________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-ર
૨૧૧
વ્રતનાં ચોર, આચારના ચોર તેમજ ભગવંતની આજ્ઞાના ચોર થવું નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ચોથું મહાવ્રત : કુશીલનો સંપૂર્ણ ત્યાગ :- મનુષ્ય, પશુ, દેવ સંબંધી કામ ભોગનું સેવન અથવા સંકલ્પ, ઇચ્છા કરવી નહીં, દષ્ટિવિકાર અથવા કામ કુચેષ્ટા કરવી નહીં. મનથી, વચનથી, કાયાથી જીવન પર્યત આ પ્રકારના કુશીલ અબ્રહ્મચર્યનું સેવન સ્વયં કરવું નહીં, કરાવવું નહીં, કુશીલ સેવનારને રૂડાં પણ જાણવા નહીં. આવા ચોથા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સ્ત્રી, પશુ વગેરેથી રહિત મકાનમાં રહેવું. (૨) સ્ત્રી સંપર્ક પરિચય વાતનો વિવેક રાખવો, (૩) સ્ત્રીના અંગોપાંગને રાગ, આસક્તિ ભાવથી જોવા સંભારવા અથવા નિરખવા નહીં, (૪) પૂર્વ ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું નહીં, તેમજ નવાના કુતૂહલ આકાંક્ષા કરવા નહીં. (૫) સદા સરસ સ્વાદિષ્ટ કે અતિમાત્રામાં આહાર કરવો નહીં, અથવા ઊણોદરી તપ તેમજ રસેન્દ્રિય વિજય કરવો. એવા ચોથા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પાંચમું મહાવ્રતઃ સંપૂર્ણ પરિગ્રહ ત્યાગ :- સોના, ચાંદી, ધન, સંપત્તિ, જમીન, જાયદાદ(વારસો) રાખવાનો સંપૂર્ણ ત્યાગ, સંયમ અને શરીરને આવશ્યક ઉપકરણો સિવાય સંપૂર્ણ નાના મોટા પદાર્થોના ત્યાગ; ગ્રહિત અગ્રહિત બધા પદાર્થો પર મમત્વ મૂછ આસક્તિ ભાવનો પૂર્ણ રૂપથી ત્યાગ; મનથી, વચનથી, કાયાથી જીવન પર્યંત. આ પ્રકારે દ્રવ્ય તેમજ ભાવ પરિગ્રહ કરવો નહીં, કરાવવો નહીં કરનારાની અનુમોદના કરવી નહીં; એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવના છે.(૧૫) શબ્દ-રૂપ-ગંધ- રસ તેમજ સ્પર્શના શુભ સંયોગમાં રાગભાવ આસક્તિ ભાવ કરવા નહીં. તેમજ અશુભ સંયોગમાં ષ, હીલના અપ્રસન્ન ભાવ કરવા નહીં. પુદ્ગલ સ્વભાવના ચિંતનપૂર્વક સમભાવ, તટસ્થભાવના પરિણામોમાં રહેવું. રાગદ્વેષથી રહિત બનવાનો અને કર્મ બંધ થાય નહીં તેવો પ્રયત્ન કરવો. એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. છઠું વ્રતઃ રાત્રિ ભોજનનો સંપૂર્ણ ત્યાગ – આહાર, પાણી, ઔષધ, ભેષજ વગેરે કોઈપણ ખાદ્ય પદાર્થ, લેપ્ય પદાર્થ રાત્રિના સમયે પાસે રાખવા નહીં, ખાવા-પીવા નહીં, ઔષધ ઉપચાર લેપ વગેરે કરવા નહીં, આગાઢ પરિસ્થિતિથી રાત્રે રાખેલા પદાર્થ રાત્રે કામમાં લેવા નહીં, રાત્રે ઉદ્ગાલ મુખમાં આવી જાય તો એને કાઢી નાખવા, દિવસમાં પણ અંધકારયુક્ત સ્થાનમાં આહાર કરવો નહીં.
આવી રીતે દિવસ રાત્રિ ભોજન અને રાત્રિ-રાત્રિ ભોજનરૂપ છઠ્ઠા વતની કોઈપણ મર્યાદાનું ઉલ્લંઘન થાય તો મારા પાપ નિષ્ફળ થાઓ, મિચ્છામિ દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.je