________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
તિજોયવળત્તિ માં અધિકાર ૪ ગાથા ૬૭૮માં ભગવાન ઋષભદેવનું પ્રથમ પારણું દીક્ષાના એક વર્ષે થયું, તેમ ઉલ્લેખ છે.
૧૬૩
(૩) જિનસેન રચિત દિગંબર ગ્રંથ હરિવંશ પુરાણમાં દર્શાવેલ છે કે છમાસના અનશન પછી તીર્થંકર પ્રભુ ઋષભદેવ આહાર માટે નીકળ્યા અને વિધિ પૂર્વક આહાર ન મળવાથી લગાતાર છ મહિના સુધી તેઓ વિહાર(ભિક્ષાર્થે) કરતા રહ્યા. પછી રાજા શ્રેયાંસે પૂર્વ જન્મના સ્મરણના આધારે તેઓને પારણું કરાવવા ઇક્ષુરસ વહોરાવ્યો.— સર્ગ૯, શ્લોક ૧૮૩-૧૯૦/૧૪૨/૧૫૬. મહાપુરાણ- ૧૦૦/૨૦/ ૪૫૪. (૪) નવમી શતાબ્દી સુધીના દિગંબર ગ્રંથોમાં પારણા તિથિનો ઉલ્લેખ જ નથી. (૫) દસમી શતાબ્દીના પુષ્પદંત(અપભ્રંશ) કવિએ પોતાના મહાપુરાણમાં કહ્યું છે કે– ભગવાનના ઉપવાસને એક વર્ષ થઈ ગયા પછી શ્રેયાંસે અક્ષય આહાર વહોરાવ્યો, તેને કારણે તે દિવસ 'અક્ષયતૃતીયાના' નામથી પ્રસિદ્ધ થઈ ગયો. ત્યાં વૈશાખ સુદ ત્રીજનો ઉલ્લેખ નથી.
(૬) શ્વેતાંબર પરંપરાના પ્રાચીન ગ્રંથોમાં પણ આ પારણા તિથિનો કોઈ ઉલ્લેખ નથી. કલ્પસૂત્ર તથા જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિમાં તીર્થંકર વિશેના વિસ્તૃત વર્ણનો છે પણ પારણા તિથિનો ઉલ્લેખ ત્યાં પણ નથી અને સમવાયાંગ સૂત્ર અને વસુદેવ હિંડીમાં સંવત્સરના ઉપવાસ પછી પારણાનો ઉલ્લેખ છે પરંતુ પારણાની તિથિનો ઉલ્લેખ નથી. ત્રિષષ્ટિ ગુર્વાલિમાં સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત છે કે વૈશાખ સુદ ત્રીજના પારણું થયું. આથી સ્પષ્ટ થાય છે કે ૧૨મી શતાબ્દિના પૂર્વે (શ્વેતાંબર ગ્રંથોમાં) ઋષભદેવની પારણા તિથિ તેમની દીક્ષા તિથિના પછી એક વર્ષ પછીની નિશ્ચિત્ત પણે હતી. એટલે પ્રાચીન ગ્રંથકારોએ દીક્ષાથી એક સંવત્સરના ઉપવાસનો ઉલ્લેખ કર્યો છે. જો પશ્ચાત્વર્તી ગ્રંથકારો દ્વારા ઉલ્લેખિત અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજનો સ્વીકાર કરી લઈએ તો એક વર્ષ, એક માસ આઠ દિવસનું તપ થાય છે, જે ત્તિનોયવળત્તિ વગેરે ગ્રંથોથી પ્રમાણિત નથી થતું.
સાર ઃ– અક્ષય તૃતીયા લોકમાં શુભ તિથિના રૂપમાં વધારે વિખ્યાત છે, તેની સાથે ક્યારેક એકાંતર તપસ્યાનું પારણું જોડી દેવામાં આવેલ છે, જેનું કાળાંતરે મહત્વ સ્થાપિત કરવા માટે જેમ તેમ કરીને ભગવાન ઋષભદેવના એક વર્ષના તપ સાથે અને ઇક્ષુરસ સાથે તેને જોડી દેવામાં આવેલ છે. મહત્વ સ્થાપિત કરવા માટે આવી જોડવાની પદ્ધતિઓ મધ્યકાળમાં ઘણી ચાલતી હતી. જેના અનેક ઉદાહરણો છે– જેમ કે, કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં વાંચનને કાલકાચાર્ય સાથે જોડી દેવાયું, ચૂલિકાઓને સ્થૂલિભદ્રની બહેન સાથે જોડી દેવામાં આવી, નિશીથ સૂત્રને આર્યરક્ષિત સાથે કે ભદ્રબાહુ સાથે જોડવાનું, સાધ્વીઓ માટે છેદસૂત્ર વાંચવાના નિષેધને આર્યરક્ષિત સાથે જોડવાનું, ધ્રુવસેન રાજાના પુત્રના મૃત્યુને કાલકાચાર્ય સાથે જોડવાનું, ભદ્રબાહુ સંહિતા અને નિર્યુક્તિઓને પ્રથમ ભદ્રબાહુ સાથે જોડવાનું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org