________________
૨૪૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત
એમાં હિ સહિ, મુટ્ટિ સહિયે બે શબ્દો વ્યાખ્યા ગ્રંથોમાંથી લઈને જોડવામાં આવ્યા છે. જે પ રિણિયેની સમાનતાવાળા છે. આમ તે ત્રણે સંકેત પચ્ચખાણ ગણવામાં આવે છે. અર્થાત્ ૧. ગાંઠ ન ખોલે ત્યાં સુધી પચ્ચકખાણ ૨. મુનિખોલે ત્યાં સુધી પચ્ચખાણ ૩. નવકાર મંત્ર ન ગણે ત્યાં સુધી પચ્ચખાણ; સાંકેતિક પચ્ચકખાણ હોવાથી એમાં સર્વ સમાધિ પ્રત્યાયિક આગાર નથી. કારણ કે નિર્દિષ્ટ સંકેતથી જ્યારે ઇચ્છે ત્યારે પચ્ચકખાણ સમાપ્ત કરી શકાય છે. એટલા માટે સર્વ સમાધિ પ્રત્યયિક આગારની આવશ્યકતા હોતી નથી.
સર્વ સમાધિ પ્રત્યયિક આગાર અધ્ધા પ્રત્યાખ્યાનમાં આવશ્યક હોય છે. કારણ કે તેમાં પચ્ચખાણની સાથે કાળ મર્યાદા હોય છે અને તે કાળ સમાપ્તિના ઘણા સમય પહેલાં જ કોઈ શારીરિક વિકટ પરિસ્થિતિ ઉભી થઈ જાય ત્યારે સર્વ સમાધિ પ્રત્યયિક આગારના આધારથી તે પચ્ચકખાણનો સમય પૂરો થતાં પહેલાં જ સમાપ્ત કરી શકાય છે.(પાળી શકાય છે)
વર્તમાનમાં નમુવાર સહિ પચ્ચખાણને પણ ૪૮ મીનિટના સમય નિર્ધારણ સાથે અદ્ધા પ્રત્યાખ્યાન કરવામાં આવ્યું છે. પરંતુ તેના પચ્ચખાણ પાઠમાં પરિવર્તન કરવામાં આવ્યું નથી, આ બરોબર નથી. પ્રચલિત પરંપરાને યોગ્ય જ પચ્ચખાણનો પાઠ હોવો જોઈએ.
- પ્રશ્નગત વિહિયે આદિપાઠની જગ્યા એ આગમમાં ઉપલબ્ધ નમુક્ષાર સદિય વગેરેના પાઠથી પચ્ચકખાણ કરવા વિશેષ યોગ્ય અને શાસ્ત્ર સંગત છે. કારણ કે એવા મિશ્ર પાઠથી આગારોનું સત્ય ઉચ્ચારણ થઈ શકતું નથી. એટલા માટે અધિકતમ જૈન સાધુઓમાં આજે પણ નમુક્કાર સહિયંના પાઠથી પચ્ચખાણ કરાવવામાં આવે છે. તદનુસાર દરેક શ્રમણ-શ્રમણોપાસકે પણ સામુહિક રૂપમાં મુwારસદનું પચ્ચખાણ જ કરવું જોઈએ.
કેટલાક સાધુ શ્રાવક આ કિસહિત્યના પાઠથી પચ્ચખાણની પરંપરા પાળતાં છતાં કોઈપણ પચ્ચખાણ ધારતા નથી અને કરતા પણ નથી; ફક્ત પાઠનું ઉચ્ચારણ શ્રવણ કરીને જ સંતોષ માની લ્ય છે. આ પ્રકારની ઉપેક્ષા ઘણી જ અનુચિત છે. એવી ઉપેક્ષા કરનારાએ સ્વતઃ પોતાનો સુધારો કરવો જોઈએ અને ઓછામાં ઓછું નમુવાહિનું પચ્ચખાણ તો અવશ્ય કરવું જોઈએ. (૩૮) પ્રશ્ન :- બંને સમય પ્રતિક્રમણમાં મુક્યારસંહિના પચ્ચકખાણ કરવાથી એક જ પચ્ચકખાણ બે વાર કરવા પડશે? જવાબ – આગમિક અર્થવાળા નમુક્કાર સહિયંના પચ્ચકખાણ કરવા હોય તો સાંજે એક નવકારના અને સવારે પાંચ નવકાર ગણવાના પચ્ચકખાણ ધારણ કરી શકાય છે. પરંપરા રૂઢ અર્થવાળા મુરહિયેના પચ્ચખાણ કરવા હોય તો સાંજે નમુક્કાર સહિયં પચ્ચકખાણ ૪૮ મીનિટની અપેક્ષાએ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org