________________
અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-ર
વિવેકની સાથે યોગ્ય સ્થાનમાં પરઠવા. વડીનીત પરઠવા યોગ્ય ભૂમિ ૧૦ બોલ (ગુણ) યુક્ત હોય અથવા તેવા સ્થાન પર જ શૌચ નિવૃત્તિના માટે બેસવું. શૌચ નિવૃતિની અન્ય પણ આગમોક્ત વિધિઓનું પૂર્ણ પાલન કરવું; કફ વગેરે પરઠવામાં પણ પૂર્ણ વિવેક અને યતનાભાવ રાખવો, કોઈપણ પદાર્થને પરઠ્યા પછી તેને વોસિરાવવો અથવા વોસિરે-વોસિરે કહેવુ. વડીનીત જઈને આવ્યા પછી ઇરિયાવહિનો કાઉસગ્ગ કરવો. પરઠવામાં ત્રસ, સ્થાવર, જીવોની વિરાધના ન થાય, તેનો પૂરો વિવેક રાખવો. એવી પારિષ્ઠાપનિકા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
૨૧૩
મન ગુપ્તિ == મનમાં સંકલ્પ વિકલ્પ આદિ વિશેષ કરવા નહીં. શાંત પ્રસન્ન મને રહેવું. એવી મન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
વચન ગુપ્તિ :– વિકથા આદિ ન કરતાં, અધિકતમ મૌન વૃત્તિથી રહેવું, આવી વચન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. કાય ગુપ્તિ :- હાથ, પગ, માથું તેમજ સમસ્ત શરીરને નિષ્પ્રયોજન હલાવવા નહીં. અવિવેકથી હલાવવા નહીં. હાથ પગ આદિને પૂરા સંયમિત રાખતાં પ્રત્યેક પ્રવૃતિ કરવી. જીવ જંતુને જોઈને, પોંજીને પછી જ ખંજવાળવું, ભીંત આદિનો સહારો લેવો, હાથ પગને પસારવા, ભેગા કરવા, સૂવું, પડખું ફેરવવું આદિ પણ વિવેકપૂર્વક કરવા; ઇત્યાદિ કાયા ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
સમુચ્ચય પાઠ :- મૂળગુણ સમિતિ ગુપ્તિ યુક્ત પાંચ મહાવ્રત અને ઉત્તરગુણમાં અન્ય નિયમ, પચ્ચક્ખાણ, તપ, સ્વાધ્યાય, ધ્યાન યોગ આદિ છે, એના વિષયમાં જે કોઈ અવિવેકથી પ્રવર્તન પ્રરૂપણા થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. સંલેખના-સંથારાઃ
=
હે ભગવાન હું જીવનના અંતિમ સમયમાં પોતાના ધાર્મિક જીવનની આરાધના માટે સંલેખના કરૂં છું. એવં મૃત્યુને બિલકુલ નજીક આવેલું જાણીને સંથારો ગ્રહણ કરું છું.
પૌષધશાળાનું પ્રતિલેખન પ્રમાર્જન કરીને અને તેની આસપાસ નજીકમાં મળમૂત્ર પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરીને, ઘાસ આદિનો સંથારો પાથરીને, ગમનાગમનનું પ્રતિક્રમણ(ઇરિયાવહિ) કરીને ઘાસના સંથારા પર સુખાસનથી બેસું છું.
બંને હાથ જોડી, મસ્તકની પાસે અંજલી કરીને, પહેલાં સિદ્ધ સ્તુતિથી સિદ્ધ ભગવાનને અને બીજી વાર સિદ્ધ સ્તુતિથી મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન અરિહંત ભગવાન—તીર્થંકરને નમસ્કાર કરું છું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org