SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪ ૨૩૯ (૩૨) પ્રશ્ન :- રૂછામિ જ મતે પ્રતિક્રમણનો પ્રથમ પાઠ છે, આ મૌલિક આવશ્યક સૂત્રમાં છે? જવાબ – આ પાઠ પ્રતિક્રમણની આજ્ઞા લેવાની વિધિરૂપ છે. સંપાદિત કરાયેલો પાઠ છે, મૂળમાં નથી. (૩૩) પ્રશ્ન :- પ્રતિક્રમણમાં અતિચારના પાઠોમાં આવતાં જાણવા યોગ્ય છે પણ આચરણ કરવા યોગ્ય નથી, આ શબ્દોનો શો હેત છે ? શું તે અતિચારોનું આચરણ કરનારો શ્રાવક કે સાધુની કોટીમાં નહીં ગણાય? જવાબ :- પ્રતિક્રમણમાં પ્રયુક્ત ઉપરોક્ત શબ્દ આદર્શ શિક્ષા રૂપ છે. તેને એકાંતિક આગ્રહમાં ન લેવા જોઈએ. અર્થાત્ વ્રતધારીઓના વ્રતોની શોભા અથવા પરિપુષ્ટિ માટે તે સાવધાની, શિક્ષા, પ્રેરણા છે. તેનું યથાવત્ ધ્યાન રાખવાથી વ્રત પુષ્ટ થાય છે અને વ્રતધારી આદર્શ સ્થાનને પ્રાપ્ત કરે છે. આ શિક્ષાનું પાલન ન થવાથી વ્રતોની પરિપુષ્ટિમાં ઉણપ આવે છે; સાધક આદર્શ કક્ષાથી સામાન્ય કક્ષામાં પહોંચે છે. એટલે કે તેના વ્રતોમાં કિંચિત્ અતિચરણ પણ થાય છે. આ પ્રકારે આ વાક્યોનો આશય સમજવો જોઈએ પરંતુ તેને સાધનાથી અર્થાત્ શ્રાવકપણાથી રહિત કહી શકાતા નથી. જેમ કે ૧૫ કર્માદાન વ્યાપાર ધંધા છોડવા યોગ્ય છે, છતાં પણ આગમોક્ત કેટલાક શ્રમણોપાસકો તે વેપાર ધંધા છોડી શક્યા નહોતા. બંધ અને વધુ પ્રથમ વ્રતમાં આચરણ કરવા યોગ્ય નથી તોપણ કેટલાક શ્રમણોપાસક રાજા આદિ યુદ્ધમાં શસ્ત્ર પ્રયોગ કરતા જ હતા. આવી રીતે સંયમ સાધકના વિષયમાં પણ આદર્શ ગણો માટે સમજી લેવું જોઈએ. સાધુને રર પરીષહ જીતવાની ધ્રુવ આજ્ઞા, આદર્શ પ્રેરણા છે. છતાં પણ રોગ પરિષહ સહન ન થવાથી, ઔષધ ઉપચાર કરવા અને કરાવનારાને શાસ્ત્રમાં અસાધુ મનાયા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ર માં ઔષધ ઉપચાર ન લેવામાં જ સાચું સાધુપણું કહ્યું છે, તો પણ આ આદર્શ શિક્ષા વાક્ય છે. તેને એકાંતમાં લેવાતું નથી. જે ઔષધ ઉપચારનું સેવન કરે તેનું સાધુપણું સાચું નથી, તો ખોટું સાધુપણું છે એમ પણ કહી શકાતું નથી. મેલ પરીષહ જીવન પર્યત સહન કરવાનો સૂત્રમાં આદેશ હોવા છતાં પણ પ્રક્ષાલન પ્રવૃત્તિ કરનારાને બકુશ નિગ્રંથ દરજ્જામાં ભગવતી સૂત્રમાં માનવામાં આવ્યા છે અને દશવૈકાલિક અધ્યયન-૪ માં પ્રક્ષાલન પ્રવૃત્તિમાં પડનારાની સદ્ગતિ થવી જ દુર્લભ-કઠણ બતાવી છે. આવી રીતે આગમ વાક્યોને અપેક્ષા સાથે સમજવા જોઈએ, એકાંતિક સમજવા ન જોઈએ. (૩૪) પ્રશ્ન :- ૧૦મા વ્રત અને ૧૧મા વ્રતમાં શું અંતર છે? અને ૧૦માનું પૌષધ અને ૧૧માનું પૌષધ શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy