________________
અનુભવ અર્ક ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
પણ મહર્ષિ એવો ઉમેરો કરે પણ નહીં અને તે જમાનાના બીજા સ્થવિરો પણ તેને સ્વીકારે નહીં. એ નિર્યુક્તિઓને ચૌદપૂર્વી ભદ્રબાહુની રચના માનવાથી જ એવી અઘટિત દૂષિત કલ્પનાઓ કરવી પડે.’’ —બૃહત્કલ્પ ભાષ્ય ભાગ– પ્રસ્તાવના. (૫) નિર્યુક્તિકાર ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામી હોત તો નિર્યુક્તિઓમાં નિમ્ન વર્ણન ન મળવા જોઈએ જ્યારે આ વર્ણનો આજે પણ મળે છે જેમ કે
૧૩૧
(૧) આવશ્યક નિર્યુક્તિ ગાથા ૭૪ થી ૭૭૬ સુધીમાં સ્થવિર ભદ્રગુપ્ત (વજ સ્વામીના ગુરુ) આર્ય સિંહગિરિ, શ્રી વજસ્વામી, શ્રી તોસલીપુત્ર, આચાર્ય આર્ય રક્ષિત, આર્ય ફલ્ગુરક્ષિત વગેરે બધા ય આચાર્યો પ્રાચીન ભદ્રબાહુસ્વામીની પછીના છે. તેમના વિશે વર્ણન ઉક્ત ગાથાઓમાં છે.
(૨) પિંડ નિયુક્તિ ગાથા ૪૯૮માં પાદલિપ્તાચાર્ય સંબંધી વર્ણન તથા ગાથા ૫૦૩ થી ૫૦૫માં વજસ્વામીના મામા આર્ય સમિત દ્વારા બ્રહ્મદ્દીપિક તાપસોની પ્રવ્રજ્યા અને બ્રહ્મટ્ઠીપિક શાખાની ઉત્પત્તિનું વર્ણન છે. આનુ તાત્પર્ય એટલું જ કે બ્રહ્મઢીપિક શાખાની ઉત્પત્તિની પછી આ નિર્યુક્તિઓ રચાયેલી છે. (૩) ઉત્તરાધ્યયન સૂત્રની નિયુક્તિ ગાથા ૧૨૦માં કાલકાચાર્ય સંબંધી ઘટનાનો ઉલ્લેખ છે.
(૪) આવશ્યક નિર્યુક્તિ ૭૪ થી ૭૬૯ સુધીમાં વજસ્વામીના ગુણાનુવાદ કરતાં પુનઃ પુનઃ તેમને નમસ્કાર કરીને વર્ણન કરેલ છે, જે ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામી માટે સર્વથા અનુપયુક્ત લાગે છે, કેમ કે વજસ્વામી તેમના ગુરુ કે રત્નાધિક નહોતા પરંતુ શિષ્યાનુશિષ્ય હતા. તે નમસ્કારવાળી ગાથાઓ આ પ્રકારે છે— जो गुज्झएहिं बालो, निमंतिओ भोयणेण वासंते ।
च्छइ विणीय विणओ, तं वइर रिसिं नम॑सामि ॥७६५ ॥ जो कन्नाइ धणेण य णिमतिओ जुवणम्मि गिहीवइणा । णयरम्मि कुसुमणामे, तं वइररिसिं नम॑सामि ॥
जेण उद्धरिया विज्जा, आगास गमा महापरिण्णाओ । वंदामि अज्जवइरं, अपच्छिमो जो सुयहराणं ॥ ७६९ ॥
(૫) આવશ્યક નિર્યુક્તિ ગાથા ૭૭૩ અને ૭૪ માં બતાવ્યું છે કે ‘અનુયોગનું પૃથક્કરણ આર્ય રક્ષિતના સમયે થયું, વજસ્વામી ત્યારે નહોતા થયાં.' આ ભૂતકાળ વાળું વાક્ય છે. આથી એવું સાબિત થાય છે કે નિર્યુક્તિઓ પ્રાચીન ભદ્રબાહુની રચના નથી.
(૬) આવશ્યક નિર્યુક્તિ ૭૭૮ થી ૭૮૩ સુધી અને ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ગાથા ૧૬૪ થી ૧૭૮ સુધીમાં સાત નિન્હવો અને આઠમા દિગંબર મતની ઉત્પત્તિ તથા તેમની માન્યતાઓનું વિસ્તૃત વર્ણન કરેલ છે. જેમાં વીર નિર્વાણના ૭૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org