________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-ર
૨૫ મિથ્યાત્વનો પાઠ :
ખોટી માન્યતા, અશુદ્ધ સમજ, અશુદ્ધ શ્રદ્ધાના આ ૨૫ પ્રકાર જાણવા યોગ્ય અને છોડવા યોગ્ય છે. જેમ કે ૧. જિનેશ્વર કથિત જીવને અજીવ માનવા ર. અજીવને જીવ માનવા ૩. ધર્મ કૃત્યને અધર્મ માનવો ૪. અધર્મને ધર્મ માનવો ૫. પાંચ મહાવ્રત પાલન કરનાર સાધુને સાધુ ન માનવા ૬. પાંચ મહાવ્રત પાલન ન કરનારા અસાધુને સાધુ માનવા ૭. મોક્ષ માર્ગને સંસાર માર્ગ માનવો ૮. સંસાર માર્ચને મોક્ષ માર્ગ માનવો ૯. મુક્ત થયેલા જીવોને અમુક્ત (મોક્ષ નહીં ગયેલ) માનવા ૧૦. મોક્ષ ન ગયેલા જીવોને મુક્ત માનવા ૧૧. આગ્રહ યુક્ત ખોટી સમજ ૧૨. સામાન્ય રૂપ ખોટી સમજ ૧૩. સંશય યુક્ત સમજ ૧૪. જાણી સમજીને ખોટાંને સાચું માનવા મનાવવાનો આગ્રહ ૧૫. અનાભોગ, ભોળ પણું, અજ્ઞાનદશા, વિકાસરહિત અવસ્થા ૧૬. લોકપ્રચારની ખોટી સમજ પ્રવૃતિ ૧૭. પરલોક સંબંધી ખોટી સમજ પ્રવૃતિ ૧૮. અન્ય મત સંબંધી માન્યતા ૧૯-૨૧. જિન પ્રવચન સિદ્ધાંતથી ઓછું, અધિક અથવા વિપરીત માનવું ૨૨. ક્રિયાઆચારની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ર૩. જ્ઞાન અઘ્યયનના પ્રતિ ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૪. વિનય ભાવની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર અથવા શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના પ્રત્યે અવિનયભાવ અને અવિનય વૃતિ ૨૫. શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના અનાદર, અવહેલના આશાતના ભાવ એવં વૃત્તિ.
૨૧૫
આ ૨૫ મિથ્યાત્વનો હું ત્યાગ કરું છું. અજ્ઞાનતા એવં અવિવેકથી અથવા દુઃસંગતથી, આ ૨૫ મિથ્યાત્વમાંથી કોઈ મિથ્યાત્વ ભાવો અથવા મિથ્યાત્વ પ્રવૃત્તિઓનું સેવન થયું હોય તો હું તેનો પશ્ચાત્તાપ કરું છું, ત્યાગ કરું છું, તેનાથી લાગેલું મારું તે પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ). ક્ષમાપના પાઠ(સમભાવ ચિંતનઃ કાયોત્સર્ગમાં) :વામેમિ સબ્ને નીવા, સવ્વ ગૌવા, વમતુ મે । मत्ती मे सव्व भूअसु, वेरं मज्झं न केणइ ॥
જે જીવોએ મારી સાથે ખોટો વ્યવહાર કર્યો હોય અને તેનાથી મને નારાજી થઈ હોય તો હવે હું તેને ક્ષમા કરી, તેના પ્રત્યેની નારાજી દૂર કરી મૈત્રી ભાવ સ્થાપિત કરું છું. જગતમાં કોઈ જીવ મારો શત્રુ નથી, પોતાના કરેલા કર્મથી જ સુખ દુઃખ થાય છે. એટલે મારે કોઈની પ્રત્યે વૈરભાવ નથી, બધા જીવો સાથે મૈત્રી ભાવ છે.
મેં જાણતાં અજાણતાં કોઈ જીવની સાથે ખોટો વ્યવહાર કર્યો હોય, કોઈને કષ્ટ પહોંચાડ્યું હોય તો હું મારા અપરાધની, તેમની પાસે ભગવાનની સાક્ષીએ ક્ષમાયાચના કરું છું. તે જીવો મને ક્ષમા પ્રદાન કરે. ત્યારપછી જે જે વ્યક્તિ, શ્રાવક, શ્રાવિકા, શિથિલાચારી, સહચારી, સાધુ સાધ્વીની સાથે પ્રત્યક્ષ અથવા
જીવ,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International