________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
અક્ષર ચૌદપૂર્વી ભદ્રબાહુનું રચેલ છે અને પછી દેવર્દ્રિગણિએ જે યોગ્ય લાગે તેમ સુધારો-વધારો કર્યો અને પાછળથી બીજાઓએ પણ ઉમેરો કર્યો, યથા— ૯૮૦-૯૯૩ ની સંવત મિતિ બાબત અને દેવર્કિંગણિની વંદન ગુણ ગ્રામ યુક્ત ગાથા રચવા બાબત વિગેરે.
(૭૧) ‘અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આજના જૈન આગમોમાં મૌલિક અંશો ઘણાં ઘણાં છે, એમાં શંકા નથી, પરંતુ જેટલું અને જે કાંઈ છે તે બધુંય મૌલિક જ છે એમ માનવા કે મનાવવાનો પ્રયત્ન કરવો એ સર્વજ્ઞ ભગવંતોને દૂષિત કરવા જેવી વસ્તુ છે.’
૧૯૩
આજના જૈન આગમોમાં એવા ઘણાં ઘણાં અંશો છે જે જૈન આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા ત્યારના અથવા તે આસપાસ ઉમેરાયેલા કે પૂર્તિ કરાયેલા છે. કેટલાક અંશો એવા પણ છે જે જૈનેતર શાસ્ત્રોને આધારે ઉમેરાયેલા હોઈ જૈન દૃષ્ટિથી પણ દૂર જાય છે. ઇત્યાદિ અનેક બાબતો જૈન આગમના અભ્યાસી ગીતાર્થ ગંભીર જૈન મુનિગણે વિવેકથી ધ્યાનમાં રાખવા જેવી છે.’ બૃહ. ભાષ્ય ભાગ. - પ્રસ્તાવના પૃ. ૫થી.
ટિપ્પણી :– શાસ્ત્રોદ્વારક મૂર્તિપૂજક પૂ. શ્રી પુણ્યવિજયજી મ. સાહેબે મૌલિક આગમોમાં પણ ગીતાર્થ મુનિઓને વિવેક બુદ્ધિ રાખવાનું જણાવ્યું છે તો અન્ય આગમેતર ગ્રંથો, વ્યાખ્યાઓમાં અંધબુદ્ધિનો આગ્રહ રાખવાનું અને વિવેક બુદ્ધિનો નિષેધ કરવાનું કદાપિ કોઈને પણ માટે ઉચિત નથી.
સાર ઃ– નિર્યુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુ સ્વામીની બનાવેલ છે અને ભ્રમથી પ્રથમ (પ્રાચીન) ભદ્રબાહુ સ્વામીની માનવામાં આવે છે, જેથી ઘણી અસંગત વાતો ઉભી થાય છે. પછી અસત્ય કલ્પનાઓ કરવામાં આવે છે. એટલે ભ્રમિત માન્યતાઓનો પરિત્યાગ કરવો જોઈએ. તેથી અસત્ય કલ્પના ન કરવી પડે.
આગમ તો મૌલિક રૂપથી ગણધરકૃત જ છે. તેમાં થયેલ લિપિદોષ કે સુધારા વધારા અથવા પ્રક્ષેપોને યથાવત્ સમજીને વિવેક બુદ્ધિથી તત્ત્વ નિર્ણય કરવો જોઈએ, સંક્ષેપમાં નિર્યુક્તિઓના વાસ્તવિક કર્તાને અને આગમોમાં થયેલ વિકૃતિઓને સરળતાથી સ્વીકારી લેવી જોઈએ.
(૭૨) શું ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન મહાવીરની અંતિમ વાણી છે ?
સમવાયાંગ સૂત્રમાં ૩૬ અસ્પૃષ્ટ-વ્યાકરણોનો કોઈ પણ ઉલ્લેખ નથી. ત્યાં એટલું જ સૂચન છે કે ભગવાન મહાવીર અંતિમ રાત્રિના સમયે પંચાવન કલ્યાણ- ફળ વિપાકવાળા અધ્યયનો તથા પંચાવન પાપ ફળ વિપાકવાળા અધ્યયનોનું વ્યાકરણ કરી મોક્ષે ગયા. છત્રીસમા સમવાયમાં જ્યાં ઉત્તરાધ્યયનના છત્રીસ અધ્યયનોના નામોનો નિર્દેશ છે ત્યાં પણ આ સંબંધમાં કોઈ નિર્દેશ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org