________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૨૯
આચાર્ય પણ સ્વીકારે છે કે આ ગાથા નિર્યુક્તિકારની છે અને તેમાં તેમણે આદિ મંગલરૂપમાં સૂત્રકર્તા પ્રાચીન ભદ્રબાહુ સ્વામીને વંદન કરેલ છે.
આમ આ ગાથાને પ્રક્ષિપ્ત ગાથા પણ ન કહી શકાય કેમ કે ચૂર્ણિકારની સમક્ષ આ ગાથા હતી અને તેમણે નિર્યુક્તિકારથી સૂત્રકાર ભિન્ન છે તેવું પણ સ્પષ્ટ સ્વીકારેલું છે. આથી એવું પણ સ્પષ્ટ થઈ જાય છે કે ચૂર્ણિકારના જમાનામાં એવો ભ્રમ નહોતો કે સૂત્રના અને તેની નિયુક્તિઓના કર્તા ભદ્રબાહુ સ્વામી છે. કેમ કે એવી ધારણા તે સમયે હોત તો આ પ્રથમ ગાથાની ચૂર્ણિ કરતાં તેઓ વિચારમાં પડી જાત, કે વ્યક્તિ સ્વયં જ પોતાને વંદન કેવી રીતે કરી શકે? પરંત અત્રે વ્યાખ્યા કરતી વખતે ચૂર્ણિકારે સ્ટેજ પણ મુંઝવણમાં પડ્યા વિના સરળતાથી આ નિર્યુક્તિ ગાથાની ચૂર્ણિ કરી દીધી છે.
આ પ્રકારે એટલું તો સિદ્ધ થાય છે કે ચૂર્ણિકારના સમય સુધી એવો કોઈ શંકાસ્પદ પ્રશ્ન નહોતો ઉધ્યો કે નિર્યુક્તિ કર્તા અને સૂત્ર કર્તા એક જ વ્યક્તિ છે અને તે પણ ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામી જ છે. હકીકતમાં આ ગોટાળો ચૂર્ણિકારના ઘણા વર્ષો પછી નામ સામ્યતાના ભ્રમથી ઉત્પન્ન થયેલ છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનની નિયુક્તિ ગાથા
सव्वे एए दारा मरणविभत्तिए वण्णिया कमसो । सगल निउणे पयत्थे, जिण चउद्दसपुच्ची भासति ।२३।
અર્થ– મરણ વિભક્તિ સંબંધી અનેક કારોથી ક્રમશઃ એવું વર્ણન કરવામાં આવેલ છે, પરંતુ વધારે સ્પષ્ટ અને સંપૂર્ણ વિવેચન તો તીર્થકર તથા ૧૪ પૂર્વધારી જ કરી શકે છે.
આવું કથન કરવાવાળા સ્વયં ૧૪ પૂર્વી તો ન જ હોઈ શકે. આ નિર્યુક્તિ ગાથાની ટીકા કરવાવાળા શાંત્યાચાર્યના સમયે, એક સરખા બે નામથી થયેલો ભ્રમ પ્રચલિત થઈ ચૂક્યો હતો, તેથી તેમણે ઉક્ત નિર્યુક્તિ ગાથા સંબંધી શંકા પ્રગટ કરી કે નિયુક્તિકાર સ્વયં ૧૪ પૂર્વી હોવા છતાં, આવું કેમ જણાવે છે! પછી વૈકલ્પિક સમાધાન કર્યું છે કે (અ) પોતાનાથી પણ વિશિષ્ટ ૧૪ પૂર્વી માટે આવું કહેલ હશે. (બ) અથવા તો દ્વાર ગાથાથી શરૂ કરીને બધી ગાથા ભાષ્ય ગાથા હશે, પરંતુ નિર્યુક્તિ ગાથા નહીં હોય, એટલે શંકા કરવી જોઈએ નહીં.
આવા વૈકલ્પિક સમાધાનો યોગ્ય નથી જણાતા કેમ કે દશાશ્રુતસ્કંધના ચૂર્ણિકારેને ઉક્ત ગાથા નિયુક્તિકારની હોવાનું સ્વીકાર કરતી વખતે કિંચિત માત્ર પણ સંદેહ થયો નહોતો. એટલે ટીકાકારનો સંદેહ તથા વૈકલ્પિક સમાધાન ભ્રામક ગોટાળાના પ્રભાવથી યુક્ત છે. (૩) સૂત્રકૃતાંગ સૂત્રના નિર્યુક્તિકારે પુંડરિક' પદનું નિરૂપણ કરતાં દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org