ્યાસીઓ, અનુભવીઓ તથા બહુશ્રુત વિદ્વાનો માટે છે, પરંતુ સામાન્ય સમજણવાળાઓ માટે નહીં ! તેમણે તો ગીતાર્થ બહુશ્રુત ગુરુઓના નિર્દેશ તથા આજ્ઞાનુસાર જ કાર્ય કરવું જોઈએ કે સમજવું જોઈએ.
વિવેક બુદ્ધિ વાર્તા
જિજ્ઞેશ :– શાસ્ત્રો માટે વિવેક બુદ્ધિ કથન અન્ય બીજા કોઈ વિદ્વાને પણ ક્યાંય ક્યારેય કહ્યું છે ? કે પછી આપે જ બધી આગમ સત્તા પોતાના અને વિદ્વાનોના હાથમાં લઈ લીધી છે ?
જ્ઞાનચંદ :- જી હાં ! શ્વે. મૂર્તિપૂજક વિદ્વાન શ્રી પુણ્યવિજયજી એ આ અંગે તેવા જ પોતાના વિચારો પણ એક જગ્યાએ જણાવ્યા છે જેમ કે— “અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આજના જૈન આગમોમાં મૌલિક અંશો ઘણા ઘણા છે એમાં શંકા નથી. પરંતુ જેટલું અને જે કાંઈ છે એ બધું ય મૌલિક જ છે એમ માનવા મનાવવાનો પ્રયત્ન કરવો એ સર્વજ્ઞ ભગવંતોને દૂષિત જ કરવા જેવી વાત છે.’’
“આજના જૈન આગમોનાં એવા એવા ઘણા ઘણા અંશો છે, જે જૈન આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા ત્યારે, કે તે આસપાસ ઉમેરાયેલા કે પૂર્તિ કરાયેલા છે. કેટલાક અંશો એવા પણ છે જે જૈનેતર શાસ્ત્રોને આધારે ઉમેરાયેલા અને જૈન દૃષ્ટિથી દૂર પણ જાય છે. ઇત્યાદિ અનેક બાબતો જૈન આગમના અભ્યાસી ગીતાર્થ ગંભીર જૈન મુનિગણે વિવેકથી ધ્યાન રાખવા જેવી છે.” [બૃહત્કલ્પ સૂત્ર ભાષ્ય ભાગ . પ્રસ્તાવનાશ.]
આ પ્રકારે મૂર્તિપૂજક પ્રસિદ્ધ વિદ્વાન શાસ્ત્રોદ્વારક પદ વિભૂષિત પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મ.સા. એ મૌલિક આગમોમાં પણ ગીતાર્થ મુનિઓને વિવેક બુદ્ધિ રાખવાનો નિર્દેશ કર્યો છે. આવી સ્થિતિમાં આગમાતિરિક્ત ગ્રંથો, વ્યાખ્યાઓ તથા કલ્પિત કથાગ્રંથો, ઇતિહાસ ગ્રંથો અને કલ્પસૂત્ર કે મહાનિશીથ અથવા પટ્ટાવલિઓ માટે આગ્રહ અને વિવેક બુદ્ધિનો નિષેધ કોઈ પણ દ્વારા કરવો, એ કદાપિ ઉચિત હોઈ શકે નહીં.
એટલા માટે અનુભવ તથા ચિંતનપૂર્વક જ આગમો માટે લિપિ દોષ, દૃષ્ટિ દોષ, પરંપરા દોષ, પ્રક્ષેપ દોષ, પરિવર્તન દોષ સંભવ હોઈ શકે તેવું કહેવામાં આવ્યું છે અને આ જ મુખ્ય કારણોને ધ્યાનમાં રાખીને વિવેક ત્રિતાનો સંકેત કર્યો છે. જે અન્ય આગમ મનીષીઓ દ્વારા સંમત હોવાથી એક નરાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org