________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪
૪૧
રહેવું જોઈએ. આ શ્રાવકનું શિક્ષા વ્રત છે. એની સંખ્યાની ગણતરી કરવી પણ સામાન્ય સાધકોને પ્રેરણાને કારણે પ્રચલિત છે, એમ સમજવું જોઈએ. આગમોમાં શ્રાવકોના પૌષધની ગણતરી તો બતાવી છે. પરંતુ સામાયિકની ગણતરી કોઈપણ શ્રાવકની બતાવી નથી.
પરંપરામાં ૪૮ મીનિટની એક સામાયિકના પરિમાણથી સામાયિકની ગણતરી કરવાની પરંપરા છે. અધિકતમ સાધકોને પોતાની ક્રિયાની ગણતરી કરવાથી સાધનામાં પ્રેરણાની વૃદ્ધિ થાય છે અને ઉત્સાહ વૃદ્ધિ થતી રહે છે. આ અપેક્ષાથી હાનિ લાભના વિચારથી સામાયિકનો હિસાબ રાખવો, ગણતરી કરવી લાભપ્રદ છે. આ પ્રસંગથી એક સાથે અનેક સામાયિક કરીને તેની ગણતરી કરવાની પ્રવૃતિ કરી શકાય છે. તે પ્રવૃત્તિની વ્યવસ્થામાં ક્યારેક એક સામાયિક લીધા પછી તેમાં અનેક સામાયિક જોડાઈ જાય છે, જે ૪૮ મીનિટના હિસાબથી ગણતરી કરવામાં આવે છે.
આ પ્રવૃતિની વ્યવસ્થામાં આગામી સામાયિક ગમે ત્યારે લઈ શકાય છે. જેમ એક સામાયિક લીધી અને જ્ઞાન ધ્યાન આદિમાં ૨-૩ કલાક પસાર થઈ ગયા તો યાદ આવવાથી પહેલાના સમયનો હિસાબ લગાવીને આગળની સામાયિક લઈ શકાય છે.
વહેવારિક વિવેક માટે એટલું ધ્યાન તો અવશ્ય રાખવું જોઈએ કે આગળ ની સામાયિકના પચ્ચખાણ લેતાં જ સામાયિક પાળવાનો પ્રારંભ ન કરી દેવો જોઈએ. અર્થાત્ સમય પૂરો થઈ ગયો હોય તો પણ નવા પચ્ચકખાણ પછી ૫૧૦ મીનિટ ધર્મ ધ્યાનમાં સમય વ્યતીત કરીને પછી જ સામાયિક પાળવી જોઈએ. (૩) પ્રશ્ન :- પ્રતિક્રમણ સમાપ્તિનો જે ઉપસંહાર પાઠ પચ્ચકખાણના પછી બોલાય છે. તે પૂર્ણ યોગ્ય અને આગમોક્ત છે? જવાબ :- આ પાઠ મૂળ આવશ્યક આગમમાં નથી અને વ્યાખ્યામાં પણ નથી. પછીનું ઘણું સંપાદિત-સંકલિત છે. એમાં અનાવશ્યક અને અસંગત હોવા જેવો આભાસ થાય છે. એટલે જેટલું આવશ્યક હોય તેટલો જ વિચાર કરીને બોલવું જોઈએ. સાથે જ અનુયોગદ્વાર સૂત્રમાં ભાવ આવશ્યક વિચારણામાં આપેલ પાઠનું અહીં સંકલન સંપાદન કરવું આવશ્યક છે, તે નથી બોલાતું. જેને બોલવું ઘણું જ જરૂરી છે. પ્રસ્તુત પુસ્તકમાં આ વિચારણાયુક્ત પાઠનું સંપાદન પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તેને જોઈ લેવું જોઈએ. (૩૭) પ્રશ્ન :- હિસ્સહ પચ્ચખ્ખાણનો પાઠ સૂત્રમાં ક્યાં છે? જવાબ:- આવશ્યક સૂત્રમાં મુશરહિયે આદિ દશ પચ્ચખ્ખાણનો પાઠ છે. પરંતુ આ પાઠ મૂળ આવશ્યક સૂત્રમાં નથી. આ સંકલિત સંપાદિત પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org