________________
અનુભવ
અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
કલ્પ સૂત્રની રચના નંદીસૂત્રથી ૮૦૦ વર્ષ પછીની છે તથા અન્ય પટ્ટાવલીઓ પણ એટલા જ સમય પછીની છે. તેને વધારે પ્રાચીન સમજવાના આગ્રહથી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ વાસ્તવમાં તે બધી લગભગ દેવર્દ્રિગણિ પછીના ૮૦૦ વર્ષ પછીની છે. તે બધી પટ્ટાવલીઓ જુદા જુદા અનુભવ તથા પરંપરા અને ઉદ્દેશ્યથી બનાવેલી છે. એટલે એ પટ્ટાવલીઓને નંદી સાથે કે એક બીજા સાથે જોડવાની કે કાળ અંતર અને ઉંમરના વિભિન્ન આગ્રહમાં પડવાની કોઈ આવશ્યકતા નથી. કલ્પસૂત્ર તથા અન્ય પટ્ટાવલીઓના રચનાકાળ સંબંધી ચર્ચા આ પુષ્પમાં યથાસ્થાને કરેલ છે.
આ પ્રકારના ચિંતન સારને હૃદયમાં સ્થિર કરી લેવાથી લગભગ બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. સૂત્ર વિપરીત કોઈ પણ નિર્ણય કરવો પડતો નથી બલ્કે નંદી સૂત્રની ૫૦ ગાથાઓથી સંમત નિર્ણય થઈ જાય છે. ચર્ચા વિષયમાં સૂચિત મહાપુરુષોની યાદી :
કલ્પસૂત્રીય ગુર્વાવલી
૩૧ માં સિંહ સૂરિ ૩ર માં ધર્મસૂરિ ૩૩ માં સાંડિલ્ય
૩૪ માં દેવર્કિંગણિ
૧૪૯
માથુરીયુગપ્રધાનાવલી | વલભી યુગપ્રધાનાવલી નંદીસૂત્રોકત – -
૨૪. બહ્મ દિપિકસિંહસૂરી (૭૮ વર્ષની ઉંમર) ૨૫. કંદિલાચાર્ય
૨૬. હિમવંત
૨૭. નાગાર્જુન (૭૮ વર્ષ) ૨૮. ગોવિંદ
૨૯. ભૂતદિન (૭૯ વર્ષ) ૩૦. લોહિત્ય
Jain Education International
૩૧. દૃષ્યગણ
૩૨. દેવવાચક (દેવર્કિંગણિ)
૨૪. સિંહ સૂરી (૭૮ વર્ષ) ૨૫. નાગાર્જુન (૭૮ વર્ષ) ૨૬. ભૂતદિન (૭૯ વર્ષ)
૨૮. કાલકાચાર્ય (૧૧ વર્ષ)
[આ ધર્મઘોષસૂરિષ્કૃત સિરિ દુસમાકાલ શ્રમણસંઘ થવું(સ્તોત્ર) માં છે.
૧૩ મી શતાબ્દીમાં રચના થઈ. તેમાં વાચક વંશના આચાર્યોની નામાવલી છે.]
નોંધ :- મૂર્તિપૂજક વિદ્વાન મુનિશ્રી કલ્યાણવિજયજી કૃત ‘વીર નિર્વાણ સંવત અને જૈન કાળ ગણના’ નામક ગ્રંથમાંથી આ સૂચિ ઉદ્ધૃત કરેલી છે.
આ પ્રકારે આ ચિંતનમાં સૂચિત વિચારણાને સ્વીકારી લેવાથી પટ્ટાવલીઓના ટકરાવાની સમસ્યા અને ૯૮૦ તથા ૯૯૩ના સંવત સંબંધી જે માનસિક વિવિધ પાસાઓ ઉભરાય છે, તે બધાનો તેમાં અંત થઈ જાય છે. અર્થાત્ ૧૩મી શતાબ્દીની આસ-પાસ કલ્પસૂત્ર તૈયાર થાય તેમાં દેવર્દ્રિગણિ બાબતે કાલગણના અથવા ધારણા અંગે અંતર થાય, તે સ્વાભાવિક છે. તેને જ કોઈએ આ સૂત્રમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org