________________
૧ર૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજૈનાગમનવનીતા
મંગલ નમસ્કાર મંત્ર રાખવામાં આવેલ છે અને ધીરે ધીરે ક્રમશઃ નમો સુયમ્સ, અમો વમી તિવી ને પ્રવેશ મળેલ છે. આગળ વધતા ગૌશાલક અધ્યયનના મંગલ માટે “શ્રુત દેવતા ભગવતી' એક શ્રુતાધિષ્ઠાતા દેવીને નમસ્કાર કરેલ છે. આ રીતે અનંતકાય વર્ણનના રસમાં શતકના પ્રારંભમાં દેવીને નમસ્કાર કરેલ છે. સૂત્રના અંતમાં ગૌતમ સ્વામીને નમસ્કાર કરવાની સાથે સાથે શ્રુતાધિષ્ઠાતા દેવી, શાસનાધિષ્ઠાતા દેવી, કુંભ દેવ, શાંતિકરી વૈરોટયા દેવી, વિદ્યા દેવી વગેરેને નમસ્કાર કરવાનું પણ કેટલાક લિપિકને જરૂરી લાગ્યું છે. જેની નકલ, પરંપરા રૂપે આગળ ચાલતી જ રહી છે.
આગમોનું સંપાદન કે પ્રકાશન કરવા માટે ધુરંધર પંડિતો જ પ્રાયઃ આગળ આવ્યા છે. તેઓ લખાણોની અનેક પ્રશસ્તિઓ સંવત, મિતિઓ, શ્રીરસ્તુ, કલ્યાણ મસ્તુ વગેરેને જેમ છે તેમ પ્રકાશિત કરતાં નથી અને એ બધાને આગમોમાંથી કાઢવામાં કોઈ અપરાધ પણ માનતા નહોતા.
| લિપિકારોની પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને લિપિકાલથી પ્રાપ્ત આગમોને પ્રકાશિત કરવામાં ચિંતનપૂર્વક શુદ્ધ આગમ પાઠનું પ્રકાશન થઈ શકે છે.
પરંતુ ભગવતી સૂત્રના પ્રકાશનમાં અનેક સંપાદકોથી ચૂક થઈ છે, એ ત્યાં સુધી કે તેઓ ગાડરિયા પ્રવાહમાં વહી ગયા. ભગવતી સૂત્રની ટીકા કરવાવાળા આચાર્ય શ્રી અભયદેવસૂરિજી સ્પષ્ટ લખી રહ્યાં છે કે “આ ગૌતમ ગણધરની સ્તુતિ પછી લેખન લહિયાઓનું છે.” અને આમ કહીને તેમણે તેની વ્યાખ્યાની ઉપેક્ષા કરી છે અર્થાત્ વ્યાખ્યા કરી નથી.
ભગવતી સૂત્રની આ અંતિમ પ્રશસ્તિમાં શ્રુત દેવતા(દેવી) આદિ અનેકો ના નામ છે. આ લહિયાઓ દ્વારા લેખિત છે, એવું ટીકાકારે સ્પષ્ટ જણાવ્યું છે. તો બુદ્ધિમાન પ્રકાશકો આ લહિયાઓના શબ્દોનો આગમ ભગવતીમાં સમાવેશ કરી તેને પ્રકાશિત કરવામાં પોતાની ઈમાનદારી કે બુદ્ધિમત્તા સમજી શકે ખરા? અથવા તેને પોતાની એક ભૂલ સ્વીકારી શકે ખરા?
જ્યારે અંતમાં શ્રુતાધિષ્ઠાતા દેવીને લહિયાઓએ નમસ્કાર કર્યા છે, આ વાત નિશ્ચિય થઈ જાય છે, ત્યારે શતક ૧૫ તથા ર૩ની નમસ્કરણીય દેવી પણ લહિયાઓની જ રહી ને !! આ પ્રમાણે મંગલ પ્રશસ્તિઓ પણ લેખન કાળની જ છે, તે વાત નિઃસંદેહ છે.
ભગવતીનું સંપાદન કાર્ય કરનારા મહાપુરુષો પોતાની ભૂલનો સ્વીકાર કરી સ્પષ્ટીકરણ કરે, તેમાં જ વિવેકપૂર્ણ આગમ સેવા છે, નહિ તો આંધળું અનુકરણ જ ગણાશે. - સંપાદકોને હસ્તલિખિત સૂત્રો માંહેના “શ્રી” “કલ્યાણ, સંવત, મિતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org