________________
૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમનવનીત
પૂર્વાપર સંબંધોને જોડીને કે કાંઈ પણ અવ્યવસ્થિત હોય તેને વ્યવસ્થિત કરવાને, સંક્ષિપ્ત કરવાને સ્પષ્ટ કરવાને અને આગળની સ્મરણશક્તિનો વિચાર કરીને કે પહેલાની સ્મૃતિ દોષના કારણે સમજવામાં થયેલ ભૂલનું સંશોધન કરવાને માટે જે જે પ્રયત્ન થયેલાં હોય તેને યોગ્ય કહી શકાય. કેમ કે આવું કરવાથી રચનાકાર પૂર્વધરો કે ગણધરો પર કોઈ આંચ આવતી નથી.
ટૂંકમાં આચારાંગ, સૂયગડાંગ, ૪ છેદ, દશવૈકાલિક તથા બીજા પણ કેટલાક આગમોમાં જ્યાં આચાર વિધાન છે, તેમાં ક્ષેત્ર-કાળના કારણે ફેરફાર કરવામાં આવ્યા છે, તેવું માનવું, સમજવું એક અસત્ય કલ્પના છે.
આ આચાર આગમોમાં આવતા વિધાનો, નિષેધો અને અપવાદોના બધા નિયમોને સમજીને તેનો પૂર્વાપર સમન્વય સાધીને, તથા સાચી વિધિનો નિર્ણય કરીને યથા સંભવ ઉત્સર્ગ માર્ગ પર પણ ચાલી શકાય તથા ક્યારેક પ્રાયશ્ચિત્ત માર્ગ પર ચાલી શકાય અને ફરી પાછા ઉત્સર્ગ માર્ગ પર આવી શકાય. આ બધું વ્યક્તિગત નિર્ણય તથા પરિસ્થિતિ પર વધારે નિર્ભર કરે છે, પરંતુ આગમ વિધાનને અયોગ્ય માની અથવા અપર્યાપ્ત ગણી તેમાં ફેરફાર કરવાની જરૂરત
ક્યારેય પડતી નથી. બલ્ક એજ આગમ વર્ણનો તથા તેની વ્યાખ્યાઓમાંથી બધી પરિસ્થિતિઓનો હલ નીકળી શકે છે, જે બહુશ્રુતગમ્ય છે.
આટલું સ્પષ્ટ થઈ ગયા પછી પણ કોઈ બધા માટે અથવા હંમેશાં માટે મૂળપાઠમાં કે બીજા કોઈ ગ્રંથ બનાવીને કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરે કે બદલી નાખે તો તે તેનું વ્યક્તિગત દૂષણ કહેવાય તથા આગમ વિપરીત પ્રરૂપણ વર્તન ગણાય.
જે વિષય અંગે આગમના મૂળપાઠમાં કોઈ સ્પષ્ટ વિધિ નિષેધ નથી તથા પ્રાયશ્ચિત્ત પણ કહ્યું નથી, તે વિષયનો સંપૂર્ણ વિધિ-નિષેધ, પ્રાયશ્ચિત્ત વગેરેનો નિર્ણય બહુશ્રુતના નિર્ણય પર નિર્ભર કરે છે. પરંતુ તેઓને પણ પોતાના નિર્ણયને આગમ પાઠમાં જોડી દેવાનો અધિકાર નથી. તેમજ તે નિર્ણયને બીજા બહુશ્રુતો પર કે સમુદાય પર લાદી દેવાનો અધિકાર પણ નથી.
ચમાં, પુસ્તક વગેરે જ્ઞાન સંબંધી ઉપકરણો માટે આગમમાં ક્યાંય પણ વિધિનિષેધ નથી તેમજ પ્રાયશ્ચિત્ત પણ નથી. તે બધા માટે બહુશ્રુતોની આજ્ઞાનુસાર પાલન કરી શકાય છે.
ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામીએ બધા સાધુ-સાધ્વીઓ માટે નિશીથ સૂત્રના અધ્યયન અધ્યાપનની ધ્રુવ આવશ્યક આજ્ઞા આપી છે તથા જે સાધુ સાધ્વી તેને ભૂલી જાય તો તેની કઠોર સારણા અને દંડ વિધાન પણ કરેલ છે. આવી સૂત્રોક્ત આજ્ઞાને ૪૦૦ વર્ષ પછી કોઈને અનુચિત લાગે તેથી તે તેનાથી વિપરીત મૌખિક કાયદો ઘડીને લાગુ કરે, એવી કલ્પના કરવી જ વ્યર્થ છે, કેમ કે આવી કલ્પનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org