________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪
સંપૂર્ણ લોકમાં કુલ મળીને ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર એક સાથે હોઈ શકે છે. પાંચ ભરતના પાંચ અને પાંચ ઐરવતના પાંચ અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના ૧૬૦ અર્થાત્ પ+૫+૧૬૦ = ૧૭૦ થઈ શકે છે અને જઘન્ય વીસ તો સદા હોય છે. અત્યારે ભરતક્ષેત્રમાં કોઈ અરિહંત નથી. મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીર્થંકરો અત્યારે વિચરી રહ્યાં છે.
(૫) પ્રશ્ન :– સિદ્ધ ભગવાન, ક્યાં ક્યારે ને કેટલા હોય છે ?
જવાબ :- સિદ્ધ ભગવાન અનંત છે, સદા અનંતા રહે છે. ઉર્ધ્વલોકમાં દેવલોકની ઉપર લોકના આખરી કિનારે સિદ્ધશિલા છે. તેથી પણ ઉપર લોકાગ્ર ભાગમાં અનંત સિદ્ધ ભગવાન બિરાજમાન છે. તેમને જન્મ મરણ ન હોવાથી, તેઓ આત્મ સ્વરૂપમાં સદાને માટે ત્યાં સ્થિર છે. મનુષ્ય જ કર્મોનો સંપૂર્ણ નાશ કરી સિદ્ધ બને છે. અત્યારે આપણા ભરત ક્ષેત્રમાંથી કોઈસિદ્ધ થઈ શકતું નથી. મહાવિદેહ ક્ષેત્રમાંથી અત્યારે પણ મનુષ્ય કર્મ ક્ષય કરી સિદ્ધ બને છે. પ્રશ્ન :- આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ક્યાં, ક્યારે અને કેટલા હોય છે ? જવાબ :– મનુષ્ય ક્ષેત્રની ૧૫ કર્મભૂમિમાં હોય છે. જ્યારે જ્યાં અનેક સાધુ સાધ્વી હોય છે ત્યારે ત્યાં તેના આચાર્ય-ઉપાધ્યાય પણ હોય છે. ગચ્છ અત્યંત વિશાળ(મોટો) હોય તો વ્યવસ્થા સંભાળવા માટે પ્રવર્તક, સ્થવિર, ગણધર, ગણિ, ગણાવછેદક આદિ પદવીધર બનાવી શકાય છે. ઉપાધ્યાય એક અથવા અનેક પણ આવશ્યકતાનુસાર થઈ શકે છે. ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં ત્રીજા, ચોથા આરામાં અને ક્યારેક પાંચમા આરામાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ હોય છે તથા મહાવિદેહ ક્ષેત્રમાં સદા શાશ્વત રહે છે. સાધુઓની સંખ્યા સર્વત્ર મળીને ઓછામાં ઓછી પણ અનેક હજાર કરોડ હોય છે અને અધિકમાં અધિક પણ અનેક હજાર કરોડ હોય છે. તદ્નુસાર આચાર્ય, ઉપાધ્યાય પણ અનુમાનથી હજારો લાખોમાં સમજી લેવા જોઈએ. ‘અનેક’ માં બે કે નવનો સમાવેશ થઈ જાય છે. (5) પ્રશ્ન :- શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અધિક હોય છે કે સંયમમાં દોષ લગાડનારાની સંખ્યા અધિક હોય છે ?
૨૨૦
જવાબ :- સંપૂર્ણ લોકની અપેક્ષાએ શુદ્ધ સંયમ પાળનારાની સંખ્યા અધિક હોય છે. અર્થાત્ લોકમાં શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અનેક હજાર કરોડ હોય છે અને દોષ લગાડનારાની સંખ્યા અનેક સો કરોડ હોય છે. મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા સાધુ પણ મહાવિદેહ ક્ષેત્રમાં સદા શાશ્વત અનેક સો કરોડ તો હોય જ છે. ભરતક્ષેત્રમાં તો ક્યારેક સાધુ હોય છે અને ક્યારેક હોતા નથી, ક્યારેક ૫૦-૧૦૦ પણ હોય છે, ક્યારેક લાખો પણ હોય છે, ક્યારેક દોષ લગાડનારા વધુ થઈ જાય છે તો ક્યારેક શુદ્ધ સંયમ પાલન કરનારા વધુ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org