________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧પ૦
ન કહેવું જોઈએ અને સમય પરિવર્તનના નામે કોઈ એકાંત પ્રરૂપણ પણ ન કરવું જોઈએ.
આ રીતે સાધુ માટે વસતિવાસ અને વન વિહાર બંનેને આગમ સિદ્ધ માનવા જોઈએ અને “વસતિ વાસ” સમયના પરિવર્તનથી થયેલી વિકૃતિ છે, એવું માની લેવું જોઈએ નહીં અને તેવી ખોટી પ્રરૂપણા પણ કરવી જોઈએ નહીં. કારણ કે તે એકાંત દષ્ટિવાળું કથન છે. શ્રદ્ધાળુએ તો એકાંગી વિચારોના પ્રવાહોથી દૂર રહી પોતાના જ્ઞાન દર્શન ચારિત્રને સુરક્ષિત રાખી સમ્યમ્ શ્રદ્ધાથી સમ્યક્ આરાધના કરતાં રહેવું જોઈએ. ભગવાન મહાવીર દ્વારા પ્રયુક્ત શવ્યા:- (૧) ધર્મશાળાઓમાં (૨) પરબોમાં (૩) દુકાનોમાં (૪) સોની કે લુહાર-સુથારના કારખાનાઓમાં (૫) ઝુંપડીમાં (૬) મુસાફરખાનામાં (૭) આરામગૃહોમાં (૮) ગ્રામોમાં (૯) શહેરોમાં (૧૦) સ્મશાનમાં (૧૧) શૂન્યગૃહમાં (૧ર) વૃક્ષની નીચે.
ઉક્ત સ્થાનોમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ છઘસ્થ અવસ્થામાં વિચરણ કર્યું હતું તથા નિવાસ કર્યો હતો.– આચારાંગ સૂત્ર. અધ્યયન-૯ સાધુ સાધ્વીઓને કલ્પનીય શય્યાઓ – (૧) પથિકશાળા (ધર્મશાળા) (૨) વિશ્રામગૃહ (૩) ગૃહસ્થનું ઘર (૪) મઠ-આશ્રમ.
(૧) લુહાર શાળા (૨) ધર્મશાળા (૩) સભાસ્થળ (૪) પરબ (૫) દેવાલય (૬) દુકાન (૭) ગોદામ (૮) યાનગૃહ (૯) ચૂનાનું કારખાનું (૧૦) યાનશાળા (૧૧) ઘાસ અથવા ચામડાનું કારખાનું (૧૨) કોલસાનું કારખાનું (૧૩) સુથાર શાળા (૧૪) સ્મશાનગૃહ (૧૫) પર્વતગૃહ (૧૬) ગુફા (૧૭) શાંતિકર્મ ગૃહ (૧૮) પત્થરના કારખાનાઓ વગેરે નિદોષ ભવનો તથા ગૃહોમાં સાધુ-સાધ્વીઓને ઉતરવું કલ્પ છે. – આચારાંગ સૂત્ર. શ્રુતસ્કંધ-૨, અધ્યયન-ર. સાધ્વી માટે અયોગ્ય તથા સાધુ માટે યોગ્ય શય્યાઓ :- (૧) દુકાન યુક્ત ઘરમાં (૨) ગલીના પ્રારંભનું(નાકા પરનું) મકાન (૩) ત્રણ રસ્તે પડતું મકાન (૪) ચાર રસ્તે પડતું મકાન (૫) સીંઘાડાના આકારનો માર્ગ હોય ત્યાં મળતું મકાન (૯) અનેક માર્ગ ભેગાં થતાં હોય તે સ્થાન પરનું મકાન (૭) દુકાનમાં (ઉતરવા જોગ ખાલી જગ્યા હોય તો) સાધુઓ ઉતરી શકે પણ સાધ્વીઓએ તે સ્થાને ઉતરવું નહીં.– બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૧, સૂત્ર-૧ર.
આ પ્રમાણે આગમ વિધાનોમાં સ્પષ્ટ છે, કે નગ્નપણે વિચરનારા તીર્થકર પ્રભુ તથા સાધુ સાધ્વીઓ ગામ, નગરોમાં કે વન-ઉપવનમાં ગમે ત્યાં યોગ્ય સ્થળે નિવાસ કરી શકે છે. સાધ્વીઓ માટે બ્રહ્મચર્યની રક્ષા કાજે અનેક અસરક્ષિત સ્થાનોનો નિષેધ છે. પરંતુ ક્યાં ય વસતિ-વાસમાં રહેવાનો નિષેધ આગમોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org