________________
૨૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
કાયોત્સર્ગમાં એમનું હું અવલોકન કરું છું. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિના પાઠઃઈર્યાસમિતિ:- શાંતિથી ચાલવું, નીચે જોઈને ચાલવું, એકાગ્રચિતે ચાલવું. છકાય જીવોની રક્ષાના વિવેકથી ચાલવું. ચાલતાં ચાલતાં કોઈ સાથે વાતો ન કરવી. રાત્રિમાં પોંજીને ચાલવું (પ્રÍજન કરીને), બહુ જીવ દેખાય તો દિવસે પણ પોંજીને ચાલવું. ક્યાંય અંધારૂં હોય તો દિવસે પણ પોંજીને ચાલવું. ચાલતી વખતે શબ્દ રૂપ આદિ ભાવોમાં આસક્ત ન થવું અને સ્વાધ્યાય, અનુપ્રેક્ષા આદિ પણ કરવાં નહીં. એવી ઈર્ષા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ભાષા સમિતિ :- કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, રહસ્ય વચન, સાવધ વચન, નિશ્ચયકારી વચન, અતિશયોક્તિ યુક્ત વચન બોલવા નહીં. ગપ્પા લગાવવાં નહીં. પરસ્પર નિરર્થક, નિપ્રયોજન વાતો કરવી નહીં અથવા સમય વ્યતીત કરવાને માટે પરસ્પર વિકથા કરવી નહીં. કોઈની નિંદા, હાંસી, તિરસ્કારની વાતો કરવી નહીં. બહુ બોલવું નહીં, તેમજ ઉટપટાંગ (આડુ અવળું ઊંધું-ચત્ત) અથવા વિકૃત ભાષા બોલવી નહીં. એવી બીજી ભાષા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. એષણા સમિતિ :- ગવેષણા અને પરિભોગેષણાની વિધિનું અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું. વિવેક અને વિરક્તિ તથા સત્યનિષ્ઠાની સાથે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાં તેમજ ઉપયોગ કરવો અથવા એષણાના ૪૨ દોષો અને માંડલાના પાંચ દોષોનું સેવન કરવું નહીં. પહેલા પહોરમાં લીધેલા આહાર પાણી ચોથા પહોરમાં રાખવા નહીં. પોતાના સ્થાનથી ચારે તરફ બે ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જવા નહીં. એવી એષણા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. આદાન નિક્ષેપ સમિતિ – ભંડોપકરણ અથવા વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ઠંડા, સોય કાગળ, પુસ્તક આદિ કોઈપણ ઉપકરણ ઉપરથી ફેવું(નાખવું) નહીં, વાંકા વળીને વિવેકપૂર્વક નીચે નમીને ભૂમિ વગેરે ઉપર જોઈને રાખવું. આ પદાર્થોને ઉપાડવા હોય તો પણ શાંતિ અને વિવેકથી યતનાપૂર્વક ઉપાડવા. પોતાની પાસે રાખેલા ઉપકરણોનું સવાર સાંજ વિધિપૂર્વક પ્રતિલેખન કરવું અને તે ઉપકરણો પર મમત્વ મૂછભાવ ન રાખતાં તેનો પૂરો ઉપયોગ કરવો. બિનજરૂરી ઉપકરણોનો સંગ્રહ કરવો નહીં. ખૂબ જરૂરી ઉપકરણો જ લેવા; એવી ચોથી સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પારિષ્ઠાપનિકા સમિતિ:- શરીરના અશુચિ પદાર્થોને, જીર્ણ ઉપધિને, વધેલા પાણી અથવા આહારાદિને પરવા યોગ્ય અન્ય બધા પદાર્થોને તેના યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org