________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૫
રાજાઓ આદિ પર પ્રભાવ રાખવાનું, રાજસભામાં બેસવાનું, ઉસૂત્ર પ્રરૂપણા, મૂર્તિપૂજા, તેના નિમિત્તે આરંભ-સમારંભ, આડંબરવર્ધક સંઘ પદયાત્રા કાઢવાનું, દોષયુક્ત ગવેષણા રહિત આહાર પાણી લેવાનું એટલે કેનિમંત્રણપૂર્વક આધાકર્મી
ઔદેશિક આહાર પાણી લેવાનું વગેરે ઘણાં બધાં કારણો નિમિત્ત બન્યાં. દિયોદ્ધાર ક્ષેત્ર – અમદાવાદ, પાટણ, ગુજરાત અને પરંપરાથી સમગ્ર ભારત. ઉપદેશ વિષય :- (૧) શ્રમણ ધર્મ તથા આગમ વર્ણન (૨) શ્રમણોપાસક જીવન બારવ્રત ૧૪ નિયમ, ત્રણ મનોરથ, પાંચ અભિગમ, નૈતિક જીવન, ધર્મની પ્રત્યે તથા ધર્મ ગુરુઓ પ્રત્યે કર્તવ્ય (૩) શાંતિ, વિરતિ, વિચારોની પવિત્રતા, સરળતા, વિનય, શ્રદ્ધા, આગમજ્ઞાન, સ્વાધ્યાય, તપ, ધ્યાન, વૈરાગ્ય વૃદ્ધિ, નિવૃત્તિ, તથા દીક્ષા ભાવના વગેરે. વિરોધઃ-શ્રમણ શક્તિઓ દ્વારા, રાજસત્તા દ્વારા, પરીસહ ઉપસર્ગવડે વાસક્ષેપથી, તદનંતર સંવેગથી અર્થાત્ થોડોક આચાર સુધાર કરીને યતિઓએ પૂરજોશથી તેમનો વિરોધ પ્રદર્શિત કર્યો તથા છેલ્લે ભિક્ષામાં વિષયુક્ત આહાર આપીને ઉપસર્ગ કર્યો! સફળતા:- રર બાવીસ વર્ષ સુધી વિશાળ આગમ અધ્યયનનો શુભ સંયોગ, ચિંતન, મનન, શ્રમણો સાથીઓનું વિચાર મિલન, ઉત્સાહ પ્રદર્શન, સ્વતંત્ર વિચરણ, પ્રવચન, ચર્ચાવાર્તા, વિચારશીલ શ્રાવક સમાજનો સંયોગ, અનેક પ્રમુખ સંઘપતિ શ્રમણોપાસકો દ્વારા શુદ્ધ ધર્મ સ્વીકૃતિ, શ્રદ્ધા ગ્રહણ, ટૂંક સમયમાં જ લગભગ આઠ લાખની જનસંખ્યાને શુદ્ધ જૈન ધર્મથી પ્રભાવિત કરી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચારેય તીર્થોમાં જ્ઞાન ગંગા પ્રવાહિત કરીને નવી જ્યોત જલાવી. અંતમાં આરાધક પંડિત મરણને પ્રાપ્ત કર્યું
તેમની પાછળ તેઓ વિશાળ ચતુર્વિધ સંઘનો પરિવાર, ધર્મપ્રભાવના માટે છોડી ગયાં. જેમાં સમયે સમયે અધિકાધિક ધર્મોત્થાન પ્રગતિ થવા લાગી. વિકૃત ઈતિહાસ – વિરોધી કેટલાક લોકોએ કપટ પ્રપંચથી જુદા-જુદા પુસ્તકોમાં, પાનાઓમાં, શાસ્ત્રોમાં પાછળથી લોકાશાહના જીવનને અનેક પ્રકારે વિકૃત ચિત્રિત કર્યું. ક્યાંક તેમને લહિયા કહ્યાં, તો ક્યાંક તેમને આગમ ચોર કહ્યાં, તો ક્યાંક તેમણે ગૃહસ્થ જીવન જ વ્યતીત કર્યું, તેમ લખી નાખ્યું. ક્યાંક તેમના ઉપર એવો આક્ષેપ પણ કર્યો, કે લોકાશાહે ગૃહસ્થ જીવનમાં જ પોતાના નામનો સંપ્રદાય ચલાવવાને માટે લોકોને દીક્ષા આપી, તો ક્યાંક અહંવૃત્તિવાળા લહિયા બતાવ્યાં, લૂંકા કે લૂંકા મત ચલાવવાવાળા કાં. આવા તુચ્છ બુદ્ધિયુક્ત ખોટા આક્ષેપો કરીને લોકાશાહના જીવનને વિકૃતરૂપ આપવા આ વર્ષે પોતાની પૂરી શક્તિ કામે લગાડી અને જોશથી વિરોધ શરૂ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org