________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જે સૂત્રનું સ્વતંત્ર અસ્તિત્ત્વ અને નામકરણ જ ન હોય તેને પ્રાચીન પ્રમાણ કોટીમાં કેવી રીતે ગણિ શકાય ? પ્રકાંડ ઇતિહાસ વેત્તાઓએ પણ હિમવંત થેરાવલીને નદી સૂત્રની પહેલાની નથી ગણાવી જે પટ્ટાવલી પરાગ વગેરે ગ્રંથોમાંથી જાણી શકાય છે.
૧૮૬
(૨૮) શિલાલેખો તથા ખોદકામના પ્રમાણો અને તે અંગેના નિર્ણયો પણ ભ્રામક છે. દેવર્કિંગણિ પછી પ્રતિસ્પર્ધી જૈન કે જૈનેત્તર સાધુઓ, રાજાઓ વગેરેના સંસ્કારો નકલો અને કરામતોનું એ પરિણામ છે. એટલે શિલાલેખોના પ્રાચીનપણાની કલ્પના તથા ખોદકામ વિશેના સમયની ખરી કલ્પના પણ ધૂંધળી ભાસે છે. (૨૯) દેવર્દ્રિગણિની પૂર્વે થયેલી વાચનાઓનું તાત્પર્ય મૌખિક વાચનાને સંગ્રહિત કરી વ્યવસ્થિત ચલાવવા પૂરતું હોય તેમ સમજવું જોઈએ. દેવર્ધિગણીથી ‘૧૫૦ વર્ષ પહેલાં કંદિલાચાર્યે સમસ્ત પંચાંગી સહિત આગમ લખાવીને સુરક્ષિત કર્યાં.’ આ કથન ઘણાં કાળ પછીની અસંગત કલ્પના માત્ર છે. કેમ કે તેમાં તર્ક એમ પણ થઈ શકે કે એવી કઈ સુરક્ષા હતી જે ૧૫૦ વર્ષમાં વિલુપ્ત અને પૂર્ણ લુપ્ત થઈ ગઈ. જ્યારે દેવર્કિંગણિ દ્વારા કરાયેલ સુરક્ષા આજે ૧૫૦૦ વર્ષ સુધી ચાલી છે અને કુલ ૨૦,૦૦૦ વર્ષ સુધી પણ ચાલશે.
જો કંદિલાચાર્યના સમયમાં પંચાગી(મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ)ની રચના અને તેની સુરક્ષા થઈ ગઈ હોય તો તેનો અર્થ એટલો જ કે તે વ્યાખ્યાઓના રચનાકર્તા ત્રણ પૂર્વથી વધારે જ્ઞાની હતા એ નક્કી છે. તો પછી તેમની લિપિબદ્ધ રચના તેમના નામથી મૌખિક કે લેખિત શું ૧૫૦ વર્ષ સુધી પણ નહીં ચાલી હોય ? નંદીસૂત્ર કર્તા દૃષ્યગણના શિષ્ય એક પૂર્વધરની રચનાનો શ્રુત જ્ઞાન વર્ણનમાં કે ગ્રંથ અથવા આગમમાં નામ સાથે નિર્દેશ કરે તો ૧૪ પૂર્વીથી લઈને ત્રણ પૂર્વધારીના વ્યાખ્યા ગ્રંથોનો સ્વતંત્ર રૂપે કે પંચાંગી રૂપમાં નામનો ઉલ્લેખ માત્ર પણ નંદીમાં ન કરે તે અસંભવ લાગે છે. એટલે એ પાછળથી શરૂ કરાયેલ ભ્રમિત ધારણા માત્ર છે. કેટલીક નામ સામ્યથી અને કેટલીક અન્ય બીજા વિચારોથી ચલાવેલી પરંપરાઓ છે. વાસ્તવમાં એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે દેવર્દ્રિગણિ ના સમયે આગમ લિપિબદ્ધ થયાં, તે પહેલા અર્થ અને પરમાર્થ ફક્ત મૌખિક ગુરુ પરંપરાથી ચાલતા રહ્યા હતા અને જ્યારે આગમ લિપિબદ્ધ થયા ત્યારે સર્વ પ્રથમ આચાર શાસ્ત્રોની નિર્યુક્તિ, ભાષ્ય, પછી ચૂર્ણિ વગેરે લેખિત તૈયાર થયાં. ત્યારબાદ અન્ય સૂત્રોની ટીકાઓ અને ભાષ્યોની ટીકાઓ હરિભદ્ર સૂરિ, શીલાંકાચાર્ય, અભયદેવસૂરિ તથા મલગિરિ આચાર્ય દ્વારા કરવામાં આવી. કેટલાકે સંકલ્પ, સહયોગ અથવા પ્રારંભ માત્ર કર્યો. કેટલાકની ટીકા પ્રસિદ્ધિ પ્રચારમાં આવ્યા વિના જ લુપ્ત થઈ. પ્રસિદ્ધ પર્યુષણા- કલ્પસૂત્ર ૫૨ વિદ્વાનોની કૃપા દૃષ્ટિ મલયગિરિ આચાર્યના પછી થઈ. જ્યારે દશાશ્રુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org