________________
૧૨૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
::
ઊ ઐતિહાસિક નિબંધ : પરિશિષ્ટ ખંડ-ર ઊ લિપિકર્તાના મંગલપાઠ અને પ્રશસ્તિઓ
આ ભારતીય સંસ્કૃતિ છે, જેમાં પ્રત્યેક સુજ્ઞ પોતાના પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતી વખતે પોતાના ‘ઇષ્ટ’ ને મંગલરૂપે યાદ કરીને તેમનો વિનય કરે છે.
જૈનાગમોના અધ્યયન કર્તા સર્વ પ્રથમ આવશ્યક સૂત્રનું અધ્યયન કરે છે. તેના પ્રથમ અધ્યાયમાં આદિ સૂત્ર ‘નમસ્કાર’મંત્ર છે. એ જ સંપૂર્ણ જૈન આગમોનું આદિ મંગલ છે. આ સર્વોત્કૃષ્ટ મંગલ પછી કોઈપણ આગમના આદિ, મધ્ય કે અંતમાં ‘મંગલ’ની આવશ્યકતા રહેતી નથી, આવું આગમોનું અન્વેષણયુક્ત અધ્યયન કરવાથી સ્પષ્ટ થાય છે.
નવકાર મંત્રની રચનામાં ગણધર ભગવંતોએ સમસ્ત જિનશાસનના નમસ્કરણીયોનો સમાવેશ કરી દીધો છે. એના સિવાય જિનવાણીના રસિક મુમુક્ષુ આત્માઓ માટે ઇષ્ટરૂપ નમસ્કરણીય બીજું કશું નથી.
નવકાર મંત્રમાં કોઈના પણ નામનો નિર્દેશ કર્યા વિના દેવ-ગુરુ પદસ્થ બધાં આત્માઓનો સમાવેશ કરી દીધો છે. ત્રણ તત્ત્વોમાં દેવ ગુરુની સાથે ધર્મ તત્ત્વનો પણ સમાવેશ છે. તેમ છતાં ધર્મ તત્ત્વને આચરણીય, આદરણીય જ સમજવું જોઈએ. નમસ્કરણીય તો દેવગુરુ તત્ત્વોને જ કહ્યાં છે. નમસ્કાર મંત્રથી એ સ્પષ્ટ થાય છે.
આનાથી એ સિદ્ધાંત નિર્ણિત થાય છે, કે ગુણોને ધારણ કરનારા ગુણી આત્માઓ નમસ્કરણીય છે અને ગુણ આદરણીય છે પરંતુ નમસ્કરણીય નથી. નહીં તો નમસ્કાર મંત્રની રચનામાં ગણધર ‘ણમોધમ્મસ’ ‘ણમોસુયસ્સ’ વગેરે અન્ય પદ પણ રાખે. ગણધર ભગવંતોની રચનામાં અપૂર્ણતા ન માનવાથી અન્ય નમસ્કરણીય પદોને માનવાની આવશ્યકતા જિનશાસનમાં રહેતી નથી.
દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં દેવોને માટે પણ નમસ્કરણીય કોણ છે, તે જણાવ્યું છે. ત્યાં પણ અહિંસા વગેરે ધર્મો (ગુણો)ને નમસ્કરણીય ન કહીને ધર્મ ધારક ધર્મી-ગુણી ને જ નમસ્કરણીય કહ્યાં છે.
જેવા વિ ત નમસંતિ, નસ્ય ધમ્મ સા મળો । આના પૂર્વાર્ધમાં અહિંસા સંયમ તપ રૂપ ધર્મને ઉત્કૃષ્ટ મંગલ કહ્યાં છે પરંતુ નમસ્કરણીય નથી કહ્યાં.
નમસ્કાર મંત્રમાં પાંચ પદોને નમસ્કાર કર્યા પછી એમ પણ કહ્યું છે કે આ પાંચ પરમેષ્ઠી પદોને કરેલા નમસ્કાર બધાં પાપકર્મોને નષ્ટ કરવાવાળા છે તથા બધા મંગલોમાં પ્રધાન મંગલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org