________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
સમાચારીનું કથન છે અને અંત સુધી સંભવતઃ કોઈ વિષયાંતર થયું નથી. એટલે નમસ્કાર વગેરે યુક્ત પટ્ટાવલી સુધીનો કલ્પસૂત્રનો પાઠ જો રચનાકાળથી જ, આઠમી દશામાં હોત તો અને પર્યુષણકલ્પ સમાચારીનો પાઠ અંતમાં હોત તો તેનું કથન નિર્દેશ તેની નિર્યુક્તિમાં જ શરૂઆતમાં જ થયું હોત ! પરંતુ એવું થયું નથી. (૩) તીર્થંકર વર્ણનના અંતમાં આવતો સંવત્સર સંબંધી વૈકલ્પિક પાઠ તથા દેવર્કિંગણિ સુધીના વંદન ગુણગ્રામ વગેરેને ભદ્રબાહુ પ્રણીત આઠમા અધ્યયનમાં માનવા તથા ૧૨૦૦-૯૦૦- ૨૧૦૦(બે હજાર એકસો) શ્લોક પ્રમાણ દશાશ્રુતસ્કંધ સૂત્રને ચૌદપૂર્વી ભદ્રબાહુ રચિત માનવું તો હાસ્યાસ્પદ જ છે !! (૪) નિર્યુક્તિકારના એક શતાબ્દીથી પણ વધારે કાળ પછી ચૂર્ણિકારે પણ સંવત્સરી તથા વૈકલ્પિક પાઠ સંબંધી કોઈ નિર્દેશ કે સ્પષ્ટીકરણ અથવા ચર્ચા કરી નથી. આ પાઠની ચર્ચા ૧૩મી શતાબ્દીની પૂર્વે કોઈ પણ વ્યાખ્યાકારે ક્યાંય પણ કરી નથી તે બાબત નોંધનીય છે.
૧૪૫
(૫) નિર્યુક્તિકારે આઠમી દશાના પ્રસંગમાં ન તો કલ્પસૂત્રનું નામકરણ દર્શાવ્યું છે કે ન તો આ દશાના પૃથક્કરણનો ક્યાંય ઉલ્લેખ કર્યો છે ! તેમજ તેના પરિચયમાં પણ એવું કશું નથી જણાવ્યું કે આમાં દેવર્ધિગણિએ સંશોધન-વર્ધન કર્યું છે અને કાલકાચાર્યે સભામાં તેનું વાંચન શરૂ કર્યું હતું ! આ રીતે જ્યારે નિર્યુક્તિ તથા ચૂર્ણિકાર આ દશાના વર્ણનમાં આવું કોઈ ઇતિહાસનું કથન કરતા નથી જેઓ ખુદ દેવર્દ્રિગણિ તથા કાલકાચાર્યના નિકટવર્તી(છઠી કે સાતમી શતાબ્દીના) હતાં, તો પછી સેંકડો વર્ષો વીત્યા બાદ ૧૩મી કે ૧૪મી શતાબ્દીવાળાઓ આવો ઇતિહાસ ક્યાંથી પ્રગટ કરી શકે ? એટલે નિર્યુક્તિ, ચૂર્ણિની રચનાની પછી તથા ૧૩મી-૧૪મી શતાબ્દીની આસપાસ જ આ કલ્પસૂત્રનું ઉપલબ્ધ સ્વરૂપ તૈયાર થયું, એમ સમજવું જોઈએ.
(૬) પ્રાચીન ભદ્રબાહુ સ્વામીએ છેદ સૂત્રોની રચના સાધ્વાચાર વિષયને લઈને કરી છે, તે પૂર્વોને આધારે છે તો તેમાં નવ વ્યાખ્યાનરૂપ ઉપલબ્ધ કલ્પસૂત્ર વિષયાંતર રૂપ જ હોત. ચિંતનાધારને માટે બૃહત્કલ્પ, વ્યવહાર તથા દશાશ્રુતસ્કંધના સંપૂર્ણ વર્ણન પાઠ જોવા.
આ રીતે જ્યારે કલ્પસૂત્રની મૌલિકતા, પ્રમાણિકતા સંદેહયુક્ત છે ત્યારે તેમાં ઉપલબ્ધ પટ્ટાવલીની પ્રાચીનતા કેટલી હોઈ શકે ? એ સ્વતઃ સમજી શકાય છે.
આ રીતે કલ્પસૂત્ર તથા નંદી સૂત્રની પટ્ટાવલી સંબંધી વર્ણનને જુદાં કર્યા પછી, જે પણ પટ્ટાવલીઓ ઉપલબ્ધ છે, તે ૧૩મી શતાબ્દી અર્થાત્ વીર નિર્વાણ ૧૮ મી શતાબ્દી પહેલાની નથી. એથી એટલું સિદ્ધ થાય છે કે આજના વખતમાં જે કાંઈ પણ પટ્ટાવલીઓ અથવા ઇતિહાસ ઉપલબ્ધ છે, તેનો અધિકાંશ વિભાગ વીર નિર્વાણની ૧૮મી શતાબ્દીની રચના તથા કલ્પના તથા અનુભવોનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org