________________
અનુભવ અર્ક ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
:
લિપિકારનું નામ વગેરે કાઢી નાખવામાં કોઈ દોષ લાગે નહીં તો પછી એ દેવી, દેવતાઓ વગેરેના નમસ્કારોને કાઢી નાખવામાં કયો દોષ લાગવાનો હતો ? એટલે તેમ કરતાં લેશ માત્ર પણ દોષ લાગે નહીં.
શ્રુતદેવી, શાસનદેવી આદિ કલ્પનાઓ પણ મધ્યકાલની દેન છે. જે લિપિકાળના સમય પછી આગમ ગ્રંથોમાં પ્રવેશેલી છે.
સાર : (૧) વાસ્તવમાં ધર્મ આરાધનામાં દેવ-દેવીઓ નમસ્કરણીય ન હોઈ શકે. પણ દેવ ગુરુ રૂપ પાંચ પરમેષ્ટી પદ જ નમસ્કરણીય માનવા જોઈએ. જિનશાસનમાં ગુણીને નમસ્કરણીય સમજવા જોઈએ, ગુણોને નહીં એટલે નમો ણાણસ્સ, નમો સુયસ્સ વગેરે કહેવું તે ખોટી પરંપરા છે. (૨) મૂળ પાઠના સંપાદનમાં લહિયા વગેરે દ્વારા જોડવામાં આવેલ મંગલ શબ્દો વગેરેને જુદા તારવીને સંપાદન પ્રકાશન કરવું જોઈએ, નહિ તો અવિવેક અને અતિપ્રરૂપણાનો દોષ લાગે છે.
(૩) નમસ્કાર મંત્ર સિવાય સૂત્રોના બધા આદિ તથા મધ્ય મંગલ પાઠ અને અંતિમ પ્રશસ્તિઓ રૂપ વાક્ય ગાથાઓ તથા શબ્દ, તે આગમનો અંશ નથી, પરંતુ લિપિકર્તાના પોતાના શબ્દો છે. (૪) ભગવતી સૂત્ર સંપાદન જેવા મહાન કાર્ય તથા તેવા મહાન પ્રમાણિક આગમના મૂળપાઠમાં મંગલ તથા પ્રશસ્તિઓ જેમની તેમ પ્રકાશિત કરવામાં આવે છે; તે અંગે આગમ પ્રકાશન કરનારાઓ દ્વારા યોગ્ય ચિંતન થયું નથી તેમ સમજવું જોઈએ.
નિશીથ સૂત્રનો ઐતિહાસિક પરામર્શ
આચારપ્રકલ્પ :- વ્યવહાર સૂત્ર ઉદ્દેશક—૩માં મુનિને ‘આચારપ્રકલ્પધારી’ હોવાનું વિધાન છે. (૨) વ્યવહાર સૂત્રના દશમા ઉદ્દેશકમાં સાધુને સર્વ પ્રથમ ‘આચાર પ્રકલ્પ નામક અધ્યયન'ની વાચના દેવાનું વિધાન છે. (૩) વ્યવહાર સૂત્રના પાંચમાં ઉદ્દેશકમાં ‘આચાર-પ્રકલ્પ અધ્યયન’ને ભૂલી જનારા યુવાન સાધુ તથા સાધ્વીઓને પ્રાયશ્ચિત્ત દેવાનું પણ વિધાન છે. આ રીતે આ વ્યવહાર સૂત્રમાં કુલ સોળ વાર આચાર પ્રકલ્પ કે આચાર-પ્રકલ્પ- અધ્યયનનું કથન છે.
ઉદ્દેશક
Jain Education International
૩
૫
૧૦
૧૨૩
ૐ
૫
S
સૂત્ર
૩, ૧૦માં એક-એક વાર,
૧૭ માં એક વાર
૨૧, ૨૨, ૨૩માં એક-એક વાર
૧૫, ૧૬, ૧૮ માં બબ્બે વાર ૧૭, ૧૮ માં બબ્બે વાર
For Private & Personal Use Only
www.jainelibrary.org