SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪ ર૪૭ ચોરાઉ વસ્તુ લીધી હોય, ચોરને મદદ કરી હોય, ચાવી લગાવીને તાળુ તોડીને આદિ પાંચ પ્રકારની મોટી ચોરીની વસ્તુની ખબર પડી જવાથી ઓછી કિંમતમાં મળવાથી ખરીદવી, તે ત્રીજા વ્રતના અતિચાર છે. ખબર વિના પૂરી કિંમતે ખરીદવા પર અતિચાર લાગતા નથી. પ્રશ્ન :- પાંચમા વ્રતના અતિચાર કેવી રીતે લાગે છે ? જવાબ – પાંચમા વ્રતમાં ધ્યાન ન રાખવાથી, હિસાબ ન મેળવવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય અથવા વારસો આદિ ધન મળી જવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય, પછી તેને શીધ્ર સમયની મર્યાદા કરી તેટલા સમયમાં સીમિત કરી લેવાય તો તે આ વ્રતના અતિચાર થાય છે અને જાણીને લોભ, લાપરવાહીથી મર્યાદાનું ઉલ્લંઘન કરવું; આ વ્રતના અનાચાર છે. પ્રશ્ન :- છઠ્ઠા વ્રતના અતિચાર કેવી રીતે સમજવાં? જવાબઃ– છઠ્ઠા વ્રતમાં શારીરિક આદિ પરિસ્થિતિઓથી અથવા ભૂલથી દિશા પરિમાણનું ઉલ્લંઘન થયું હોય તો તે અતિચાર કહેવાય છે. (૪૭) પ્રશ્ન :- ૭મા વ્રતના અતિચાર કેવી રીતે છે? જવાબ :- ત્યાગ ન હોવા છતાં સચિત્ત વસ્તુઓનું સેવન, અભક્ષ્ય અનંતકાય ભક્ષણ અને ૧૫ કમોદાનનાં વ્યાપાર એ શ્રાવકના માટે ૭મા વ્રતના અતિચાર છે. જેમ કે કોઈને મારવા પીટવા આદિના પ્રત્યાખ્યાન ન હોય તો પણ બંધે, વહે, છવિચ્છેએ. અઈભારે, ભરૂપાણવોર્જીએ પ્રથમ વ્રતના અતિચાર છે. અર્થાત્ ત્રસ જીવની સંકલ્પપૂર્વક હિંસા કરવાનો ત્યાગ માત્ર હોવા છતાં પણ ગુસ્સામાં કોઈને નિર્દયતાથી મારપીટ કરવી આદિ તથા અધિક ભાર ભરવો આદિ તેમજ ૭મા વ્રતના આ અતિચારોનો ત્યાગ ન હોવા છતાં પણ શ્રાવકના આચરણ યોગ્ય ન હોવાથી તે અતિચાર તો છે જ એવું સમજીને યથાશક્તિ ત્યાગ કરવો જોઈએ. - શેરડી આદિ તુચ્છ વસ્તુ નથી, ઘણાં ઉઝૂિઝત ધર્મવાળા છે. પરંતુ મધ-માંસ, ઈંડા, માછલી આદિ અભક્ષ્ય; બીડી, સિગારેટ, તમાકુ આદિ તુચ્છ હેય પદાર્થ છે તથા અધિક પાપનું કારણ કર્માદાન હેય છે. તેમજ કંદમૂળ અનંતકાયના પદાર્થ પણ હેય તુચ્છ વસ્તુ છે. એ શ્રાવકને ત્યાગવા યોગ્ય છે. ૭મા વ્રતમાં મુખ્ય નવા ૨૦ અતિચારોનું કથન કરવામાં આવ્યું છે. બાકી પોતાના મર્યાદિત પદાર્થોમાં અથવા વ્યાપારોમાં કોઈ દોષ લાગે તેના અતિચાર સ્વયં સમજી લેવા જોઈએ અને જાણીને સ્વયં ભંગ કરે તો તેને અનાચાર સમજીને અલગથી આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. અભક્ષ્ય-બીડી, સીગારેટ, ચિલમ, તમાકુ, ઈંડા, માંસ, માછલી, શરાબ, ભાંગ, અફીણ ગાંજા આદિ, આ તુરછૌષધિ છે. પ્રશ્ન :- ૧૦ મા વ્રતના અતિચારોનો શું આશય છે? જવાબ :– ૧૦મા વ્રતમાં દિશાની મર્યાદા કરી બે કરણ ત્રણ યોગથી ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy