________________
અનુભવ અર્ક ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
:
છે. તે સૂત્રનું કેટલાક સુધી આચારપ્રકલ્પ નામ રહ્યું અને ક્યારે નિશીથ નામ થયું તેની પૂરી જાણકારી આધાર સાથે મળતી નથી; તોપણ નંદી સૂત્રની રચનાના સમયે તેનું ‘નિશીથ સૂત્ર’ નામ નિશ્ચિંત થઈ ગયું હતું અને આચારપ્રકલ્પ નામનું કોઈ પણ સૂત્ર તે સમયે પ્રસિદ્ધ નહોતું. તેમ છતાં આચારપ્રકલ્પના નામથી અનેક વિધાનો તો આજ સુધી આગમોમાં જોવા મળે છે. એટલે પૃથક્કરણના સમયથી લઈને તે પ્રથમ ભદ્રબાહુના સમય સુધી તેનું કથન ‘આચારપ્રકલ્પ’ નામે જ થતું હતું. ‘નિશીથ સૂત્ર’ એ ઘણા વખત પછી પ્રચલિત થયેલું નામ છે.
૧૨૦
વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૩ના સૂત્ર ત્રીજા, ચોથામાં ઉપાધ્યાય પદ યોગ્ય ભિક્ષુ માટે તેનું અધ્યયન કરવાનું અને તેને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરવાનું વિધાન પણ છે. આ ઉપાધ્યાય પદ યોગ્ય સાધુ માટે અત્યંતાવશ્યક જઘન્ય શ્રુત’ છે. જેનો અર્થ એટલો જ કે અર્થ સહિત તેને કંઠસ્થ ન કરનારા સાધુ ઉપાધ્યાય પદ પર સ્થાપિત થવા માટે અયોગ્ય ગણાય !
સાર ઃ
નિશીથ સૂત્ર, ગણધર રચિત આચારાંગ સૂત્રનું પૃથક્ કરેલ અધ્યયન છે, પૃથક્કર્તાનું નામ અજ્ઞાત છે. ‘આચાર પ્રકલ્પ’ શબ્દથી આચારાંગ અને નિશીથ બંને સૂત્રોનું અધ્યયન વગેરેનું વિધાન, શ્રુત કેવળી પ્રથમ ભદ્રબાહુ સ્વામી દ્વારા રચિત વ્યવહાર સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાં તેમણે સોળ વખત આચાર-પ્રકલ્પ શબ્દનો પ્રયોગ કરેલ છે, પરંતુ નિશીથ સૂત્ર એ નામનો પ્રયોગ કરેલ નથી.
આનું કારણ એટલું જ છે કે કેવળ નિશીથ અધ્યયનનું કથન કરવાનું હોય ત્યારે ‘નિશીથ સૂત્ર’ એવો શબ્દ પ્રયોગ થાય અને સંપૂર્ણ આચારાંગનું અર્થાત્ બંને ખંડોનું કથન કરવાનું હોય ત્યારે ‘આચારપ્રકલ્પ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
નંદીસૂત્ર કર્તાને પૃથક્ સૂત્રમાં તેનું કથન કરવાનું હતું તેથી ત્યાં ‘નિશીથ સૂત્ર' નામ પ્રયોગ છે અને વ્યવહાર સૂત્રના કર્તાને અધ્યયન અધ્યાપનના પ્રસંગમાં, બંને સૂત્રનો એક સાથે નિર્દેશ કરવાનો છે, એટલે ત્યાં "આચારપ્રકલ્પ" શબ્દનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે.
રચનાકાર સંબંધી ઉપર કથિત ત્રણે ય કલ્પનાઓ અસંગત તથા ભ્રમપૂર્ણ છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આચાર પ્રકલ્પ(આચારાંગ તથા નિશીથ) અર્થ સહિત કંઠસ્થ ધારણ કરવાનું આવશ્યક હોય છે. અન્યથા તે સંઘાડાનું પ્રમુખપદ કે બીજી કોઈ જવાબદારીયુક્ત પદ ધારણ કરવા અયોગ્ય ગણાય છે.
આ રીતે આ ‘આચાર પ્રકલ્પ’ જિનશાસનમાં પ્રારંભથી જ હોવું જરૂરી છે. એટલે આ ગણધર રચિત સંપૂર્ણ આચારાંગ સૂત્રના જ બંને વિભાગોમાં વિભાજિત અંશોનો પરિચાયક શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org