________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
તેમાં તો સુપાત્ર દાન દેવાનો નિયમ છે. જે ત્રણ કરણ ત્રણ યોગોની સંપૂર્તિની સાથે આપવો જોઈએ. ત્યારે શ્રેષ્ઠ દાન થાય છે.
૨૩૮
(૩૦) પ્રશ્ન ઃ– પ્રતિક્રમણમાં ખામણા-ભાવવંદના કેવી રીતે અને કેમ ? જવાબ :– પ્રતિક્રમણનો(મુખ્ય) ઉદ્દેશ તો વ્રત પચ્ચક્ખાણોની શુદ્ધિ કરવાનો છે; દિવસમાં થયેલા અતિચારો(દોષો)નું ચિંતન, સ્વદોષ દર્શન અને તેનુ પરિશોધન કરવાનું છે. આત્માના કષાય પરિણામોનું પરિવર્તન સમભાવમાં કરવાનું છે. આ મુખ્ય ઉદ્દેશથી જ મૌલિક પ્રતિક્રમણના પાઠો આવશ્યક સૂત્રમાં ઉપલબ્ધ છે. તેનાથી પ્રતિક્રમણનું પૂર્ણ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. તો પણ ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં અને ૨મા અધ્યયનમાં પ્રતિક્રમણ પૂર્ણ થતાં અર્થાત્ પચ્ચક્ખાણ થઈ ગયા પછી સ્તવ સ્તુતિ મંગલ કરવાનો પણ નિર્દેશ છે અને તેનું પણ મહત્વ પ્રતિક્રમણ સાથે રાખવામાં આવ્યું છે.
તે બંને સૂત્ર સ્થળોના નિર્દેશ અનુસાર પાંચ પદોની ભાવવંદના કે ખામણા આદિ ગુણગ્રામ વગેરે પચ્ચક્ખાણ કર્યા પછી કરવા તે બરાબર છે. પરંતુ પરંપરામાં પ્રતિક્રમણની વચમાં આ સ્તુતિ ગુણ ગ્રામના પાઠોએ સ્થાન લઈ લીધું છે. એ આગમ સમ્મત નથી. આ બધી સ્તુતિ, ગુણગ્રામ આદિ પચ્ચક્ખાણ પછી કરવા જ આગમ સંમત છે પરંતુ વચમાં પ્રવેશ થઈ જવાથી પ્રતિક્રમણનો અધિક સમય એમાં જ લાગી જાય છે; તેથી અતિચાર ચિંતન, સ્વદોષ દર્શન, આત્મ શુદ્ધિનો ઉપક્રમ, ઓછો કરી દેવામાં આવે છે, ગૌણ કરી દેવામાં આવે છે, તેમાં રસ ઓછો લેવામાં આવે છે; સ્તુતિ ભક્તિના રસમાં જ અધિકતમ પ્રતિક્રમણનો સમય વ્યતીત કરી દેવામાં આવે છે.
જોકે પ્રતિક્રમણનો મુખ્ય ઉદ્દેશ ભક્તિ રસનો આનંદ લેવાનો નથી પરંતુ સ્વદોષ દર્શન અને આત્મ પરિણામ વિશુદ્ધિ કરવાનો અને કષાયોપશાંતિ કરવાનો છે. માટે આ સ્તુતિ ગુણગ્રામ રૂપ પાંચ પદોની ભાવ વંદનાનો ખામણાનો નિષેધ કરવાની અપેક્ષાએ તેનું સ્થાન પરિવર્તન કરવાથી આગમ સંમત સ્થાનમાં અર્થાત્ પ્રતિક્રમણના પચ્ચખ્ખાણ કર્યાની પછી હોવું જોઈએ.
(૩૧) પ્રશ્ન :– મહાવ્રત સમિતિ-ગુપ્તિના ભાષાપાઠ આગમ સંમત છે ? જવાબ :- પ્રચલિત શ્રમણ પ્રતિક્રમણમાં ગુજરાતીના સંપાદિત મહાવ્રત, સમિતિ, ગુપ્તિના પાઠ છે. તેમાં પણ કોઈ-કોઈ સ્થળ સંશોધન યોગ્ય છે અર્થાત્ આગમથી કેટલુંક અન્યથા પણ છે. તેના માટે આચારાંગ સૂત્ર અને પ્રશ્નવ્યાકરણ સૂત્રગત મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને ૨૫ ભાવનાઓનું અધ્યયન કરવું જોઈએ. પ્રસ્તુત પુસ્તકમાં તે ગુજરાતી પાઠોનું સંશોધન કરીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિદ્વાન પાઠક ધ્યાન રાખવાથી સમજી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૪માં પણ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org