________________
- - -
-
-
-
-
-
- - - -
વૃત્તિઓએ સ્થાન લઈ લીધું છે. | ત્યાર બાદ કેટલાય ચિંતક વિદ્વાન આ ઇતિહાસો તથા વિરોધી ઉપલબ્ધll
ઇતિહાસનો સમન્વય કરવા માટે પોતાનું તાર્કિક ચિંતન પ્રસ્તુત કરે છે. પરંતુ Iઆમ કરવા જતાં તે ચિંતક પોતે આગમ આધારની પ્રમુખતા ન લેતાં, વૈકલ્પિકIR I પ્રાપ્ત ઇતિહાસની જ અનુપ્રેક્ષા કરે છે. જેથી કરીને તેમનું તે નવું ચિંતન પણ એક નવો અસત્ય-ગલત ઇતિહાસ અને એક નવી પરંપરા બની જાય છે. આ પ્રકારે | જૈન સાહિત્યનો ઈતિહાસ વિભાગ આવા અનેક દૂષણોથી દૂષિત બન્યો છે, જેના વિવિધ સ્થળે આગમ તત્ત્વોનું કથન કરવામાં બાધક બને છે અને બુદ્ધિજીવિઓ.IN માટે દ્વિઘાજનક પણ બને છે. કે આ આગમ સારાંશના લેખન કાર્યમાં પણ કેટલીક જગ્યાએ આવા પ્રસંગ Iઉપસ્થિત થયા છે, ત્યારે ત્યાં ઇતિહાસ વિષયનો વિસ્તાર કરવાને બદલે સ્વતંત્ર
પરિશિષ્ટ આપવાનો સંક્ત માત્ર કરેલ છે. એ જ સંકેતોના ફળસ્વરૂપે આ સંકલન IR ઐતિહાસિક પરિશિષ્ટના રૂપમાં પ્રસ્તુત છે. આ ખંડમાં પ્રથમ સંવાદ શૈલીએlk વિષય વસ્તુનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે અને પછી સંકલનાત્મક નિબંધો આપેલ છે. જે નિબંધોનું સૂચન પણ સંવાદમાં કેટલીક જગ્યાએ કરેલ છે.
નમ્ર નિવેદન એ જ છે કે સ્વાધ્યાયી ચિંતનશીલ પાઠક આ સંકલનથી આશા-નિરાશાના ઉતાર-ચડાવથી દૂર રહીને તટસ્થ બુદ્ધિ રાખીને પૂર્વાપર I કથિત વાર્તાઓનું તથા સૂચિત સ્થાનોનું ગંભીર અધ્યયન મનન કરીને સત્ય પ્રાપ્ત કરવાની કોશિશ કરે. પરંતુ પરંપરાઓના દુરાગ્રહ ચક્રમાં ફસાઈનેB વિસ્મિત ન બને અને વિષમભાવી પણ ન બને. અર્થાત આ પરિશિષ્ટના
અધ્યયનથી ચમકે પણ નહીં અને દમકે પણ નહીં. II એ વાત ખાસ કહેવાની છે કે કોઈપણ પાઠકને પૂર્ણ સમન્વય બુદ્ધિથી IIકસોટી કર્યા પછી પણ જો કોઈ તત્ત્વ સ્પષ્ટ રીતે જ આગમ વિપરીત કે તકIB વિપરીત લાગે તો ખંત રાખી પુસ્તકમાં દર્શાવેલ સંપર્કસૂત્રના સ્થાને અવશ્યપણે પોતાના મંતવ્યો લખી જણાવવાનો અનુગ્રહ કરશો. તેમજ માત્ર ભાષા સંબંધી દોષો જણાય તો સ્વયં સુધારીને શાંતિ ધરશો, તેની ચર્ચા કરશો નહી, પણ Iક્ષમા કરશો અને ક્ષમા ભાવ રાખી આત્મ કલ્યાણ સાધશો. ॥ इति शुभं भवतु सर्व जीवानाम्; उत्कर्ष भवतु प्रज्ञामतानां ॥
આગમ મનીષી તિલોકમુનિ
10 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org