________________
| અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૨૧.
જ્ઞાનચંદ -આ એક ભ્રમિત પ્રવાહ છે. સૂત્ર રચનાકાર ગણધરો અને બહુશ્રુતોએ પણ માંસ અને મત્સ્ય શબ્દનો “આમિષ” અર્થમાં, આગમોમાં પ્રયોગ કર્યો છે. માંસના આહારને નરકનું કારણ બતાવ્યું છે, ત્યાં પણ માંસ' નો જ શબ્દ પ્રયોગ છે. આવા સ્પષ્ટ અને પ્રચલિત અર્થવાળા માંસ શબ્દનો પ્રયોગ આચારશાસ્ત્રોમાં સાધુની ગોચરીના પ્રકરણમાં ગણધર પ્રભુ કરે, એ સંભવી પણ ન શકે. શું તે વનસ્પતિ માટે તેમને અન્ય શબ્દ ન મળ્યો હોય? જેના કારણે તેમને આચારાંગમાં એવો પાઠ આપવો પડ્યો કે મક્કા મસ મોન્ના, ટ્ટિયાડું રા ય નહાયા
અર્થ : મત્સ્ય અને માંસને ખાઈને તેમાં રહેલા કાંટા અને હાડકાને સાધુ એકાંતમાં લઈ જઈને પરઠ ! આવા ભ્રામક અને પ્રસિદ્ધ શબ્દનો પ્રયોગ ગણધરકૃત માનવામાં કોઈ સમજદારી નથી !
જો આગમ રચનાકાળમાં માંસ અને મત્સ્ય વનસ્પતિ રૂપમાં જ પ્રયુક્ત હોય અને ત્યારે આમિષ ભોજન અર્થમાં પ્રયુક્ત ન હોય તો તે દેશકાળનો પ્રચલિત શબ્દ પ્રયોગ હશે તેમ માની પણ શકાય. પરંતુ આવું ન હતું, એ વાત તો આગમથી જ સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે એ આગમોમાં “સંસ-મચ્છ” શબ્દ માંસ અને માછલીને માટે પ્રયુક્ત થયા છે. અતઃ આવા પાઠ ક્યારેક કોઈ વિરોધી માનસવાળાએ પ્રક્ષિપ્ત કરી પ્રચારમાં લાવ્યા હશે, તેમ માનવું જ હિતાવહ છે.
મૂતિઃ નામોત્થણ પ્રક્ષેપ વાર્તા | જિજ્ઞેશ – મૂર્તિ, મૂર્તિનામ તથા મોલ્યુાં પ્રક્ષેપ કથનનો શો અર્થ (ભાવ) થાય છે? જ્ઞાનચંદ – રાજપ્રશ્નીય સૂત્રમાં ૧૦૮ શાશ્વત મૂર્તિઓનો પાઠ યથાસ્થાન છે. તેમાં કોઈપણ વ્યક્તિનું નામ કહ્યું નથી. પરંતુ સ્તૂપ વર્ણન પછી તેની ચારે તરફ મૂર્તિઓનું કથન અને તેના મુખ સ્તૂપની તરફ છે તેમ કહેવું અર્થાત્ દક્ષિણ અને પશ્ચિમમાં પણ મૂર્તિના મુખ છે તેમ કહેવું અને તેના ઋષભ તથા વર્ધમાન આદિ નામો પણ કહી દેવા, આ બધું સ્પષ્ટ રીતે પ્રક્ષિપ્ત છે. કેમ કે શાશ્વત મૂર્તિઓ કોઈ વ્યક્તિ કે તીર્થકરની હોતી નથી. મૂર્તિનું મુખ પણ પૂર્વ કે ઉત્તરમાં જ હોય છે.
દુરાગ્રહ બુદ્ધિથી તીર્થકરોની મૂર્તિ સિદ્ધ કરવાને માટે રામોત્થર્ણનો પાઠ પણ ધરાર રાખી દેવાયો છે. કેમ કે શાશ્વત મૂર્તિ, કોઈ ગુણવાનની કે વ્યક્તિ વિશેષની હોઈ જ ન શકે, તો પછી તેની તીર્થકરોના ગુણોથી સ્તુતિ કરવાનું કોઈ પ્રયોજન નથી. જ્ઞાતાસૂત્રની પ્રાચીન પ્રતમાં તો એ ણમોત્થણનો પાઠ મળતો જ નથી. વાસ્તવમાં તો ણમોત્થર્ણના ગુણવાળી એ ૧૦૮ શાશ્વત મૂર્તિઓ હોતી જ નથી !
અન્ય જાણકારી માટે રાજપ્રશ્નીય સૂત્રનો સારાંશ, આગમ સારાંશ ખંડ-૧ કથા શાસ્ત્રમાં જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org