________________
અનુભવ અર્ક ઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૨
પથ્થરના ટુકડા અથવા ચૂરો, પત્થરના કોલસા અથવા ચૂરો, મીઠાં આદિ પૃથ્વીકાયના જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. અપ્લાય :– ઘરમાં ઢોળાયેલું પાણી, ધોયેલું પાણી, રસ્તામાં ફેંકાયેલું પાણી; નળ, પરબ વગેરે પાસે ઉછળતું પાણી; વર્ષા, ઝાકળ, ધુમ્મસ અને સૂક્ષ્મ વૃષ્ટિ કાયનું પાણી; નદી, નાળાં, કુવા, વાવડી, તળાવ આદિનું પાણી ઇત્યાદિ સચિત્ત અથવા મિશ્ર પાણીનો સંઘટ્ટો, વિરાધના થઈ હોય અને ધોવણની ગવેષણા આદિમાં અપ્લાય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. તેઉકાય :- ગોચરી જવાના પ્રસંગમાં કોઈપણ પ્રકારની અગ્નિની વિરાધના થઈ હોય, રસ્તે ચાલતાં બીડી આદિ, સ્કુટર, ટેક્સી આદિનો સંઘટ્ટો ઇત્યાદિ રૂપે તેઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
૨૦૯
વાઉકાય :– શરીરના અંગોપાંગ, હાથ, પગ, મસ્તક વગેરેને ઉપદેશ, વાતચીત આદિ કાર્યમાં, પ્રતિલેખન, પ્રમાર્જનમાં તીવ્રગતિથી, ઝાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય; આ જ રીતે કોઈપણ ઉપકરણ, રજોહરણ, પાત્ર વસ્ત્ર, પુંજણી આદિને તીવ્રગતિથી, ઝાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય, પટક્યું ફેંક્યું હોય અથવા ઉપકરણ શરીર આદિને શાંતિથી યતનાપૂર્વક હલાવવાનું ધ્યાન રાખ્યું ન હોય; મુહપત્તિ વિના બોલાયું હોય; ઉતરવું, ચઢવું, ચાલવું તીવ્રગતિથી કુદકા અથવા ઠેકડાં મારતા કર્યું હોય, જેનાથી વાઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
વનસ્પતિકાય :– લીલું ઘાસ, અંકુરા, લીલાપાન, ફૂલ, બીજ, શાક વગેરેના છોતરાં અથવા ટુકડાં, મરચાના બી, અનાજ, ગોટલી વગેરેની રસ્તામાં, ઘરોમાં વિરાધના થઈ હોય, ફ્લણનો સંઘટ્ટો થયો હોય અથવા તેનું ઉલ્લંઘન કરવું પડયું હોય ઇત્યાદિ વનસ્પતિકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. બેઇન્દ્રિય ઃ– નાની મોટી લટ, કૃમિઓ વગેરે બેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
તેઇન્દ્રિય ઃ— લાલ કીડી, કાળી કીડી, મકોડા, પુસ્તકોમાંના નાના મોટા જીવ, જમીન જેવા રંગના કંથવા, ઈતડી, ઉધઈ, કાચા મકાનમાં અને વૃક્ષની નીચે અનેક પ્રકારના જીવ, ચાંચડ, માંકડ, હૂં, લીખ આદિ તેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
ચૌરેન્દ્રિય :- માખી, મચ્છર, ડાંસ, નાના મોટા કરોળિયા, અનેક પ્રકારની કંસારી, વીજળીથી થતાં મચ્છર અને નાના મોટા અનેક જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
પંચેન્દ્રિય ઃ- કૂતરાં, ચકલી, કબૂતર, ઉંદર, બિલાડી વગેરે જીવોની વિરાધના થઈ હોય તથા માર્ગમાં લઘુનીત કફ વગેરે અશુચિ પર પગ આવ્યા હોય, ગટરોને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International