________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૧૦૯
પ્રતિક્રમણ સંબંધી તેમાં કોઈ વિધાન નથી. તેનું કારણ એ છે કે પ્રતિક્રમણ તો શ્રમણોનું સામાન્ય આવશ્યક વિધાન છે. તેથી વિશેષ વિધાનોમાં તેના કથનની કોઈ આવશ્યકતા પણ નથી. જિજ્ઞેશ :- શ્રમણ-શ્રમણીઓનું સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું વિશેષ કર્તવ્ય નથી? દિનેશ – ચોવીસમા તીર્થંકરના શાસનમાં શ્રમણ-શ્રમણીઓને નિત્ય ઉભયકાલ પ્રતિક્રમણ કરવાનું આવશ્યક હોય છે, જેથી શ્રમણ નિત્ય જ વ્રત શુદ્ધિ તેમજ ક્ષમાપના ભાવમાં ઉપસ્થિત થાય છે. આ પ્રતિક્રમણ ધર્મવાળા પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનના શ્રમણોનો દૈવસિક વાચાર છે. તેથી સંવત્સરી આરાધનાના આ વિષયોમાં તેનું જુદું કથન કરેલ નથી. જિજ્ઞેશ – પાખી, ચોમાસી તથા સંવત્સરી પ્રતિક્રમણનું જે અલગ મહત્વ માનવામાં આવે છે, તે કઈ અપેક્ષાએ? દિનેશ – શ્રાવક વર્ગમાં ઉભયકાળ નિત્ય પ્રતિક્રમણ કરનારા હોતા નથી. અમુક શ્રાવકો જનિત્ય પ્રતિક્રમણ કરે છે પરંતુ અધિકાંશતઃ પાક્ષિક, ચોમાસી કે સંવત્સરી પ્રતિક્રમણ કરનારા હોય છે. તેથી તેની બહુલતાના લક્ષે શ્રાવક સમાજની અપેક્ષાએ પાક્ષિક, ચોમાસી તેમજ સંવત્સરી પ્રતિક્રમણનું મહત્વ સમજવું જોઈએ. જિજ્ઞેશ – જ્ઞાતાસૂત્રના પાંચમા અધ્યયનમાં શ્રમણોને માટે પણ પર્વદિન ચોમાસી, પાણીના પ્રતિક્રમણ સંબંધી વર્ણન છે ને? દિનેશ – જ્ઞાતાસૂત્રમાં વર્ણિત શ્રમણ રર મા તીર્થંકરના શાસનવર્તી હતા. બીજા તીર્થકરથી ર૩મા તીર્થંકર સુધીના શાસનવર્તી શ્રમણોને નિત્ય દેવસીય રાત્રિક પ્રતિક્રમણ કરવું આવશ્યક હોતું નથી. તેથી શ્રાવક વર્ગની જેમ તેમને પણ પાક્ષિક આદિપર્વ તિથિઓનું વિશેષરૂપે પ્રતિક્રમણ હોય છે. એ અપેક્ષાએ જ જ્ઞાતાસૂત્રનું તે વર્ણન છે. જિગ્નેશ – નિશીથ સૂત્ર સિવાય અન્ય આગમમાં સંવત્સરી સંબંધી કોઈ વિધાન છે? દિનેશ – સમવાયાંગ સૂત્ર સમવાય-૭૦માં વિધાન છે. જેનો આશય એમ માનવામાં આવે છે કે ચોમાસાના એક માસ અને વીસ દિવસ વીતે ત્યારે તથા સિતેર દિવસ શેષ રહે ત્યારે સંવત્સરી પર્વ આરાધના કરવી જોઈએ. તે સિવાય ત્યાં અન્ય કોઈ વિષય નથી. આ સૂત્રની ટીકામાં પણ ભાદરવા સુદ પાંચમનું જ કથન કરવામાં આવેલ છે.. જિજ્ઞેશ:– કલ્પસૂત્રમાં પણ સંવત્સરી સંબંધી વિધાન છે ને? દિનેશ:– કલ્પસૂત્ર ૩ર આગમમાં નથી, તથા ૪૫ આગમમાં પણ આ સૂત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org