________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કરવામાં આવે છે. એટલે મર્યાદિત ક્ષેત્રના બહારથી (૧) સામાન મંગાવવો (૨) મોકલવો (૩) બીજાને બોલાવીને સંકેત કરવો (૪) લખીને અથવા મોઢાના ઈશારેથી સંકેત કરવો (૫) ફોન, ચિઠ્ઠી, તાર આદિ દેવા અતિચાર છે. (૪૮) પ્રશ્ન ઃ- અતિચારો અને પાપોના પ્રતિક્રમણમાં શું અંતર છે ? જવાબ :– વ્રતોમાં લાગેલ અતિચારોનું પ્રતિક્રમણમાં મિચ્છામિ દુક્કડં દેવામાં આવે છે. જે વ્રત જાણીને ભંગ કર્યા હોય તેનું ગુરુ આદિની સમક્ષ સ્વતંત્ર આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે ત્યારે શુદ્ધિ થાય છે તથા જે પાપોનો ત્યાગ નથી, તેનું પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત ન થતાં ખેદ પશ્ચાત્તાપ અથવા ત્યાગનો મનોરથ અથવા ભાવના રાખવામાં આવે છે. સંક્ષેપમાં વ્રત પ્રત્યાખ્યાનના અતિચારોની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. શેષ અવ્રત અથવા પાપો માટે પ્રતિક્રમણથી જ્ઞાન, શ્રદ્ધાન, ત્યાગની ભાવના અથવા ખેદ પશ્ચાત્તાપ થાય છે. (૪૯) પ્રશ્ન ઃ- ઉત્કૃષ્ટ વંદન પાઠમાં વિભિન્ત્ શબ્દને કેમ બોલાય ? જવાબ :- નળિખ્ખું એક શબ્દ છે. એટલે આવર્તનમાં તેને ન તોડતાં એક આવર્તન કરવું યોગ્ય છે. આગલું આવર્તન ‘ચ ભે’ બે અક્ષરથી પૂર્ણ કરી શકાય છે. જેમ ‘અહો’ માં પણ બે અક્ષરથી આવર્તન પૂર્ણ કરાય છે. એમ ‘ચ ભે’ આવર્તન પૂર્ણ કરવામાં કોઈ દોષ નથી. નળિખ્ખું = યાપનીય, મન તથા ઈન્દ્રિય નિગ્રહ. (૫૦) પ્રશ્ન :– ક્ષમાપના ભાવ ન કરવાથી શું થાય છે ? જવાબ ઃ— ક્ષમાપના ભાવ ન કરવાથી સમકિત વ્રતમાં અતિચાર લાગે છે. મુખ્ય અતિચારમાં કથન ન હોવા છતાં પરિશેષ અતિચારોમાં એને સમજવું. નારાજી રોષ ભાવ અધિક સમય રાખવાથી અને ક્ષમાભાવ લાંબા સમય સુધી ન કરવાથી સમકિત વ્રત જ નષ્ટ થાય છે. અર્થાત્ તેને સકિત છૂટી જઈને મિથ્યાત્વ આવે છે. તેને બાકીના ત્યાગ નિયમનું પણ કોઈ મહત્વ નથી રહેતું, આરાધના થતી નથી. ગમે તેટલું તપ નિયમ અને સંથારો કરી લ્યે, પરંતુ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે ક્ષમાપના ન કરે, કોઈને પણ શત્રુ માને અથવા રંજ રાખે તો ધર્મી અને સમદષ્ટિની ગણતરીમાં પણ તે આવતો નથી તથા સમ્યગ્દષ્ટિની ગતિને પ્રાપ્ત નથી કરતો, મિથ્યાત્વીની ગતિને પ્રાપ્ત કરે છે. એટલે કોઈપણ વ્યક્તિ પ્રત્યે રજભાવ લાંબા સમય સુધી ન રાખવો જોઈએ, શીઘ્ર ક્ષમાભાવ ધારણ કરી લેવો જોઈએ.
એક દિવસથી અંધિક રજભાવ કષાય રાખે તો સાધુત્વ રહેતું નથી. ૧૫ દિવસથી અધિક રાખે તો શ્રાવકપણું રહેતું નથી અને એક વર્ષથી અધિક રાખે તો સમકિત અથવા ધર્મીપણું પણ રહેતું નથી.
૨૪૮
Jain Education International
d
For Private & Personal Use Only
www.jainelibrary.org