________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અર્થાત્ આગમ કથિત તત્ત્વ અને સિદ્ધાંતોને પુષ્ટ કરનારા તથા આગમથી અવિરુદ્ધ તત્ત્વ જ પ્રમાણભૂત છે, આગમ વિરુદ્ધ તત્ત્વ અપ્રમાણિક હોય છે. જિજ્ઞેશ ઃનંદી સૂત્ર કથિત આગમોમાં બધા તત્ત્વો પૂર્ણ પ્રમાણિક છે ? અવિરુદ્ધ છે ?
૨૦
-
જ્ઞાનચંદ :– લિપિ દોષ, પરંપરા દોષ તથા વિવક્ષા ભેદ તો, આ સૂત્રોમાં પણ સંભવી શકે છે, જેને પરસ્પર સૂત્રો તથા સિદ્ધાંતો સાથે સમન્વય કરીને સમજી શકાય છે, જેમ કે– (૧) લિપિદોષ– એક સૂત્રની અનેક પ્રતિઓ જોવાથી ખ્યાલ આવી જાય છે અને તેની વ્યાખ્યાઓ જોવાથી પણ લિપિ દોષના અનુભવ થઈ જાય છે. કોઈ-કોઈ વાર તો જે પાઠની ચૂર્ણિ ટીકાકારે વ્યાખ્યા કરી છે, તેવો પાઠ કોઈપણ પ્રતમાં નથી મળતો ! અર્થાત્ ટીકાકાર વગેરેની સામે જે પાઠ (શબ્દ) હતો તે હવે નથી રહ્યો પરંતુ બીજો જ પાઠ જોવા મળે છે.
(૨) પરંપરા દોષ– કેટલાક સૂત્રોમાં પાઠાંતર લખેલા હોય છે જેમ કે ો વ આઈસુ, ઘે પુખ । અને મળત્તિ, અને પતિ, પાદત વગેરે શબ્દોના પ્રયોગો આગમોમાં મળે છે.
(૩) વિવક્ષા ભેદ– કેટલાક સૂત્રમાં અણાહારક બે સમયનો કહ્યો છે, કેટલાકમાં ત્રણ સમયનો કહ્યો છે. આચાર પ્રકલ્પ ક્યાંક પાંચ કહેલ છે તો ક્યાંક ૨૮ કહ્યા છે. આવા ઘણાં દષ્ટાંતો છે. અતઃ વિવેક તથા સમન્વય બુદ્ધિ રાખવી એ તો સર્વત્ર જરૂરી છે તથા અહિંસા વગેરે મૌલિક સિદ્ધાંતોની કસોટી પણ સર્વત્ર આવશ્યક છે.
પ્રક્ષેપ વાર્તા
જિજ્ઞેશ ઃઆ ઉપરોક્ત ત્રણ વિકલ્પ સિવાય શાસ્ત્રોમાં ક્યાંય પ્રક્ષેપ પરિવર્તન પણ થયા છે ? જ્ઞાનચંદ :– લેખન કાળમાં ક્યાંક ક્યાંક અસદ્ગુદ્ધિથી લહિયાઓ દ્વારા તથા સ્વાર્થવશ પણ ક્યારેક શ્રમણો દ્વારા પ્રક્ષેપ તથા પરિવર્તન થયા છે. જેમ કે— આચારાંગ આદિ શાસ્ત્રોમાં માંસ મત્સ્ય આદિ આમિષ ભોજન સંબંધી પાઠ, રાજપ્રશ્નીય સૂત્રમાં મૂર્તિઓ અને ચાર તીર્થંકરોના નામ સંબંધી પાઠ, જ્ઞાતાસૂત્રમાં નમોત્થાંનો પાઠ, દશા શ્રુતસ્કંધ સૂત્રની આઠમી દશા સમાચારી વર્ણનમાં અન્ય વર્ણન જોડીને તથા તે સમાચારીને વધારીને કરેલ કલ્પસૂત્ર વગેરે કેટલાંય ઉદાહરણો છે. મહાનિશીથ સૂત્ર પણ આવા જ દોષોનો ભંડાર છે !!
માંસ પ્રક્ષેપ વાર્તા
ઔંસ પરક શબ્દોનો તો અન્ય અર્થ થઈ જાય છે ?w.jainelibrary.org
Jain Eજિજ્ઞેશભ