________________
૧પક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
તે સંબંધી એકાંતિક કથન કરવું અનુચિત કહેવાય. સાધુના આચાર હોય કે પછી જૈન સિદ્ધાંતના મુખ્ય તત્ત્વો હોય, પ્રમાણિક પૂર્વધારીઓના આગમોમાંથી જ કસોટીની એરણ પર તેને ચડાવી તેનું યોગ્ય ચિંતન-મનન કરવું જોઈએ. એજ નિરાબાધ માર્ગ છે.
આપણા આગમો નગ્નતાનું ખંડન અને અવહેલના કરતાં નથી. સચેલકતાનું પણ વિસ્તૃત કથન કરે છે અને અચલકતાને પણ પ્રશસ્ત કહે છે. તે જ પ્રમાણે આગમોમાં ત્રણ જાતિના પાત્ર કહ્યાં છે. અસમર્થ સાધુ ત્રણે જાતિના પાતરાં એક સાથે રાખે છે. સામર્થ્યવાન સાધુ ફક્ત એક જાતના જ પાત્ર રાખી શકે છે. વિકલ્પી સાધુનું વર્ણન કરતાં કહ્યું છે કે તે પોતાના પાત્રમાં પોતાના માત્રકમાં (પલાસકમાં) પોતાના કમંડળમાં કે પોતાના હસ્તયુગલમાં (ખોબા)માં આહાર લઈ ખાઈ શકે છે. આવું વ્યવહાર સૂત્રમાં છે. એવી જ રીતે વધારે પાતરાં રાખવા સંબંધી કે તેમાં ગોચરી આરોગવા સંબંધી, હાથમાં લેવા સંબંધી ઘણાં વર્ણનો આપેલાં છે. જો ઉણોદરી કરવાની હોય તો એક વસ્ત્ર રાખવાનું કે પરિત્યક્ત ઉપકરણ જ લેવાનો નિર્દેશ પણ કરેલો છે, પરંતુ એકાંત દષ્ટિથી એક પાતરું રાખવાની પ્રરૂપણા કરી નથી.
દવા વગેરે ઔષધની ઇચ્છા માત્રનો (પરિષહ સહન કરવાની અપેક્ષાએ) નિષેધ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય-૨ તથા ૧૯માં કરવામાં આવ્યો છે. તેમ છતાં નિશીથ સૂત્રમાં સ્વસ્થ સાધુને ઔષધ સેવનનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે અને અસ્વસ્થ સાધુ માટે ત્યાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી તેમજ એજ ભવે મોક્ષે જનારા સાધુઓ માટે ઔષધ ઉપચાર કરાવ્યાંના વર્ણનો પણ આગમમાં આપ્યાં છે.
સાધુની મર્યાદાઓમાં સંયમ, સમિતિ-ગુપ્તિ, મહાવ્રત સુરક્ષિત રહે એ જ મુખ્ય છે. બાકી અન્ય વિધિઓમાંથી કેટલીક તો લોકોની દષ્ટિએ વ્યવહારિક પણ છે, તો કેટલીક અવ્યવહારિક જેવી લાગતી વિધિઓ પણ આગમ સિદ્ધ છે, જેમ કે– અદંત ધાવન વગેરે. તેના સંબંધમાં પણ કોઈ માત્ર વ્યવહાર દષ્ટિ રાખીને તેની મજાક કરે તો તે વ્યક્તિગત અસભ્યતા અને અવિવેક જ છે જેનો કોઈ ઈલાજ નથી.
દુનિયામાં બધી જાતના લોકો રહે છે. સાધુએ વ્યવહારનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તે રાખે જ છે. પરંતુ ભગવદજ્ઞા, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તથા આગમ સંબંધી બધા નિયમોની ઉપેક્ષા કર્યા વગર વ્યવહાર કરવો જોઈએ કારણ કે પોતાના નિયમોમાં ભગવદ આજ્ઞા મુજબ રહેવું, તે સાધુનું પરમ કર્તવ્ય છે.
અતઃ વ્યવહારના નામથી સંયમની મૌલિકતા તથા આગમ કથિત નિયમોની ઉપેક્ષા પણ ન કરવી જોઈએ. તેમજ ઉત્કૃષ્ટતાને નામે આગમ સિદ્ધ જુદા-જુદા સામાન્ય આચાર, વિધિ વગેરેનો નિષેધ કરીને, તેને શિથિલાચાર પણ
Jain E
cation International
For Private & Personal Use Only
www.jainelibrary.org