________________
૧૬૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત |
સાર:- મૂર્તિપૂજકોના માનીતા કલ્પસૂત્રમાં જ જણાવ્યું છે કે નિર્વાણના સમયે ભગવાન મહાવીરના જન્મ નક્ષત્ર પર ભસ્મગૃહનો સંયોગ હતો, જેથી જિનશાસન અત્યંત અવનતિ પર ચાલશે. તે ભસ્મગ્રહની ૨૦૦૦ વર્ષની સ્થિતિનો સંયોગ દૂર થયા પછી જિનધર્મ ઉદિતોદિત થશે, અર્થાત્ તેનું શુદ્ધ ધર્મના રૂપમાં પુનરુત્થાન થશે. આવા નિર્દિષ્ટ સમયમાં જ લોકશાહે ક્રિયોદ્ધાર કર્યો હતો.
મૂર્તિપૂજકોના માન્ય મહાનિશીથ સૂત્રમાં લખ્યું છે કે હે ભગવાન! કુસાધુ અને શિથિલાચારી ક્યારે થશે? તો ફરમાવ્યું છે હે ગૌતમ! આજથી ૧૫૦ વર્ષ પૂરાં થયા બાદ શિથિલાચારી સાધુ થશે.
આ બને સૂત્રોનાં પ્રકરણમાં દર્શાવેલ સંદર્ભમાં લોકશાહનો ક્રિયોદ્ધાર સંયોગવીર નિર્વાણ ૧૨૫૦ માં નહિ, પરંતુ ૨૦૦૧માં થયો. હજારો વર્ષથી ચાલતી કુત્સિત આચાર તથા ઉત્સુત્ર પ્રરૂપણાની સામે તથા રાજ્ય સત્તાના પક્ષબળની સામે નવી ક્રાંતિ લાવનાર તથા ભસ્મગૃહના પ્રભાવની સમાપ્તિનું શ્રેય પામનાર તો કોઈ અસાધારણ પુરુષ જ હોઈ શકે. તેને લહિયા(ટૂંઢીયા) કહી દેવા, કે ગૃહસ્થ આશ્રમમાં બેઠાં બેઠાં સાધુઓ પર હુકમ ચલાવનારા કહેવા, કે દર્શાવવા, તે માત્ર કુબુદ્ધિ કરામત તથા ખોટાં મૂળિયા રોપનારાનો જ ચમત્કાર હોઈ શકે. વાસ્તવમાં આવું વિકૃત તુચ્છ જીવન, પતિત ધર્મનો પુનરુત્થાન કરીને ધર્મોદ્યોત કરવાવાળી એક ક્રાંતિકારી વ્યક્તિનું ન હોઈ શકે, એટલે નિબંધગત ઉક્ત પરિચય બુદ્ધિગમ્ય તથા શાસ્ત્રોક્ત પણ છે.
આ પરિચય સંવત ૧૩૬ પાટણ નગરમાં વસંત પંચમીએ લખવામાં આવ્યો હતો જે એક હસ્તપ્રત પુસ્તકની પાછળના બે પૃષ્ટોમાં મળ્યો, જે સંવત ૧૯૯૧માં અમદાવાદથી પ્રકાશિત થયો. શ્રી જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઈતિહાસ અને પ્રભુ વિર પટ્ટાવલી નામક પુસ્તક પૃષ્ટ ૧૧માં. ગુજરાતી ભાષામાં તે પુસ્તક છે, તેના આધારથી પરિચયાત્મક રૂપથી સંપાદન કરીને અહીં પ્રસ્તુત કરેલ છે. શિક્ષા પ્રેરણા :- આજે સ્થાનકવાસી શ્રમણ સમુદાય શુદ્ધ ઉન્નત ધર્મી હોવા છતાં, ફરી શિથિલાચાર તથા મૂર્તિપૂજકતાના કેટલાય રૂપાંતર સ્વીકારતો જાય છે. તેણે પોતાના યુગપુરુષ જિનશાસનની શાન વધારનારા સેંકડો વર્ષ પૂર્વેની વિકૃતિઓની સામે બંડ પોકારનારા, મહાપુરુષ લોકાશાહના જીવન કર્તવ્યોનો જ્ઞાનપૂર્વક અભ્યાસ કરી, આત્મામાં નવી જાગૃતિ, નવું જોશ ઉત્પન્ન કરી, વિકૃતિઓથી સુરક્ષિત બનવું જોઈએ. અર્થાત્ નવાં નવાં શિથિલાચારો પર નિયંત્રણ રાખવું જોઈએ. જેને માટે ક્રિયાનિષ્ટ તથા કર્તવ્યનિષ્ટ આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તક વગેરે પદવીધર જ નિયુક્ત કરવા જોઈએ. સાધુ સાધ્વી સમુદાયમાં આગમ અધ્યયન અધ્યાપનની સુવ્યવસ્થાને ગતિમાન કરવી જોઈએ. સૂત્ર અધ્યયન, વિચક્ષણતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org