________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪
ઉપાધ્યાય, સાધુ એ ત્રણ આપણા પૂજ્ય ગુરુ ભગવંત છે. (૩) પ્રશ્ન :– ગુરુ એક હોય કે અનેક ?
જવાબ ઃ- લોકમાં જેટલા પણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે, જે ભગવાનની આજ્ઞાનુસાર વિચરે છે, તેઓ બધા સાધુ સાધ્વી ગુરુ પદમાં ગણાય છે. પ્રશ્ન :- શાસ્ત્રમાં એવું ક્યાં બતાવ્યું છે ?
જવાબ :- અરિહંતો મહલેવો, બાવનીવ સુપ્તાજૂનો ગુરુનો આ પાઠમાં બતાવ્યું છે. પ્રશ્ન :– સાધુઓના ગુરુ એક જ હોય છે ? જવાબ ઃ– સાધુ જેની પાસે દીક્ષા ગ્રહણ કરે છે, તે એક જ દીક્ષા દેનારા તેના ધર્મ ગુરુ ધર્માચાર્ય કહેવાય છે. આ એક અપેક્ષા છે. આ અપેક્ષાથી તો તીર્થંકર અરિહંત દેવ પણ ગૌતમસ્વામી આદિ શ્રમણોના ધર્મગુરુ ધર્માચાર્ય દીક્ષાગુરુ જ હોય છે. પરંતુ સમ્યક્ત્વ પ્રતિજ્ઞામાં બધા અરિહંત, સિદ્ધ ભગવંત આરાધ્ય દેવ કહેવાય છે અને બધા સાધુ સાધ્વી ગુરુ પદમાં હોય છે. (૪) પ્રશ્ન :– ધર્મગુરુ, ધર્માચાર્ય કોને કહે છે ?
પ
કર્યો
જવાબ :- જેણે અધર્મીમાંથી ધર્મી બનાવ્યા, ધર્મવિમુખને ધર્મ સન્મુખ એવા પોતાના પ્રથમ ઉપકારીને ધર્મગુરુ, ધર્માચાર્ય કહેવાય છે તથા દીક્ષાદાતા ગુરુને પણ ધર્મગુરુ ધર્માચાર્ય કહેવાય છે કારણ કે તેઓ તો પરમોપકારી હોય છે. એટલે તીર્થંકર ભગવાન કે આચાર્ય કે સાધારણ સાધુ અથવા શ્રાવક કોઈપણ પ્રથમ ઉપકારીને ધર્મગુરુ ધર્માચાર્ય કહી શકાય છે.
પ્રશ્ન :- અરિહંત ભગવાન મોટા કે સિદ્ધ ભગવાન ?
જવાબ :– સિદ્ધ ભગવાન મોટા છે. અરિહંત પણ તેને નમસ્કાર કરે છે. પ્રશ્ન :– નમસ્કાર મંત્રમાં પહેલા અરિહંતને નમસ્કાર કેમ કરાય છે ? જવાબ :- સિદ્ધ ભગવાન નિરાકાર સ્વરૂપ છે. તેની ઓળખાણ પણ અરિહંત કરાવે છે. તે જ ધર્મનો માર્ગ પ્રકટ કરે છે એટલે પ્રત્યક્ષ ઉપકારી હોવાથી અરિહંત તીર્થંકરને પ્રથમ પદમાં નમસ્કાર કર્યા છે.
પ્રશ્ન :– આચાર્ય પાંચમા પદવાળા સાધુઓને નમસ્કાર કરે છે ? જવાબ :- પ્રથમ પદવાળા અરિહંત પોતાનાથી મોટા બીજા પદવાળા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. તેવી રીતે સંયમ પર્યાયમાં પોતાનાથી મોટા સાધુઓને અને પોતાના ગુરુને આચાર્ય પણ વંદન કરે છે. દેશનો પ્રધાનમંત્રી અથવા ચક્રવર્તી, વાસુદેવ પણ પોતાના માતા પિતા, મોટા ભાઈને પ્રણામ કરે જ છે. પ્રશ્ન :- સિદ્ધ ભગવાનના ગુણ કેટલા હોય છે ?
જવાબ :- સિદ્ધ ભગવાન આત્માના સર્વગુણોથી સંપન્ન હોય છે તથા આઠ કર્મના ક્ષય થવાથી તેમનામાં તત્ સંબંધી મુખ્ય ૩૧ ગુણો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org