________________
૧૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત,
નિક્ષેપમાં ત્રણ મત કહ્યાં છે. તે ત્રણ મત બૃહત્કલ્પ સૂત્રની ચૂર્ણિ અનુસાર સ્થવિર આર્ય મંગૂ, આર્ય સમુદ્ર અને આર્ય સુહસ્તી, આ ત્રણ સ્થવિરોની જુદી જુદી માન્યતાના રૂપમાં છે. આ ત્રણેય આચાર્ય ૧૪ પૂર્વી ભદ્રબાહુની પછીના છે અને દ્વિતીય ભદ્રબાહુની પહેલાના છે. આ ત્રણેયની માન્યતાના સંકલનો નિર્યુક્તિમાં હોવાથી એવું પણ સિદ્ધ થઈ જાય છે, કે આ આચાર્યોની પહેલા નિર્યુક્તિની રચના નહોતી થઈ પરંતુ પછી જ નિર્યુક્તિઓની રચના થઈ હોવી જોઈએ. (૪) ગોષ્ઠામાહિલ નિન્દવ અને દિગંબર મતની ઉત્પત્તિની હકિકત પણ નિર્યુક્તિમાં જણાવી છે. આ બંને ઘટનાઓ પ્રાચીન ભદ્રબાહુ અને આર્ય રક્ષિતથી પછીના સમયની છે. એનાથી પણ આ સિદ્ધ થાય છે કે આ નિયુક્તિઓ પ્રાચીન ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામીની નથી.
| મુનિશ્રી પુણ્યવિજયજીના મંતવ્યોનો એક પરિચ્છેદ અહીં તેમની ભાષામાં રજૂ કરવાનું ઉપયુક્ત બને છે, જેનો સાર છે કે ભ્રમ તથા દુરાગ્રહથી નિયુક્તિઓને ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામીની માનવાથી કેટલીય શંકાઓ, કેટલાય વિષયોમાં ઉત્પન્ન થાય છે. જેના સમાધાન માટે ખાલી ખોટી દૂષિત કલ્પનાઓ કરવી પડે છે. આવું ઊંઘ બગાડી આંખો ચોળવામાં કોઈ સાર નથી. એટલે નિર્યુક્તિઓ માટે ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામીની તે રચનાઓ છે, તેવી ખોટી જિદ છોડી દેવી જોઈએ અને તે નામ સામ્યતા ધરાવતા દ્વિતીય ભદ્રબાહુ સ્વામીની રચનાઓ છે તેમ માની લેવું જોઈએ. આવું સત્ય માની લેવાથી કેટલીય સમસ્યાઓ(શંકા)નું નિવારણ આપોઆપ થઈ જાય છે. આ સાર વાળો ફકરો આ પ્રમાણે છે–
“અહીં પ્રસંગવશાત્ એક વાત સ્પષ્ટ કરી લઈએ કે ચૌદપૂર્વી ભગવાન ભદ્રબાહુના જમાનાના નિર્યુક્તિ ગ્રંથોને આર્યરક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરી અને ફરીથી પછીના યુગમાં વ્યવસ્થિત કરવામાં આવે. એટલુ જ નહિ પણ એ નિયુક્તિ ગ્રંથોમાં ઉત્તરોત્તર ગાડાને ગાડા ભરીને વધારો ઘટાડો કરવામાં આવે, આ જાતની કલ્પના કરવી જરાય યુક્તિ સંગત નથી. કોઈપણ મૌલિક ગ્રંથમાં આવા ફેરફાર કર્યા પછી, એ ગ્રંથને મૂળ પુરુષના નામથી પ્રસિદ્ધ કરવામાં ખરે જ એના પ્રણેતા મૂળ પુરુષની તેમજ પછીના સ્થવિરોની પ્રામાણિકતા દૂષિત જ થાય છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો કોઈ પણ સ્થવિર મહર્ષિ પ્રાચીન આચાર્યના ગ્રંથને અનિવાર્ય રીતે વ્યવસ્થિત કરવાની આવશ્કયતા ઉભી થતા તેમાં સંબંધ જોડવા પૂરતો ઘટાડો ઉમેરો કે સહજ ફેરફાર કરે એ સહ્ય હોઈ શકે પણ તેને બદલે તે મૂળ ગ્રંથકારના જમાનાઓ પછી બનેલી ઘટનાઓ ને કે તેવી કોઈ બીજી બાબતોને મૂળ ગ્રંથમાં નવેસરથી પેસાડી દે એથી એ ગ્રંથનું મૌલિકપણું ગૌરવ કે પ્રમાણિકતા, વધશે ખરા? આપણે નિર્વિવાદપણે કબૂલ કરવું જોઈએ કે મૂળ ગ્રંથમાં એવો નવો ઉમેરો ક્યારેય પણ વાસ્તવિક માન્ય ન કરી શકાય. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org