________________
૧૮૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
(૩૬) જિનપ્રભસૂરિજીએ “શુદ્ધ વિકટ’ શબ્દનો અર્થ કાથા વિગેરેથી અચેત કરેલ જળ એમ કર્યો છે અને “ઉષ્ણવિકટ’ શબ્દનો અર્થ ઉષ્ણ જળ કર્યો છે. (૩૭) પ્રબંધ પારિજાત' પૃ. ૧૫૬માં ટીકા કરી છે. જેમાં ધોવણ પાણીના અર્થ જણાવ્યાં છે. તેમાં અંતમાં લખ્યું છે કે અઠ્ઠમથી વધારે તપસ્યાવાળાના શરીરમાં પ્રાયઃ દેવતા નિવાસ કરે છે એટલે તેમણે શુદ્ધ ગરમ પાણી જ પીવું જોઈએ. અર્થાત્ અટ્ટમ સુધીની કે તેથી ઓછી તપસ્યામાં ધોવણ પાણી પી શકાય. (૩૮) ચાર વખત ઉપાશ્રય પ્રમાર્જન–૧. સવારના પ્રતિલેખના પછી ૨. આહાર કરતાં પહેલાં ૩. આહાર કર્યા પછી ૪. ચોથા પ્રહરના અંતમાં. (૩૯) પન્યાસ સંધવિજયજીએ કલ્પસૂત્ર પ્રદીપિકાવૃત્તિમાં શુદ્ધોદકનો અર્થ ગરમ પાણી કે વર્ણાતરાદિ પ્રાપ્ત શુદ્ધ જળ એમ કર્યો છે અને ઉષ્ણ વિકટનો અર્થ ઉષ્ણ જળ એમ કર્યો છે. (૪૦) પ્રબંધ પારિજાત' પૃ. ૧૬૦માં પાદપ્રીંછનનો અર્થ રજોહરણ કરવાનું ખંડન કર્યું છે. કેમ કે ઉપાશ્રય બહાર જાતા શ્રમણે પોતાના ઉપકરણ ગૃહસ્થને સંભાળવાસાચવવા માટેની સૂચનામાં પાદપ્રોછનનું નામ છે. રજોહરણ તો સદા સાથે રાખવાનું હોય છે, જે સાધુની પાસે એક જ હોય છે. તેને છોડીને બહાર જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી પરંતુ પાદપ્રોછન નાનકડો એક હાથ પ્રમાણ વસ્ત્રનો ટુકડો હોય છે. તેને રજોહરણ માનવામાં અવિચારકતા છે. (૪૧) પ્રબંધ પારિજાત' પૃ. ૧૮૧ પંક્તિ પાંચમાંથી– “સ્કંદિલાચાર્યે બધા સૂત્રો તથા નિર્યુક્તિ વગેરે આગમોના વ્યાખ્યાંગ લખાવીને સિદ્ધાંતની રક્ષા કરી. નાગાર્જુન વાચકે નષ્ટાવશેષ તમામ આગમોને પંચાગી સહિત લખાવડાવીને સુરક્ષિત કર્યા હતા.'
તો પછી તે સુરક્ષિત વ્યાખ્યાંગ દેવર્ધ્વિગણિ સુધી પણ ન રહ્યાં! તેમના દ્વારા નંદીસૂત્રોક્ત શ્રુતજ્ઞાનમાં તેનો ઉલ્લેખ પણ નથી. આજદિન સુધી તેની કોઈ સાબિતી પણ ઉપલબ્ધ નથી. કોઈએ તે જોયેલ કે વાંચેલ પણ નથી. તો એ કેવી સુરક્ષા થઈ? અને કયા કયા રચયિતાની તે પંચાગી નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે હતી? કોઈ ખુલાસો મળતો નથી. એટલે તે બાબત ૧૪મી શતાબ્દીની માત્ર કલ્પના લાગે છે. જેમાં સત્ય તત્ત્વનો સદંતર અભાવ છે. (૪૨) સુવિહિત શ્રમણો દ્વારા સભામાં વાંચન માન્ય થયા બાદ ધીમે ધીમે તેરમીચૌદમી શતાબ્દીથી કલ્પાંતર્વાચ્ય(કલ્પસૂત્ર વ્યાખ્યા)ની સૃષ્ટિ થઈ. (૪૩) વરાહમિહિરે વિ. સં. પદરમાં પંચસિદ્ધાંતિકા ગ્રંથ રચ્યો, તેની પ્રશસ્તિમાં શક સંવત ૪રર લખ્યું છે. જેમાં ૧૪૦ ઉમેરતા વિક્રમ સંવત થાય છે. (૪૪) તિલ્યોતિય પuT, આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હરિભદ્રીય ટીકા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org