________________
શ્રુત-સાહિત્ય : પરિચય
આગમ ઃ- સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોની વાણી જેમાં સંગ્રહિત હોય અને જે પૂર્વધારી પ્રમાણિક પુરુષો દ્વારા રચાયેલા હોય તે આગમ કહેવાય છે. સ્થાનકવાસી તથા શ્વેતાંબર મૂર્તિપૂજક બંને પરંપરાઓમાં ક્રમશઃ ૩૨ અને ૪૫ આગમ છે. અંગ આગમ ઃ- ગણધરો દ્વારા રચિત ૧૨ અંગ સૂત્ર અંગ આગમ કહેવાય છે. અંગ બાહ્ય આગમ ઃ- - ગણધર સિવાય અન્ય બહુશ્રુત પ્રમાણિક પુરુષો દ્વારા રચિત આગમ અંગ બાહ્ય આગમ કહેવાય છે. તેના– (૧) ઉપાંગ સૂત્ર (૨) છંદ સૂત્ર અને (૩) મૂળ સૂત્ર, એવા નામ દેવર્ધિગણિ પછી પ્રચલિત થયા છે. આ ત્રણે ય નામ પ્રાચીન કાલમાં ન હતાં અને આગમોમાં પણ એવા નામ નથી. ઉપાંગ સૂત્ર :- બાર અંગ સંખ્યાને લક્ષ્યમાં રાખતા અંગ બાહ્ય શાસ્ત્રોમાંથી બાર શાસ્ત્રોને ઉપાંગ સંજ્ઞા આપવામાં આવી છે. સ્વીકારેલ ૧૨ ઉપાંગ સૂત્રોમાં નિરયાવલિકાદિ પાંચનું સમ્મિલિત સૂત્રનામ ઉપાંગ સૂત્ર છે, તે સૂત્ર જે આગમ સંપુટ સાથે છે તે બધા આગમ પણ ઉપાંગ સૂત્ર સંજ્ઞા(નામ)વાળા થયા છે. છેદ સૂત્ર ઃ– બહુલતા કરીને સાધ્વાચારના ઔત્સર્ગિક અને આપવાદિક નિયમઉપનિયમ તેમજ સંઘ વ્યવસ્થા તથા પ્રાયશ્ચિત્ત આદિ વિષયોથી પરિપૂર્ણ શાસ્ત્રોને છેદસૂત્ર સંજ્ઞા આપવામાં આવી છે. તે ચાર છે– (૧) નિશીથ સૂત્ર (૨) દશાશ્રુત સ્કંધ સૂત્ર (૩) બૃહત્કલ્પ સૂત્ર (૪) વ્યવહાર સૂત્ર.
મૂળ સૂત્ર ઃ- મૂળભૂત શાસ્ત્રોને મૂળ આગમ કહેવામાં આવ્યા છે. તે ચાર છે– (૧) દશવૈકાલિક સૂત્ર– તેમાં મૌલિક સાધ્વાચારના વિધિ વિધાન છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્ર- વિનય, વૈરાગ્ય આદિ અનેક મૌલિક ગુણો અને તત્ત્વોને સમાવિષ્ટ કરતું આ શાસ્ત્ર છે. (૩) નંદી સૂત્ર– સમસ્ત ક્રિયાઓમાં મૂળભૂત જ્ઞાન છે. તે જ્ઞાનના ભેદ-પ્રભેદ યુક્ત વિસ્તૃત વર્ણનવાળું આ શાસ્ત્ર છે. (૪) અનુયોગ દ્વાર સૂત્ર– કોઈપણ વિષયનું વિસ્તૃત વર્ણન કરનારી અનુયોગ પદ્ધતિ મૌલિક રૂપમાં આ શાસ્ત્રમાં સુરક્ષિત કરવામાં આવી છે. આ રીતે પોતપોતાની વિશિષ્ટ અપેક્ષાએ આ ચાર શાસ્ત્રોને મૂળ સૂત્ર રૂપે માનેલ છે.
આવશ્યક સૂત્ર :- આ મૌલિક શાસ્ત્ર પણ છે તેથી મૂળ સૂત્ર કહી શકાય અને શિખરસ્થ પણ છે તેથી ચૂલિકા શાસ્ત્ર પણ કહી શકાય છે.
આ સર્વ આગમોના રચયિતા વિશે ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટના પહેલા જ પાનામાં સ્પષ્ટીકરણ છે, ત્યાં જુઓ.
આગમ-વ્યાખ્યાઓ :
નિર્યુક્તિ :– દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ દ્વારા આગમ લિપિબદ્ધ થયા પછી તેના
Jain Education International
12
For Private & Personal Use Only
www.jainelibrary.org