________________
ઉપર વ્યાખ્યાઓ લખવામાં આવી. મૌખિક વ્યાખ્યાઓ વાચના રૂપમાં ગુરુ શિષ્યોમાં તે-તે રૂપમાં ચાલતી જ હતી. સર્વ પ્રથમ આગમો પર જે વ્યાખ્યા લેખિત થઈ તેનું નામ “નિર્યુક્તિ” રાખવામાં આવ્યું. આમાં મુખ્યત્વે શબ્દોના નિરુક્ત અર્થ સંક્ષિપ્ત રીતે દર્શાવવામાં આવ્યા છે. તે વ્યાખ્યા ૧૦ શાસ્ત્રો પર થઈ અને તેના કર્તા બીજા ભદ્રબાહુસ્વામી, દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ૫૦-૬૦ વર્ષ પછી થયા. તે દશ શાસ્ત્ર આ પ્રમાણે છે– (૧-૪) ચાર છેદ સૂત્ર (૫-૬) દશવૈકાલિક-ઉત્તરાધ્યયન (૭-૮) આચારાંગ-સૂયગડાંગ (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ (૧૦) આવશ્યક સૂત્ર. આ દસમાંથી આજે નવ પ્રકાશિત ઉપલબ્ધ થાય છે. એક સૂર્યપ્રજ્ઞપ્તિની નિયુક્તિ ઉપલબ્ધ રહી નથી, લુપ્ત થઈ ગઈ છે. આ નિયુક્તિ વ્યાખ્યા પ્રાકૃત—અર્ધમાગધી ભાષામાં છે અને શ્લોક બદ્ધ છે, ગદ્ય રૂપે નથી. તેનો સમય વીરનિર્વાણ અગિયારમી શતાબ્દી છે.
ભાષ્ય – આગમો પર બીજા નંબરે જે વ્યાખ્યાઓ લખવામાં આવી તેનું નામ ભાષ્ય રાખવામાં આવ્યું છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને આચાર્યસિદ્ધસેનણ આ બે મહાપુરુષ ભાષ્યકર્તા રૂપે પ્રસિદ્ધ થયા છે. નિર્યુક્તિ ઉપર જ ભાષ્ય વ્યાખ્યાની રચના થઈ છે, માટે તે જ ૧૦ આગમ ઉપર ભાષ્ય રચાયા હશે; જેમાં સૂર્યપ્રજ્ઞપ્તિનું ભાષ્ય અજ્ઞાત છે, તેના સંબંધી જાણકારી અનુપલબ્ધ છે. શેષ ૯ આગમની નિયુક્તિ વ્યાખ્યા સાથે ભાષ્ય વ્યાખ્યા ઉપલબ્ધ છે. ભાષ્ય પણ પ્રાકૃત શ્લોકબદ્ધ હોવાથી તે બંને વ્યાખ્યાઓનું અસ્તિત્વ ક્યાંક સ્વતંત્ર ક્યાંક મિશ્ર એમ ઉપલબ્ધ છે. આ વ્યાખ્યાઓનો સમય વીરનિર્વાણ બારમી શતાબ્દી છે. ચૂર્ણિ : :- ભાષ્ય પછી આગમો ઉપર જે પ્રાકૃત—સંસ્કૃત મિશ્ર ગધમય વ્યાખ્યા થઈ, તેનું નામ ચૂર્ણિ રાખવામાં આવ્યું છે. તેના કર્તા જિનદાસગણિ, અગસ્ત્યસિંહ સૂરિ આદિ થયા છે. આ વ્યાખ્યાઓ થવાનો સમય વીરનિર્વાણ તેરમી શતાબ્દિ છે. ચૂર્ણિ વ્યાખ્યા ઉપરોક્ત ૧૦ આગમ સિવાયના ભગવતી, પ્રજ્ઞાપના, । અનુયોગદ્વાર, નંદી આદિ શાસ્ત્રો ઉપર પણ લખાઈ છે.
I ટીકા ઃ — ચોથા નંબરે અગામો પર જે વ્યાખ્યાઓ થઈ તેનું નામ ટીકા રાખવામાં આવ્યું છે. ટીકાઓ શુદ્ધ સંસ્કૃત ભાષામાં રચાઈ છે. પ્રારંભિક ટીકાકાર કોયાચાર્ય, હરિભદ્રસૂરિ આદિ થયા. ત્યારપછી શીલાંકાચાર્ય, અભયદેવસૂરિ, મલયગિરિ, ક્ષેમકીર્તિ, શાંતિ ચંદ્રાચાર્ય વગેરે અનેક વિદ્વાન થયા. ટીકાઓનો સમય વીરનિર્વાણ તેરમી શતાબ્દિથી સોળમી-સત્તરમી શતાબ્દી સુધી છે. કોઈક આગમો પર માત્ર ચૂર્ણિ છે, ટીકા નથી. શેષ સર્વ આગમો પર ટીકા વ્યાખ્યા છે.
****
**
Jain Education International
13
For Private & Personal Use Only
www.jainelibrary.org