________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
આ રીતે જિનવાણીના રસિક મુમુક્ષુ આત્માઓ માટે લોકોત્તર આરાધનામાં દેવગુરુના પાંચપદ નમસ્કરણીય છે અને દેવ ગુરુ ધર્મ આ ત્રણ તત્ત્વો જ ઉત્કૃષ્ટ પ્રધાન-મંગલ છે. જિનવાણીની આરાધના કરનારા સાધક આગમોનો સ્વાધ્યાય વગેરે કરતાં પહેલાં પણ દેવ તથા ગુરુને વંદન નમસ્કાર કરે છે.
સંસારમાં અનેક લૌકિક મંગલો પણ માનવામાં આવે છે, પરંતુ ધર્મ આરાધનામાં કે જિનવાણીરૂપ આગમો માટે, તે મંગલની કોઈ આવશ્યકતા હોતી નથી.
૧૨૧
દેવગતિના દેવ, જિનવાણીની આરાધના કરનારા મુમુક્ષુ આત્માઓના આરાધ્ય દેવ નથી હોતા, તેમના માટે અરિહંત, સિદ્ધ, દેવ પદ રૂપ આરાધ્ય છે. પરંતુ દેવી-દેવતા તો સંસારી પ્રાણી છે. દેવગતિની અપેક્ષાએ તેઓ દેવ કહેવાય છે. તેમની ચાર જાતિઓ હોય છે, તેઓ દિવ્ય સાંસારિક ભૌતિક ઋદ્ધિના કારણે દેવ કહેવાય છે. આધ્યાત્મિક તેમજ ધાર્મિક ઋદ્ધિની અપેક્ષાએ જિનવાણીનો નાનો આરાધક પણ તેમનાથી વિશિષ્ટ હોય છે. એટલે ધાર્મિક આરાધનાની દૃષ્ટિએ આ દેવ-દેવીઓ, શ્રાવક-શ્રાવિકા અને સાધુ-સાધ્વીઓ માટે નમસ્કરણીય દેવ નથી, પરંતુ આ દેવ-દેવીઓ માટે ધર્મનિષ્ટ સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકાઓ નમસ્કરણીય છે. ભગવતી સૂત્રમાં સાધુઓને ‘ધર્મદેવ’ પણ કહ્યાં છે.
‘ચમત્કાર ત્યાં નમસ્કાર’ આ એક લૌકિક ઉક્તિ છે, એનું ધર્મક્ષેત્રમાં કોઈ મહત્વ નથી.
આગમની કંઠસ્થ પરંપરા પછી લેખન કાળ આવે છે. લેખક પોતાના કાર્યના પ્રારંભમાં થોડા મંગળ શબ્દો લખે અને અંતમાં થોડી પ્રશસ્તિ, નમસ્કાર વગેરે લખે છે, જેના અનેક પ્રકારો હોય છે. વર્તમાનકાળમાં પણ દેશ અને પ્રદેશની અપેક્ષાએ વ્યક્તિગત મંગલરૂપ આધ શબ્દોના અનેક પ્રકાર છે.
આગમ લેખન કાર્ય મોટે ભાગે સાધુ સ્વયં જ કરતા હતા. એટલે મુખ્યપણે આગમોના લિપિકર્તા તો તેઓ જ છે. તેમના દ્વારા કરવામાં આવેલ આ મંગલ પ્રશસ્તિઓ સૂત્રના આદિ તથા અંતમાં અલગ રૂપવાળી હોય છે.
આગમ નિષ્ઠા હોવા છતાં પણ સમય પ્રભાવ તથા છાઘસ્થિક દોષથી લિપિને, શ્રુતને, દેવી-દેવતાઓને પણ નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમ છતાં તેને આગમથી બાહ્ય રૂપમાં રાખ્યા તથા માન્યા છે. પરંતુ જેમ જેમ આચારની શિથિલતા વધવા લાગી, યતિઓનું જોર વધ્યું, ત્યારે ગૃહસ્થ લહિયાઓને મહેનતાણું અપાવીને આગમ સંગ્રહ કરાવવામાં આવ્યા અને એ વખતના લહિયાઓ દ્વારા આ મંગલ પ્રશસ્તિઓની ભિન્નતા ન રહી શકી અર્થાત્ મૂલપાઠમાં તે પ્રશસ્તિઓ ભળી ગઈ.
ભગવતી સૂત્ર બધાં આગમોમાં વિશાળ કાય છે, એટલે તેમાં મંગળોની અધિકતા છે, જે આજે આગમ પાઠના રૂપમાં ઉપલબ્ધ છે. સર્વ પ્રથમ પ્રધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org