________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
હતી. નંદી, અનુયોગ, દશવૈકાલિક, પ્રજ્ઞાપના, આવશ્યક આદિ સૂત્ર પર હરિભદ્રસૂરિની ટીકાઓ મુદ્રિત ઉપલબ્ધ છે.
(૫૭)કોટ્યાચાર્ય- હરિભદ્રના સમકાલીન કે પૂર્વવર્તી હતાં. વિશેષાવશ્યક ભાષ્ય પર નવીન વૃત્તિ લખી જિનભદ્ર ગણિની અપૂર્ણ સ્વોપજ્ઞ ભાષ્યની ટીકાને પૂર્ણ કરી, તેમની પ્રત્યે શ્રદ્ધા સ્મરણ કર્યું. પરંતુ હરિભદ્રસૂરિનું નામ ક્યાંય નથી આપ્યું. (એટલે હિરભદ્રના સમકાલીન કે પૂર્વવર્તી હશે). હેમચંદ્રાચાર્યે પ્રાચીન ટીકાકારના રૂપમાં કોટ્ટાચાર્યનો ઉલ્લેખ કર્યો છે. એમનો સમય વિક્રમની આઠમી સદીનો છે તો શીલાંકાચાર્યનો નવમી-દસમી સદીનો છે. એટલે બંને ભિન્ન-ભિન્ન છે. પ્રભાવક ચારિત્રમાં બંને(શીલાંકાચાર્ય, કોટ્યાચાર્ય)ને એક કરી દેવાયા છે. (૫૮) શીલાંકાચાર્ય પ્રભાવકચારિત્રમાં જણાવ્યા મુજબ એમનો સમય નવમી-દસમી સદીનો મનાય છે. તેમણે આચારાંગ પ્ર. શ્ન. સ્કંધની વૃત્તિ ગુપ્ત સંવત ૭૦૨ (ઈ. સ. ૧૦૯૨)ના ભાદરવા ૫ સુધીમાં પૂરી કરી. (૫૯)નિર્યુક્તિ પરિભાષા- સૂત્રાર્થયો પરસ્પર નિયોનને સંવધન નિર્યુન્તિ. -ઞા. નિ. ૮૩. નિશ્વયન અર્થ પ્રતિપાવિા યુત્તિ નિર્યુત્તિ । – આચા. ૧/ર/૧. સૂત્ર અને અર્થના નિશ્ચિત સંબંધ બતાવવાવાળી વ્યાખ્યાને નિર્યુક્તિ કહે છે (૬૦) ગોવિંદાચાર્યની ગોવિંદ નિર્યુક્તિનો ઉલ્લેખ બૃહત્કલ્પ ભાષ્યમાં, અનુયોગ દ્વાર સૂત્રની ચૂર્ણિમાં તથા નિશીથ ચૂર્ણિમાં મળે છે.
૧૯૧
(૬૧) શ્રી હરિભદ્રસૂરિ, શ્રી સિદ્ધસેનાચાર્ય(ગંધહસ્તિ) તથા શ્રી કોટ્યાચાર્ય આ ત્રણેય લગભગ સમકાલીન હતા.
(૬૨) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી હરિભદ્રસૂરિ ૧૦૦ વર્ષ પછી થયા પરંતુ ૧૫મી ૧૬મી શતાબ્દીઓમાં બનેલી પટ્ટાવલીઓમાં જિનભદ્રગણિને હરિભદ્ર સૂરિના પટ્ટધર શિષ્ય ગણાવીને એક ભ્રામક પરંપરા ચલાવેલ છે. (૬૩) નમિસાધુ ૧૧૨૨ વિક્રમ સંવતમાં થયા. તે આવશ્યક વૃત્તિકાર થયા. (૪) આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૧૨૦ તથા ૧૩૪માં નંદી સૂત્રનું કથન છે. (૫) મૂર્તિપૂજક મુનિશ્રી અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજીએ નિર્યુક્તિઓને દ્વિતીય ભદ્રબાહુની રચના માની છે. ‘મંત્રાધિરાજ ચિંતામણી' જૈન સ્તોત્ર સંદોહ 'પ્રસ્તાવના પૃષ્ટ ૧૨-૧૩ પ્રકાશક સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ સન્ ૧૮૩૬.
(૬૬) પંચકલ્પ ભાષ્યકારે તથા ચૂર્ણિકારે ૪ છેદ સૂત્ર ભદ્રબાહુ રચિત માન્યા છે. (૬૭) શ્વેતાંબર સાહિત્યમાં વિશાખાગણિનું નામ જ નથી. બારમી સદી પછી કોઈ દૂષિતબુદ્ધિવાળા પંડિતે ત્રણ ગાથાઓ બનાવી કોઈ લેખકને આપી નિશીથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org