________________
૧૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
ક્રમિક પાટ પરંપરા અથવા શિષ્ય પરંપરા કે યુગપ્રધાન પટ્ટાવલી રજૂ કરું છું ! તેમજ ઉપસંહારમાં અંતિમ વંદન ગાથામાં પણ એમ નથી કહ્યું કે હું "આ ક્રમિક પાટ પરંપરા પ્રાપ્તોને વંદન કરું છું તથા બાકી બધા સાધુઓને હવે સમુચ્ચય વંદન હો." વગેરે કોઈ પણ સ્પષ્ટીકરણ કરેલું નથી. ' અર્થાત્ નંદી સૂત્રમાં કોઈ પટ્ટાવલી સંગ્રહિત કરવામાં આવી હોય તેવું લાગતું નથી. પરંતુ સ્મૃતિ પરંપરામાં તથા પ્રસંગ પ્રાપ્ત જે કોઈપણ વિશિષ્ટ શ્રતધર કાલિક શ્રુત તથા અનુયોગધારી પ્રસિદ્ધિ પ્રાપ્ત, દિવંગત પૂર્વધર તથા દુષ્યગણિ, લોહિત્ય, ભૂતદિન(સંભવતઃ) પરિચય પ્રાપ્ત પૂર્વધરોને નાના-મોટા ક્રમમાં, (તેમાંના ઘણાં સમકાલીન હોવાં છતા) બધાને વંદન કરેલ છે અને ઉપસંહારરૂપ અંતિમ ગાથામાં બાકીના બીજા, અર્થાત્ જેના નામો સ્મૃતિમાં કે પ્રસંગમાં ન વણાયાં હોય તેવાં કાલિક શ્રુત અનુયોગધરોને વંદન કરેલ છે. જ્યારે પરિશેષમાં પણ કાલિક શ્રુત અનુયોગધરોને(પૂર્વધરો) વંદન કરે છે તો જેના નામ સહિત-ગુણ વંદન કર્યા હોય તેઓ પણ કોઈ પાટ પરંપરા કે શિષ્ય પરંપરા વાળા હોવાને બદલે વિશિષ્ટ પ્રખ્યાત કૃતધર માત્ર જ હોઈ શકે એવું ચોખ્ખું સમજાય છે. સ્કંદિલાચાર્યથી લઈને દૂષ્યગણિ સુધીના જે શ્રુતધરોનાં નામ છે તેમની પણ તે ૧૪૦ વર્ષ કાળમાંની પાટ પરંપરા પણ કોયડા રૂપ લાગે છે. કેમ કે તેમાનાં ત્રણ મહાપુરુષો, સ્કંદિલ, હિમવંત, નાગાર્જુન, લગભગ સમકાલીન હતાં તથા વિભિન્ન પ્રાંતવર્તી પણ હતાં. વળી બે મહાપુરુષ નાગાર્જુન તથા ભૂત લગભગ ૭૮ તથા ૭૯ વર્ષની ઉંમરના થયેલ, જે સાત મહાપુરુષોને પોતાના જ કાળમાં સમાવિષ્ટ કરી લે તેવાં હતાં. એટલે જ્યાં “સાત' ને વંદન કર્યા છે ત્યાં તેમને પાટાનુપાટ માનવું સુસંગત નથી.
આમ નંદીસૂત્રની રચનાના પ્રસંગમાં પણ પાટની પરંપરા એટલે કે પટ્ટાવલી લેખન પદ્ધતિનો પ્રાદુર્ભવ નહોતો થયો એમ સમજવું હિતાવહ છે.
નિર્યક્તિઓની રચનાના રચનાકાર ભદ્રબાહુસ્વામી હતા, જે આગમ લેખનકાળ તથા દેવદ્ધિગણિની નંદીસુત્ર રચનાના પછી થયાં. આ વાત પ્રમાણો દ્વારા દેરાવાસી સંત શ્રી પુણ્યવિજયજીએ બૃહત્કલ્પ ભાષ્ય, ભાગ છની પ્રસ્તાવનામાં વિસ્તાર સહિત સમજાવી છે. જેને આ પુષ્પમાં આગળ દર્શાવી દીધી છે. (૧) દશાશ્રુતસ્કંધ પર પણ નિયુક્તિની રચના થઈ છે. જેમાં શરૂઆતમાં જ દસ દશાઓના નામની સાથે નિયુક્તિકારે એવું પણ સમજાવ્યું છે કે આ સૂત્રમાં નાની-નાની (દસ) દશાઓનું કથન છે અને મોટી દશાઓ જ્ઞાતાસૂત્ર વગેરેમાં છે. આ કથનથી આઠમી દશારૂપ ગણાતા કલ્પસૂત્ર જે ૧૨૦૦ શ્લોક પ્રમાણ છે તે નિયુક્તિ રચનાકારની સામે ન હતું એટલું સ્પષ્ટ થાય છે. (૨) આઠમી દશાની નિયુક્તિ ગાથાઓના પ્રારંભમાં ચાર્તુમાસ(પર્યુષણા) કલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org