________________
ભાષા વિવેક શું છે ??
ખોટા માર્ગ અને ખોટા આચરણ કરનારાઓને શિક્ષિત કરવા માટે ભાષાની એકાંત મૃદુતાની વાતો કરવી ભૂલ ભરેલું કર્તવ્ય છે. આગમમાં જુઓ— (૧) આહાર સંગ્રહ કરનાર શ્રમણ ગૃહસ્થ છે, પ્રવજિત નથી.-- દશવૈ॰ ૬. (૨) જે શ્રમણ પ્રતિલેખનામાં પ્રમાદ કરે, વિગયોનું સેવન કરી તપ ન કરે, તે પાપી શ્રમણ છે.- ઉત્તરા૦ ૧૭. (૩) મિથ્યાર્દષ્ટિ ફુલિંગિઓની સમક્ષ જ તેણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું– મહાનિશીથ સૂત્ર. આ શબ્દો મંદિર મૂર્તિપૂજકો માટે સૂત્રકર્તાએ લગાવ્યા છે. (૪) ધિક્કાર છે તને, હે અપયશકામી !-- દશવૈકાલિસૂત્ર. આ શબ્દો મોક્ષગામી સાધુ માટે પ્રયોજ્યા છે. (૫) માર્ં મિચ્છાટ્ટિી, મિચ્છાટ્ટિી અખારિયા આદિ શબ્દો; શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે આવે છે. (૬) તું તે જ ગોશાલક છે, તું તે જ છાયા છે.– ભગવતી સૂત્ર. (૭) ગોશાલકના ભાવી પૃચ્છા સમયે ગૌતમ સ્વામી અને ભગવાન બંનેએ તેને માટે પ્લુપ્તિસ્સે, મમ વ્હેલિસ્સે; શબ્દ પ્રયોગ કર્યો છે. (૭) પત્નિ રેવતિને ભવિષ્ય કહેતા મહાશતક શ્રાવકને પ્રાયશ્ચિત્ત સંદેશ માટે પ્રભુએ ગૌતમ સ્વામીને મોકલ્યા હતા, છતાં ગૌશાલકને સ્વયં પ્રભુએ કહ્યું– તું સાત દિવસમાં મરી જશે.
સાર એ છે કે ભાષા વિવેકમાં પણ જિનશાસનમાં એકાંતિકતા નથી પરંતુ અનેકાંતિકતા છે. માટે ક્યાંક તીક્ષ્ણ ભાષા પ્રયોગ પણ અનુચિત થતો નથી, એ સત્ય પણ સમજવાની જરૂરત છે. શાસ્ત્રોમાંથી તેવા સેકડો દૃષ્ટાંત મેળવી શકાય છે.
આ કારણે ખોટી પરંપરાઓ, ખોટા ધર્મ માર્ગ, ખોટા ઇતિહાસ, ખોટા આચારઢોંગ, ખોટી પ્રરૂપણાઓ અને આગમમાં પ્રક્ષેપ સાથે હોશિયારી, આ પ્રસંગો માટે જો ભાષામાં તીક્ષ્ણતા થઈ જાય તો તેને ગૌણ કરી, વક્તા કે લેખકના જિનશાસન પ્રત્યેના ભાવોને અને શોધપૂર્વકના જ્ઞાનશ્રમને જ આદર દેવાનું મુખ્ય કર્તવ્ય થાય છે, તે ભૂલવું જોઈએ નહીં. સુજ્ઞેયુ વિ વહુના ।
મંદિર-મૂર્તિ
આ પુસ્તકના સંવાદ પ્રકરણમાં મંદિર-મૂર્તિ સંબંધી જે પ્રકરણ છે, તે હિંદી પુસ્તકમાંથી અનુવાદ કરેલ છે. હિંદી પુસ્તકમાં એ પણ જણાવ્યું છે કે મૂર્તિપૂજક કેટલાક શ્રમણ-શ્રાવક વર્ગે વર્ષો-વર્ષ અશાંતિવર્ધક ગુમનામી પેંપલેટ, પુસ્તકો, સ્ટીકર આદિ છપાવી, સ્થાનકવાસીઓની કડવી ટીકા કરેલ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ સમજાવવા અને સૂચિત કરવા છતાં તેમના તરફથી દરકાર ન કરતાં આ રચના તૈયાર કરવામાં આવી હતી. તે હિંદી પુસ્તકમાં આ સંબંધી સંપૂર્ણ હકીકત તે લોકોના નામ સહિત સ્પષ્ટ કરી છે અને એ પણ લખ્યું છે કે આ પ્રકાશનથી કોઈને કંઈપણ નુકસાન-અશાંતિ થશે તેના જવાબદાર તે લોકો થશે જેઓએ ગુમનામી પેંપલેટ, પુસ્તકોનો પ્રચાર કરેલ છે. વિશેષ માહિતી માટે તે મૌલિક હિંદી ભાષાના પુસ્તકો વાંચવા જોઈએ. મુ. ઈ. પારેખ : પ્રાપ્તિ સ્થાન :
આરાધના ભવન, ગ્રાઉન્ડ ફ્લોર,વૈશાલી નગર ૬/૧૦, રાજકોટ.
Jain Education International
11
For Private & Personal Use Only
www.jainelibrary.org