________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ઓળંગવી પડી હોય અથવા ગટરના પાણી આદિ ઓળંગતા વિરાધનાનું કારણ બન્યું હોય તથા પરઠવા સંબંધી અવિધિથી કાંઈ વિરાધનાનું કારણ બન્યું હોય ઇત્યાદિ સંજ્ઞી, અસંશી જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમજ બીજા સ્ત્રી, પુરુષ, પશુ પક્ષીઓની મન, વચન, કાયાથી કોઈપણ પ્રકારની આશાતના, વિરાધના કરી હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
૨૧૦
મહાવ્રતના પાઠઃ
પહેલું મહાવ્રત : સંપૂર્ણ હિંસાનો ત્યાગ :– છ કાય જીવોની સૂક્ષ્મ અને સ્થૂલ રૂપે મનથી, વચનથી, કાયાથી જીવન પર્યંત હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરતાંને અનુમોદવી નહીં. એવા પહેલા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) યતનાપૂર્વક જોઈને ચાલવું. (ર) હંમેશાં મનને પ્રશસ્ત રાખવું. (૩) હંમેશાં સારા વચનોનો જ પ્રયોગ કરવો. (૪) ગવેષણાના નિયમોનું પૂર્ણ રૂપથી આત્મ સાક્ષીથી પાલન કરવું. (૫) વસ્તુ રાખવી, ઉપાડવી, પરઠવી વગેરે પૂર્ણ વિવેક તેમજ યત્નાની સાથે કરવું; એવા પેલા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ. (નિલ થાઓ) બીજું મહાવ્રત : સંપૂર્ણ અસત્યનો ત્યાગ :– વિચાર્યા વગર, ઉતાવળમાં તેમજ ક્રોધ, માન, માયા, લોભને વશ થઈ સૂક્ષ્મ કે સ્થૂલ કોઈપણ પ્રકારે મનથી, વચનથી, કાયાથી જીવનપર્યંત જૂઠું બોલવું નહીં બોલાવવું નહીં, બોલવાવાળાને રૂડું માનવું નહીં. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સમજી વિચારીને શાંતિપૂર્વક બોલવું. (૨–૩) ક્રોધ–લોભ વગેરે કષાયોના ઉદય સમયે ક્ષમા—સંતોષ આદિ ભાવોને ઉપસ્થિત રાખવા, મૌન તેમજ વિવેક ધારણ કરવા. (૪) હાંસી, મજાક, કુતૂહલના પ્રસંગે અથવા તેવા ભાવ ઉપસ્થિત થાય ત્યારે પણ મૌન તેમજ ગંભીરતા ધારણ કરવી. (૫) ભય સંજ્ઞા થતાં નીડરતા તેમજ ધૈર્ય ધારણ કરવા. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યો હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
ત્રીજું મહાવ્રત : સંપૂર્ણ અદત્તનો ત્યાગ :- ક્યાંય પણ, કોઈપણ નાની મોટી વસ્તુ આજ્ઞા વિના તથા કોઈ દ્વારા દીધા વિના મનથી, વચનથી, કાયાથી, જીવન પર્યંત ગ્રહણ કરવી નહીં, કરાવવી નહીં, અદત્ત ગ્રહણ કરનારાને ભલા પણ જાણવા નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) નિર્દોષ સ્થાન, શય્યા સંથારાની યાચના કરવી. (૨) તૃણ, કાષ્ટ ઘાસ, લાકડું, કાંકરો, પત્થર, આદિ પણ યાચના કરીને લેવા. (૩) સ્થાનક આદિના પરિકર્મ કરવા નહીં. (૪) સહયોગી સાધુના આહાર, ઉપકરણ આંદિ અદત્ત લેવા નહીં. (૫) વિનય, તપ, સંયમ, ધર્મના કર્તવ્યોનું ઇમાનદારીથી પાલન કરવું. તપના ચોર, રૂપનાં ચોર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org