________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
રચના છે. વાસ્તવમાં આ કલ્પસૂત્ર અહીં-તહીંથી સંકલન કરીને લખાયેલું એક કલ્પિત સૂત્ર જ છે ! તેમ છતાં તેનું મહત્વ વધારે દર્શાવવા ખોટી પ્રાચીનતા કલ્પિત કરેલ છે. કેમ કે ૩૨ કે ૪૫ અથવા ૭૨ કે ૮૪ માંની કોઈપણ આગમ ગણનામાં આ કલ્પસૂત્રની ગણતરી જ નથી કરાઈ !! આ કલ્પસૂત્રનું સ્વતંત્ર નામ કોઈપણ નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકા કે મલયગિરિ આચાર્યના પૂર્વ રચિત કોઈપણ ગ્રંથમાં ઉપલબ્ધ થતું નથી.
ર૩
અતઃ આ કલ્પસૂત્રમાં વર્ણિત સ્થવિરાવલીને વીર નિર્વાણની ત્રીજી સદીની રચના કહેવી કે માનવી એ કેવળ અંધશ્રદ્ધા જ છે.
પ્રમાણિક અપ્રમાણિક વાર્તા
જિજ્ઞેશ :— તો પછી હિમવંત સ્થવિરાવલીને એકાંત અપ્રમાણિક માનવી જોઈએ કે પ્રમાણિક ?
જ્ઞાનચંદ :- ગણધર તથા ચૌદપૂર્વી કે ૧૦ પૂર્વી સિવાય કોઈની પણ રચનાને પૂર્ણ એકાંત પ્રમાણિક માની શકાય નહીં. આજ વાત નંદીસૂત્રમાં આ પ્રકારે કહેલ છેમિનેષુ મયળા અર્થાત્ ૧૦ પૂર્વથી ઓછા જ્ઞાનવાળાની રચના ભજનાથી પ્રામાણિક છે, એકાંતથી નહીં; તેમ માનવું જોઈએ. કેમકે તેમાં કથિત તત્ત્વો સમ્યક્ અને અસમ્યક્ બંને પ્રકારના હોઈ શકે. એટલે પૂર્ણ રૂપથી કે એકાંત રૂપથી અપ્રમાણિક તો કોઈ પણ જૈન સાહિત્યને કહી ન શકાય. વર્તમાન યુગના આચાર્ય, ઉપાઘ્યાય કે શ્રમણ આદિ સામાન્ય જ્ઞાની પુરુષોની રચના કે વક્તવ્યને પણ એકાંત કે પૂર્ણ અપ્રમાણિક કહી ન શકાય.
પૂર્ણ પ્રમાણિકતા સર્વજ્ઞોના તથા દસ અથવા ચૌદપૂર્વધારીઓના કથિત વચનોમાં જ હોઈ શકે. જ્યારે સર્વજ્ઞોના વચનોમાં શ્રદ્ધા કે અપેક્ષા રાખનારા કોઈપણ છદ્મસ્થના વચનો પૂર્ણ અપ્રમાણિક કે પૂર્ણ હેય નથી હોતા તે તો પરતઃ પ્રામાણિક હોય છે, પછી ભલે તે કોઈ નિબંધ ગ્રંથ રૂપ હોય કે પછી વ્યાખ્યાન રૂપે હોય !
માટે દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા છદ્મસ્થોની રચનામાં અંધશ્રદ્ધાની આગ્રહ બુદ્ધિ ન રાખતાં વિવેક બુદ્ધિ રાખવી જ યોગ્ય છે. અન્ય આગમોમાં પણ મિશ્રણ દોષ, પ્રક્ષેપદોષ, પરિવર્તન દોષ, પરંપરા દોષ તથા લિપિદોષ વગેરે સંભવી શકે છે. માટે તે અંગે પણ વિવેક સહિત વિચારણા કરવાનું જરૂરી છે. જિજ્ઞેશ ઃ- શું બધા જ આગમો અપ્રમાણિક અને કસોટી કરવા યુક્ત સંદેહશીલ થઈ ગયા છે ?
જ્ઞાનચંદ :– પૂર્વોક્ત કથનનો અર્થ એમ નથી કે ‘બધાં જ આગમો સંદેહયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org