________________
૧૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત.
ભાવાર્થ :- ચૈત્યની પ્રેરણાના ઉત્તરમાં કુવલયપ્રભ આચાર્યે તે કાર્યને સાવધ અને અકરણીય બતાવી તેનો નિષેધ કર્યો. આ રીતે નિડર સાર પૂર્ણ વચન કહીને તે આચાર્યે પેલા શિથિલાચારી મિથ્યાદષ્ટિ વેષધારીઓ વચ્ચે તે જ સમયે તીર્થકર નામ કર્મ બાંધ્યું અને એક ભવાવતારી બન્યા. (ર૩) વ્રત ભંગ કરવાવાળા માટે માચ્છીમારના ભવથી આઠગણું પાપ કહ્યું છે
आजम्मेणं तु जे पावे, बंधेज्जा मच्छ बंधगो ।
વય મરો માણસ, તે વેવ પ્રમુખ મુળ (અ) ૬, ગા. ૧૪૯) મહાનિશીથ ભલે આવું જણાવે પણ સિદ્ધાંતમાં આવું કહ્યું નથી. સિદ્ધાંત મુજબ વ્રત શુદ્ધ પાળવાવાળો ઉત્તમ, અશુદ્ધ કરવાવાળો મધ્યમ અને અગ્રતી જઘન્ય માનવામાં આવે છે. (૨૪) જે નિર્દયી પુરુષ એક લાખ સ્ત્રીઓના ૭-૮ માસના ગર્ભને પેટ ચીરીને મારી નાખે, એને જેટલું પાપ લાગે, એથી નવગણું પાપ સ્ત્રી સંગથી સાધુ બાંધે, સાધ્વી સંગથી હજાર ગણું અને પ્રેમ વશ આવું કામ કરે તો કરોડ ગણું અને ત્રીજી વાર કરે તો બોધિનો નાશ કરે. (રપ) સાતમા અધ્યયનમાં કઠોર, કર્કશ ભાષા, કષાય,ક્લેશના અનેક પ્રાયશ્ચિત્ત, વર્ણન છે. - “પ્રબંધ પારિજાત', પં. કલ્યાણ વિજય ગણિ. નોંધ – આ નિબંધ લગભગ ઉક્ત પ્રબંધ પારિજાત ગ્રંથમાંથી કરાયેલું સંકલન માત્ર છે અર્થાત્ તેમાં કથિત વાક્ય મહાનિશીથ સૂત્રના તથા મૂર્તિપૂજક પં. શ્રી કલ્યાણ વિજય ગણિના છે.
T 2) કલ્પસૂત્રની રચના સંબંધી વિચારણા છ )
આગમ લેખન કાળમાં ત્રણ કલ્પસૂત્ર વિદ્યમાન હતા. જેનું દેવદ્ધિગણિએ નંદી સૂત્રમાં કથન કર્યું છે. (૧) કમ્પો” (બૃહત્કલ્પ સૂત્ર) જે છેદ સૂત્ર છે તથા કાલિક સૂત્ર છે. (૨) “ચૂલકપ્પ સૂત્ર” (૩) “મહાકપ્પ સૂત્ર'. આ બંને ઉત્કાલિક છે અને બંને આજે પોત-પોતાના નામે સ્વતંત્રરૂપમાં અનુપલબ્ધ છે.
જો ચોથું પર્યુષણા કલ્પસૂત્ર દેવર્ધ્વિગણિએ સંપાદિત કરી પૃથક કર્યું હોત તો તે તેનું નામ પણ કાલિક સૂત્રની સૂચિમાં નંદી સૂત્રમાં અવશ્ય આપત અને જો આઠમા અધ્યયનને જ સંવર્ધિત સંપાદિત કર્યું હોત તો નિર્યુક્તિકારની સામે દશાશ્રુતસ્કંધમાં તે હોવું જોઈતું હતું. અત નંદી સૂત્રમાં અનિર્દિષ્ટ આ પર્યુષણાકલ્પસૂત્રદેવદ્ધિના સમયમાં પણ સ્વતંત્રરૂપમાં નહોતું બન્યું, ન તો દશાશ્રુતસ્કંધની આઠમી દશામાં એનું આ સ્વરૂપ હતું. દેવર્ધ્વિગણિ પછી લગભગ ૨૦૦ વર્ષ સુધી પણ તેનું સ્વતંત્ર અસ્તિત્ત્વ ન હોતું એટલું સ્પષ્ટ છે. એટલે દેવર્ધ્વિગણિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org