________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ભક્તિયુક્ત વંદન કરવું જોઈએ. કારણ વિના, લાપરવાહીથી, વેઠની જેમ વંદન કરવું અનુચિત છે. એવી નકલ કરવી પણ અનુચિત છે. વિનય ભક્તિ માટે, નિર્જરા માટે કરવામાં આવતું વંદન ભાવયુક્ત અને વિધિ સહિત જ થવું જોઈએ. જેમાં ત્રણ આવર્તન અને પંચાંગ નમન આવશ્યક છે અને અંતમાં મસ્થળ વામિ બોલતી વખતે મસ્તક જમીન સુધી અવશ્ય નમાવવું જોઈએ.
વંદનાના ૩ર દોષ કહેવાયા છે. જેની જાણકારી કરીને યોગ્ય વંદન કરવું જોઈએ.
(૪૫) પ્રશ્ન :– પહેલો આવશ્યક પૂરો થયો બીજા આવશ્યકની આજ્ઞા છે. આવી રીતે બીજો આવશ્યક પૂરો થયો ત્રીજા આવશ્યકની આજ્ઞા છે. ઇત્યાદિ બોલવું જોઈએ?
ર૪
જવાબ :- આવશ્યક સૂત્રના અધ્યયન ૬ છે. તેના નામ ‘સામાયિક’ આદિ છે. પ્રતિક્રમણ કરવાની વિધિમાં તે અઘ્યયનોના નામ બોલવાની કોઈ આવશ્યકતા નથી. અધ્યયનોમાં આવેલ પાઠ અને તેનો ક્રમ અલગ છે અને પ્રતિક્રમણની વિધિમાં તેને જુદા ક્રમથી એક અથવા અનેકવાર બોલવામાં આવે છે. એટલે “અમુક આવશ્યક પૂરો થયો, અમુકની આજ્ઞા' એવું બોલવું યોગ્ય નથી. એવું બોલવાનું કોઈ પ્રાચીન પ્રમાણ પણ નથી.
પ્રથમ આવશ્યક અધ્યયનમાં ‘સામાયિક’નો પાઠ છે. જે ત્રણવાર બોલાય છે. બીજા આવશ્યક અધ્યયનમાં લોગસ્સનો પાઠ છે, તે પ્રત્યેક કાઉસ્સગ્ગની પછી બોલવામાં આવે છે. ત્રીજા આવશ્યક અધ્યયનમાં રૂચ્છામિ વમાસમોનો પાઠ છે તે પણ કુલ (૬) વાર અને ત્રણ સ્થળ પર બોલવામાં આવે છે. ચોથા આવશ્યકમાં વ્રત આદિ અથવા અતિચારોના પાઠ છે. તેને લોગસ્સ, ફ્ન્છામિ ઘમાસમળો રૂપ બીજા ત્રીજા આવશ્યકની પહેલા જ કાઉસ્સગ્ગમાં તથા તેના પછી પ્રગટમાં બોલાય છે. ‘ગમનાગમન અતિચાર' અને સમુચ્ચય અતિચારનો પાઠ ‘ઇચ્છામિ ઠામિ' પણ ચોથા આવશ્યક અધ્યયનમાં હોવા છતાં પણ કાઉસ્સગ્ગ પહેલાં અને પછી ત્રણવાર બોલાય છે. એટલે આવશ્યક સૂત્રના અધ્યયનોનું નામ અથવા ક્રમ પ્રતિક્રમણ વિધિમાં બોલવું બરાબર નથી અને
એટલા માટે પ્રતિક્રમણની આજ્ઞા લીધા પછી ફરી ફરી આજ્ઞા લેવી બરાબર નથી. વિધિની વચમાં વિનયની આવશ્યકતામાં ‘ઇચ્છામિ ખમાસમણો’ ઉત્કૃષ્ટ ગુરુવંદનાનો પાઠ બે બે વાર ત્રણ સ્થળ પર બોલાય છે. એટલે તેના સિવાય અન્ય વંદન અને આજ્ઞા નિષ્પ્રયોજન થાય છે. પ્રતિક્રમણના પ્રારંભમાં શાસનપતિની આજ્ઞા અને અંતમાં સમુચ્ચય ગુરુ વંદન પર્યાપ્ત થાય છે. (૪૬) પ્રશ્ન :– ત્રીજા વ્રતના અતિચાર કેમ સમજવા ? જવાબ :- ચોરીની વસ્તુ ખરીદવામાં મોટી ચોરીની વસ્તુ સમજવી. અર્થાત્
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International