________________
' રર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમનવનીતા
'દશાશ્રુતસ્કંધ પ્રક્ષેપ વાર્તા | જિગ્નેશ – દશાશ્રુતસ્કંધ તથા મહાનિશીથસૂત્ર સંબંધમાં શી વાત છે? જ્ઞાનચંદ :- દશાશ્રુતસ્કંધ સૂત્ર એક છેદસૂત્ર છે. જેમાં નાના-નાના અધ્યયન (દશા) છે; આવું સ્વયં નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે. તેમ છતાં ૧૨૦૦ શ્લોક જેટલું મોટું કલ્પસૂત્ર રચીને કહી દીધું કે આ દશાશ્રુતસ્કંધ સૂત્રનું આઠમું અધ્યયન જ છે! અને મોકો જોઈને કોઈ સાધુએ કોઈ હસ્ત પ્રતમાં આઠમી દશામાં તે આખું સૂત્ર લખી પણ નાખ્યું! પરંતુ આ સૂત્ર ઉપર ભાષ્ય, નિર્યુક્તિ ચૂર્ણિ ઉપસ્થિત છે. તેમાં તો આવા પાઠોની વ્યાખ્યા કરવામાં આવી નથી. ઘણી પ્રતોમાં આવો પાઠ મળતો પણ નથી. આવિષયની વિશેષ જાણકારી દશાશ્રુતસ્કંધ સૂત્ર આગમ સારાંશ ખંડ-૪માં જોઈ લેવું જોઈએ.
મહાનિશીથ સૂત્રમાં પણ કોઈકે કેટલીક સ્વચ્છંદી અને બનાવટી વાતો ભરીને એ સૂત્રને પણ હાસ્યને પાત્ર બનાવ્યું છે. આ સંબંધમાં એક સંકલન આ જ પુસ્તકના ઐતિહાસિક પરિશિષ્ટ ખંડ–રમાં જુઓ.
સ્થવિરાવલી વાર્તા જિજ્ઞેશ – હિમવત સ્થવિરાવલી કઈ સદીની રચના છે? તેના કર્તા કોણ છે? જ્ઞાનચંદ – ઇતિહાસવેતા શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્વાન કલ્પસૂત્ર અને નંદીસૂત્ર પછી ત્રીજા નંબરે યુગ પ્રધાન પટ્ટાવલી દુસમાત સમ સંવં ને કહે છે જે વિક્રમની તેરમી સદીની રચના છે અને જેના રચનાકાર ધર્મઘોષ સૂરિ છે. હિમવંત
વિરાવલીનો નંબર પ્રાચીનતામાં ત્રીજા નંબરે માનવામાં આવતો નથી, અતઃ દુર્ભમાન સમા સંસ્થાની પછીની રચના છે, તે સુસ્પષ્ટ છે. જેથી તેનો રચનાકાળ તેરમી સદીની પહેલાનો તો હોય જ નહીં, એવું પણ નિશ્ચિતરૂપે કહી શકાય છે.
વાસ્તવિકતા પણ એ જ છે કે પટ્ટાવલિઓ વગેરેની રચનાનો યુગ પણ તેરમી સદીમાં પ્રારંભ થયો છે. તે પહેલાં આવી રચનાઓનો પ્રાદુર્ભાવ થયો ન હતો. જિજ્ઞેશ:– કલ્પસૂત્ર સ્થવિરાવલી તો વીર નિર્વાણની ત્રીજી સદીની રચના ગણાય છે? જ્ઞાનચંદ :- આ કથન તો સ્વતઃ ખોટું સાબિત થઈ જાય છે કેમકે કલ્પસૂત્ર
વિરાવલીમાં વીર નિર્વાણ દસમી સદી સુધીના મહાપુરુષોના વંદન ગુણગ્રામ યુક્ત નામ છે.
સ્વયં કલ્પસૂત્ર પણ પ્રસિદ્ધ ટીકાકાર શ્રીમલયગિરિ આચાર્ય પછીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org